ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» About nirav ghodasara shooting

  5 નેશનલ શૂટિંગ ચેમ્પીયનશીપ રમી ચૂકેલા આ ગુજરાતીની Success સ્ટોરી પ્રેરણાદાયી

  divyabhaskar.com | Last Modified - Nov 07, 2017, 04:07 PM IST

  સ્કૂલમાં જ નક્કી કરી લીધું'તું કે,'શૂટિંગ જ કરીઅર રહેશે અને શૂટિંગ જ પેશન'
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેનેડાઃ 15 વર્ષની ઉંમરે જયારે છોકરાઓને ભણવા માટે સમજાવવા પડતા હોય, જીવનને ગંભીરતાથી લેવાનું કહેવું પડતું હોય, એઇમ-ગોલ સેટિંગના સેમીનાર અટેન્ડ કરાવવા પડતા હોય તે ઉમરે સૌરાષ્ટ્રના રાજકોટ શહેરમાં રહેતા અને સેન્ટ મેરી’સ સ્કૂલમાં ભણતા નિરવ ઘોડાસરાએ નક્કી કરી લીધું હતું કે ‘શૂટિંગ જ કરીઅર રહેશે અને શૂટિંગ જ પેશન’ !
   5 મહિનામાં મેળવી પહેલી સફળતા
   મે 2005માં શૂટિંગ શીખવાનું શરુ કર્યાના 5 મહિનામાં પહેલી સફળતા સપ્ટેમ્બર 2005માં રાજકોટ ડિસ્ટ્રિક્ટ શૂટિંગ ચેમ્પિયનશીપ જીતવા સાથે મળી. 2005માં શરુ કરેલી મુસાફરીનો પહેલો જ પડાવ એટલે જી.વી.માવલંકર શૂટિંગ ચેમ્પિયનશીપમાં નેશનલ લેવલ પર સિલ્વર મેડલ જીતીને નવેમ્બર 2006માં પાર કરી લીધો હતો. 2005થી 2011 સુધીમાં 6 ડિસ્ટ્રિક્ટ, 7 સ્ટેટ અને 5 નેશનલ શૂટિંગ ચેમ્પીયનશીપ રમી ચૂકેલા નિરવ માટે આગળ શું કરવું તે યક્ષ પ્રશ્ન હતો.
   દેશમાં શૂટિંગ જેવી ખર્ચાળ રમતની હાલત તો કલ્પવી જ રહી
   ભારત એક કૃષિપ્રધાન દેશ હોઈ શકે, દુનિયામાં ધર્મનું જ્ઞાન આપતો દેશ હોઈ શકે પણ ખેલાડીઓને સમજનારો કે સાથ આપનારો દેશ નથી તે કડવી વાસ્તવિકતા છે. તમે જો ક્રિકેટ સિવાયની કોઈ પણ રમત રમો છો તો દેશ માટે, દેશવાસીઓ માટે, સમાજ માટે કે ત્યાં સુધી કે કુટુંબ માટે પણ એ ‘રમત’ જ છે ! તમને કોઈ ગંભીરતાથી લેતું નથી, પ્રોત્સાહન આપતું નથી, ઉલટું ભવિષ્યમાં શું કરીશ એનો ડર બતાવે છે. જ્ઞાતિના નામે લાખો-કરોડોના દાનનો ધોધ વહાવનાર પણ કોઈ રમતવીરની બાજુમાં ઉભા નથી રહેતા. રાષ્ટ્રીય રમત હોકી રમનારની હાલત પણ હંમેશા ટૂંકા બજેટમાં દોડવાની રહી છે ત્યારે શૂટિંગ જેવી ખર્ચાળ રમતની હાલત તો કલ્પવી જ રહી.
   કેનેડા જઈ પોતાના પેશનને ન્યાય આપવાનું નક્કી કર્યું
   2012માં ઇન્ડિયામાં રહેવાના અને પોતાનું સપનું પૂરું કરવાના તમામ પ્રયત્નોના પરિણામ સ્વરૂપ એક નિર્ણય પર આવીને નિરવે કેનેડા જઈ પોતાના પેશનને ન્યાય આપવાનું નક્કી કર્યું. 2 વર્ષ ભણ્યા બાદ તરત જ પોતાના ગમતા ક્ષેત્રમાં આવી ગયો. જોબ પણ એ જ ક્ષેત્રમાં કરે છે અને શૂટિંગના શોખને પણ ન્યાય આપે છે. તાજેતરમાં જ યુનિવર્સિટી ઓફ કેલગરી ફાયરઆર્મ્સ અસોસિએશન એન્યુઅલ ટ્રેપ શૂટિંગ ચેમ્પિયનશીપ સળંગ 3 વર્ષ એટલે કે 2015, 2016, 2017 જીતી આવનારા 3 વર્ષ માટે આ કૉમ્પિટિશન નહીં રમી બીજા ખેલાડીઓ માટે રસ્તો કરી આપવાનું જાહેર કર્યું.
   કેનેડા આવીને વિદ્યાર્થીઓને શૂટિંગના માર્ગદર્શનની આપે છે માનદસેવા
   નિરવ ઇન્ડીયામાં હતો ત્યારે રાજકોટની બે સ્કૂલ જીનીયસ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ અને જય ઇન્ટર નેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને રાયફલ અને પિસ્તોલ શૂટિંગ શીખવતો હતો. જય ઇન્ટર નેશનલ સ્કૂલની શૂટિંગ રેંજ એના માર્ગદર્શન હેઠળ જ ઉભી કરવામાં આવી છે. કેનેડા આવીને પણ વિદ્યાર્થીઓને શૂટિંગના માર્ગદર્શનની માનદસેવા આપે છે. આલ્બર્ટાની શૂટિંગ-હન્ટિગની અનેક સંસ્થાઓનો મેમ્બર અને વોલીયેન્ટર છે.
   કેલગરી ફાયરઆર્મ્સ સેન્ટરનો મેમ્બર અને રેગ્યુલર પ્લેયર
   કેનેડાના ફાયરઆર્મ્સને લગતા કાયદા ખુબ સરળ અને સુલભ છે. અહીંની પિસ્તોલ-રાયફલ રાખવાની પરીક્ષાઓ પાસ કરીને કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના હથિયાર અને સાધનો વસાવી શકે છે. નિરવે આ પરીક્ષાઓ પાસ કરી લાયસન્સ લેવાનું કામ ખુબ શરૂઆતમાં જ પૂરું કરી લીધું હતું. આ પરીક્ષામાં ભાગ્યે જ જોવા મળતો 98/100 માર્કસનો સ્કોર પણ નિરવનો છે. હાલ નિરવ કેલગરી ફાયરઆર્મ્સ સેન્ટરનો મેમ્બર અને રેગ્યુલર પ્લેયર છે. 27 વર્ષના નિરવ સામે હજુ ઘણાં લક્ષ્યાંકો છે અને એનાથી પણ વધુ પડકારો છે.
   આગળની સ્લાઈડ્સમાં જુઓ વધુ તસવીરો...

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: About nirav ghodasara shooting
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top