Divya Bhaskar

Home » NRG » USA » NBA cheerleaders dance to Ghoomar

અમેરિકામાં વાયરલ થયું ‘ઘૂમર’ સોન્ગ, ચીયરલીડર્સે કર્યો ડાન્સ

Divyabhaskar.com | Updated - Jan 31, 2018, 03:45 PM

અમેરિકામાં પદ્માવત ફિલ્મનું ઘૂમર સોન્ગ ધૂમ મચાવી રહ્યું છે. ડાન્સ લવર્સને આ ગીત ખુબ પસંદ પડી રહ્યું છે.

  • એનઆરજી ડેસ્કઃ માત્ર ભારતમાં જ નહીં, અમેરિકામાં પણ ઘૂમરના ઘણાં ફેન્સ છે. અમેરિકામાં પદ્માવત ફિલ્મનું ઘૂમર સોન્ગ ધૂમ મચાવી રહ્યું છે. ડાન્સ લવર્સને આ ગીત ખુબ પસંદ પડી રહ્યું છે. અમેરિકામાં NBA મેચ પહેલા અમેરિકન-ઈન્ડિયન ડાન્સર્સે ઘૂમર પર ડાન્સ કર્યો હતો.


    વાયરલ થયું સોન્ગ


    અમેરિકામાં નેશનલ બાસ્કેટ બોલ એસોસિએશન (NBA)મેચ દરમ્યાન સંજય લીલા ભણશાળીના ઘૂમર ડાન્સ પર ચીયર લીડર્સે ડાન્સ કર્યો હતો. ચાર્લોટે અને મિઆમી હિટ વચ્ચેની મેચ દરમ્યાન આ સોંગ પર ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. મેચ બાદ એનબીએએ તેના ફેસબુક પેજ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો. અને તે વાયરલ થયો હતો. એક જ દિવસમાં આ વીડિયોને 10 લાખ જેટલા વ્યૂ મળ્યા હતા જ્યારે આ વીડિયો 2500થી વધુ શેર થયો હતો.

  • NBA cheerleaders dance to Ghoomar

    અગાઉ થયો હતો વિરોધ


    સંજય લીલા ભણસાલીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતનું અત્યારે તો આખું આલ્બમ બહાર આવી ગયું છે પણ સૌથી પહેલા ઘૂમર સોન્ગ રીલિઝ કરવામાં આવ્યુ હતું. આ ગીતનો ભારે વિરોધ કરણી સેનાએ કર્યો હતો. વિરોધ એટલે સુધી થયો હતો કે મધ્યપ્રદેશની એક સ્કૂલમાં જ્યારે આ ગીત પર બાળકો પર્ફોમન્સ આપી રહ્યા હતા ત્યારે અમુક અસમાજીક તત્વોએ ત્યાં તોડફોડ કરી હતી. ફિલ્મ રીલિઝ થઇ ત્યારે ફિલ્મ મેકર્સે VFXનો ઉપયોગ કરીને ઘુમર સોન્ગમાં દીપિકાના કોસ્ચ્યુમમાં પણ ફેરફાર કરવો પડ્યો હતો.આટલા બધા વિવાદ પછી પણ લોકો આ ગીતને ખુબ પસંદ કરી રહ્યા છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending