દત્તક / અમેરિકાના NRI ગ્રુપે ડાંગનાં 30 ગામો દત્તક લીધા, શિક્ષણ- સ્વાવલંબન પાછળ 5 વર્ષમાં 1.75 કરોડ વાપરશે

DivyaBhaskar.com | Updated - Jan 07, 2019, 01:01 PM
USA NRI group adopted 30 villages of dang district, will spend 1.75 crore
X
USA NRI group adopted 30 villages of dang district, will spend 1.75 crore

  • અમેરિકામાં સ્થાઇ થયેલા રમણભાઈ દાસ અને એમના મિત્રોનું પ્રેરણારૂપ કાર્ય
  • વિદેશમાં સ્થાઇ થયા પછી વતનની ચિંતા કરતા સેવા ભાવીઓને સલામ

નવસારી: મૂળ કામરેજ તાલુકાના દેરોદ ગામના વતની અને હાલ અમેરિકામાં રહેતા સજ્જન અને તેમના મિત્રોએ છેવાડાના આદિવાસી વિસ્તાર એવા ડાંગ જિલ્લાના 30 જેટલા ગામો દત્તક લઇ એમના શિક્ષણ,આરોગ્ય સહિતના સેવાકીય કામો માટે દર વર્ષે 51,000 ડોલર એટલે કે અંદાજિત 35 લાખની રકમ સતત પાંચ વર્ષ સુધી મળી કુલ 1.75 કરોડની રકમ એકલ અભિયાન ગ્રામોત્થાન (જીઆરસી) મારફત આપવાની તૈયારી દાખવી છે.

આદિવાસી ભાઈ-બહેનોની આર્થિક-સામાજિક સ્થિતિના વહારે આવ્યા
1.

સુરત નજીક આવેલ કામરેજ તાલુકાના દેરોદ ગામના વતની રમણભાઈ દાસ અને એમનો પરિવાર છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકાના હ્યુસ્ટન ખાતે સ્થાયી થયો છે. અને હોટેલનો બિઝનેશ ચલાવે છે.વિદેશમાં કમાણી કરી બે પાંદડે થયેલ રમણભાઈને પોતાના વતન એવા ગુજરાતના છેવાડે આવેલ ડાંગ અને તાપી જિલ્લામાં વસવાટ કરતા આદિવાસી ભાઈ-બહેનોની આર્થિક અને સામાજિક સ્થિતિ બાબતે ચિંતા રહ્યા કરતી હતી. એમણે પોતાના મન ની વાત પેલેસ ઈન ગ્રુપમાં સામેલ મિત્રો આગળ મૂકી હતી અને એઓ પણ આ સેવાના પુનિત યજ્ઞમાં જોડાવા તૈયાર થઇ ગયા. 

એકલ અભિયાન ગ્રામોત્થાન યોજના કાર્યરત થઇ
2.

NRI મિત્રોએ ગુજરાતમાં સંઘ પરિવાર દ્વારા કાર્યરત એકલ અભિયાન અને ગ્રામોત્થાનની પ્રવુતિ વિષે જાણકારી મેળવી અને એઓ આ અભિયાન સાથે જોડાયા હતા. ગત દિવસોમાં એઓ એકલ અભિયાનની પ્રવુતિ નિહાળવા વતનમાં આવ્યા હતા અને એમણે સ્થાનિક કાર્યકર્તાઓને સાથે રાખીને પહેલા તબક્કામાં ડાંગ જિલ્લાના અલ્પ વિકસિત એવા સુબીર તાલુકાના ગામડાઓની મૂલાકાત લીધી હતી.જે બાદ ડાંગ અંચલના પમ્પા સરોવર (સુબીર) સંચના 30 ગામો દત્તક લીધા છે અને 2019 ના પ્રથમ દિવસથી જ કામની શરૂઆત કરી દીધી છે. આવનાર પાંચ વર્ષમાં દાનદાતાઓની મદદ થકી તમામ 30 ગામોમાં આર્થિક અને સામાજિક પરિવર્તન થાય એવા આશય સાથે એકલ અભિયાન ગ્રામોત્થાન યોજના કાર્યરત થઇ ગઈ છે.

5 વર્ષમાં 1.75 કરોડ વાપરશે
3.

ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં પમ્પા સરોવર અને તેની આસપાસ આવેલ 30 જેટલા ગામોને આ સેવાકીય યોજના હેઠળ પસંદ કરવામાં આવ્યા છે. આ અંગે વિગત આપતા વડીલ એવા રમેશભાઈ પી શાહે જણાવ્યું કે અમેરિકાના પેલેસ ઈન ગ્રુપના સભ્યો દ્વારા આ ગામોમાં વસવાટ કરતા પરિવારો માટે દર વર્ષે અંદાજિત 35 લાખની રકમ ફાળવવામાં આવી છે અને એ મુજબની આવતા પાંચ વર્ષની રકમ અંદાજિત 1.75 કરોડ રૂપિયા એકલ અભિયાન ટ્રસ્ટમાં જમા કરાવી દેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. 

અભિયાનનો મુખ્ય ઉદ્દેશ લોકોને પગભર કરવાનો 
4.

સુબીર તાલુકાના દત્તક લેવામાં આવેલ ત્રીસ ગામોમાં આવતા પાંચ વર્ષ માટે શિક્ષા અને આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરવામાં આવશે. આ અંગે વાત કરતા અને જેમની દેખરેખમાં આ કાર્ય થનાર છે એવા રમણભાઈ દાસના પુત્ર દિવ્યેશભાઈ દાસે જણાવ્યું કે એ સિવાય સિલાઈકામના સાધનો,કમ્પ્યુટર શિક્ષણ,ટેબ્લેટ વિતરણ, જૈવિક ખેતી આધારિત પોષણ વાટિકા દ્વારા ગ્રામ સ્વાવલંબનના કાર્યો કરવામાં આવનાર છે. 
 

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App