તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મૂળ ભારતીય ડિયાન ગુજરાતી બની USમાં ફેડરલ જજ, બનશે ઉદાહરણરૂપઃ ઓબામા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ભારતીય મૂળની 47 વર્ષીય મહિલા ડિયાન ગુજરાતીની ફેડરલ જજ તરીકે નિમણૂક કરી છે. તેમને ન્યૂયોર્કની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નિયુક્તી આપવામાં આવી છે. પરંતુ પદભાર સંભાળવા માટે તેના પર સેનેટની મોહર લાગવી જરૂરી છે. ડિયાન ગુજરાતીના કાર્યોને જોતા સેનેટની મંજૂરી મળવી મુશ્કેલ નહી હોય.
ગુજરાતી અમેરિકી લોકોને ન્યાય અપાવવામાં બનશે ઉદાહરણ રૂપ
- ઓબામાએ આશા વ્યક્ત કરી છે કે ગુજરાતી અમેરિકી લોકોને ન્યાય અપાવવામાં ઉદાહરણ રૂપ બનશે.
- ઓબામાએ એક નિવેદનમાં કહ્યું કે, 'મને ડિયાન ગુજરાતીનું અમેરિકી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફેડરલ જજ તરીકે નામ આપતા ખુશી થઈ રહી છે. મને વિશ્વાસ છે કે, તે અમેરિકી લોકોની સેવા સંપૂર્ણ તૈયારી સાથે કરશે.'
- નોંધનીય છે કે, ગુજરાતી હજુ અમેરિકી એટર્ની ઓફિસમાં ચીફ ઓફ ક્રિમિનલ ડિવીઝન તરીકે કામ કરી રહી છે.
- તે સેનેટની મંજૂરી બાદ અમેરિકી ડિસ્ટ્રીક કોર્ટમાં ફેડરલ જજ તરીકે કામ કરશે.
કોણ છે ડિયાન ગુજરાતી?

- ડિયાન ગુજરાતી દામોદર એમ ગુજરાતીની પુત્રી છે, તેઓ વેસ્ટ પોઈન્ટ સ્થિત અમેરિકી મિલિટરી એકેડમીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે.
- ડિયાનના પિતાએ 1960માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમકોમ કર્યું હતું. બાદમાં તેમણે 1965માં શિકાગો યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું હતું.
- ડિયાનની માતા રૂથ પિંક્સ ગુજરાતી છે.
આ રીતે બની ફેડરલ જજ...

- ડિયાન વર્ષ 2010થી ન્યૂયોર્કના એટર્ની ઓફિસમાં ક્રિમિનલ ડિવીઝનની ઉપપ્રમુખ હતી.
- આ પહેલા તે 1999થી અપરાધિક વિભાગમાં આસિસ્ટન્ટ યુએસ એટર્ની તરીકે કાર્યરત હતી.
- ડિયાને યેલ લો સ્કૂલમાંથી 1995માં જેડી કર્યું હતું.
- તેઓએ ગ્રેજ્યુએટની ડિગ્રી કોલમ્બિયા યુનિવર્સિટીમાંથી લીધી હતી.
અન્ય સમાચારો પણ છે...