નોર્થ અમેરિકામાં મહંત સ્વામીનું દબદબાભેર સ્વાગત, હજારોની સંખ્યામાં હરિભક્તો રહ્યાં હાજર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનઆરજી ડેસ્ક(સૂર્યકાંત જાદવા દ્વારા): બીએપીએસની કમાન સંભાળ્યા બાદ મહંત સ્વામી પહેલીવાર નોર્થ અમેરિકાની મુલાકાતે પહોંચ્યા છે. 21 જૂનના રોજ નોર્થ અમેરિકા પહોંચેલા મહંત સ્વામીનું હરિભક્તો દ્વારા ધામધૂમ પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. મહંત સ્વામીની મુલાકાતને લઈને એટલાન્ટા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે એક સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મહંત સ્વામીના સ્વાગત માટે યોજાયેલા આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. વેબકાસ્ટ દ્વારા લાઈવ પ્રસારણ થયેલા આ કાર્યક્રમને પણ મોટી સંખ્યામાં ભક્તોએ નિહાળ્યો હતો.

મહંતસ્વામીને આવકારવા માટે હરિભક્તોએ કેટલાય મહિનાથી તૈયારીઓ શરૂ કરી હતી. મહંતસ્વામીના સ્વાગત માટે ખાસ હિન્દુ વેદિક પુજન થીમ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ધાર્મિક શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતું. બીએપીએસના યુવા હરિભક્તો દ્વારા પરંપરાગત સ્વાગત ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. મંહત સ્વામીના આર્શિવાદ સાથે સ્વાગત કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.

એટલાન્ટા મંદિર ખાયે યોજાયેલા મહંતસ્વામીના સ્વાગત કાર્યક્રમમાં યુએસ કોંગ્રેસમેન, જ્યોર્જિયા પબ્લિક સર્વિસ કમિશનર, કૉન્સ્યુલટ જનરલ ઓફ ઈન્ડિયા સહિતના મહાનુભાવો ઉપરાંત હરિભક્તો હાજર રહ્યાં હતા.

ત્રણ મહિનાની નોર્થ અમેરિકાની મુલાકાત દરમ્યાન મહંત સ્વામી આઠ જેટલા શહેરોની મુલાકાત લેશે. તેઓ એટલાન્ટા, ટોરન્ટો સહિતના મંદિરની 10મી વર્ષગાંઠના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. રોબિન્સવિલે ખાતે ઘનશ્યામ મહારાજ અભિષેક મંડપનું ઉદ્દઘાટન પણ કરશે. બાળકો, યુવાનો અને મહિલાઓ માટે દરેક જગ્યાએ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે.
 
(આગળ જુઓ મહંતસ્વામીના સ્વાગતની વધુ તસવીરો)
અન્ય સમાચારો પણ છે...