તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

US : શીખો વિરુદ્ધ હેટ ક્રાઇમ્સ વધતાં શીખ ધર્મ અંગે જાગૃતિ માટે 4 લાખ ડૉલરનું ભંડોળ એકઠું કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(સિમ્બોલિક ફોટો)
એનઆરજી ડેસ્ક : અમેરિકામાં શીખ સમુદાયના લોકો પર હુમલા, વંશીય ભેદભાવ જેવા હેટ ક્રાઇમ્સના કિસ્સામાં વધારાના પગલે કેલિફોર્નિયા સ્ટેટમાં વસતા શીખોએ શીખ ધર્મ અંગે અમેરિકનોમાં જાગૃતિ લાવવા માટે નેશનલ મીડિયા કેમ્પેન હાથ ધરવા 4 લાખ ડૉલર (અંદાજે 2.75 કરોડ રૂપિયા)ની વિક્રમી રકમનું ભંડોળ એકઠું કર્યું છે.

સાન ફ્રાન્સિસ્કો બૅ એરિયામાં આ ઇવેન્ટ યોજાઇ હતી. અમેરિકામાં શીખોએ તેમના ધર્મ અંગે જાગૃતિ ફેલાવવા આટલી મોટી રકમ એકત્રિત કરી હોય તેવું પહેલી વાર બન્યું છે.
અગાઉનો રેકોર્ડ 90,000 ડૉલરનો હતો, જે રકમ ગત વર્ષે નેશનલ શીખ કેમ્પેન (NSC)ના લોસ એન્જેલ્સ ગાલામાં એકઠી કરાઇ હતી.

NSCના નેશનલ ચાર્ટર મેમ્બર અને ઇવેન્ટનાં હૉસ્ટ કવલ કૌરે જણાવ્યું હતું કે, ‘અમેરિકામાં શીખ સમુદાયના ઇતિહાસમાં આ એક ઐતિહાસિક પળ હતી. અમને અમારા ધર્મ અંગે સાથી અમેરિકનોને વાકેફ કરવાની અગાઉ ક્યારેય તક સાંપડી નહોતી. હવે તે માટે સમય પાકી ગયો છે.’

આ ઇવેન્ટમાં અમેરિકાના ખ્યાતનામ શીખ ઉદ્યોગપતિઓ, સિલિકો વૅલીના અગ્રણી IT પ્રોફેશનલ્સ, ડૉક્ટર્સ તેમ જ સ્થાનિક તમામ ગુરુદ્વારાઓના સંચાલકો સહિત શીખ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

NSCના સહ-સ્થાપક રાજવંત સિંહે કહ્યું હતું કે, ‘આપણે શીખોની ખરી ઇમેજ રજૂ કરવાની જરૂર છે. આપણે પોતાને પીડિત તરીકે જ દર્શાવવાના નથી પણ અમેરિકન સોસાયટીમાં આપણે કેવી રીતે સંપૂર્ણપણે ભળી ગયા છીએ તે પણ અન્ય અમેરિકનો સમક્ષ રજૂ કરવાનું છે.’