• Home
  • NRG
  • USA
  • Two round firing at the anklav's youth in South Carolina, US

ફાયરિંગ / અમેરિકાના સાઉથ કોરોલીનામાં આંકલાવના યુવક પર બે રાઉન્ડ ફાયરિંગ

Divyabhaskar.com | Updated - Mar 17, 2019, 01:23 AM
કુશ(દ્રુવિલ)ની ફાઈલ તસવીર
કુશ(દ્રુવિલ)ની ફાઈલ તસવીર
X
કુશ(દ્રુવિલ)ની ફાઈલ તસવીરકુશ(દ્રુવિલ)ની ફાઈલ તસવીર

  • આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો
  • સ્ટોર મોડાં ખોલવાની સૂચના અપાઈ છે

આંકલાવ: અમેરિકાના સાઉથ કોરોલીનામાં સ્ટોર ખોલી દીવાબત્તી કરતા આંકલાવ તાલુકાના યુવક પર બે શખ્સોએ બે રાઉન્ડ ફાયરિંગ કરી લૂંટ આચરી હતી. જોકે, સમગ્ર ઘટનામાં ગુજરાતી યુવકને એક ગોળી જાંઘ અને બીજી ગોળી માથાના ભાગેથી પસાર થઈ ગઈ હતી. હાલમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

અજાણ્યાં શખ્સો પોતાની ટી-શર્ટની ટોપી માથે ઓઢી આવ્યા
1.આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના વતની અને છેલ્લાં કેટલાંય વર્ષોથી અમેરિકાના સાઉથ કોરોલીનામાં પોતાના પરિવારજનો સાથે વસવાટ કરતો કુશ(દ્રુવિલ) દિલીપભાઈ પટેલ (22 વર્ષીય) સાઉથ કોરોલીનામાં પ્રોવીઝન સ્ટોર ધરાવે છે. તે ગત 10મી માર્ચના રોજ સવારે સ્ટોર ખોલી દિવાબત્તી કરતો હતો એ સમયે બે અજાણ્યાં શખ્સો પોતાની ટી-શર્ટની ટોપી માથે ઓઢી આવ્યા અને કુશ પટેલ કંઈ સમજે તે પહેલાં જ એકે ડ્રોઅરમાંથી નાણાંની લૂંટ ચલાવી હતી.
2.કુશે રોકવાનો પ્રયત્ન કરતાં તેમણે બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. જોકે, બચવા માટે કુશ ટેબલના નીચે સંતાઈ જતાં એક ગોળી તેના જાંઘના ભાગે વાગી હતી. જ્યારે બીજી ગોળી તેના માથા પાસેથી પસાર થઈ ગઈ હતી.  આ સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો. જોકે, તેમાં બંને શખ્સના ચહેરા ખાસ સ્પષ્ટ દેખાતા નથી. 
સ્ટોર મોડાં ખોલવાની સૂચના અપાઈ છે
3.અમેરિકાના સાઉથ કોરોલીનાના વિસ્તારમાં છેલ્લાં ઘણા સમયથી લૂંટ-મારામારીના કિસ્સાઓ બની રહ્યા છે. જેને પગલે થોડાં સમય અગાઉ સ્થાનિક પોલીસે સ્ટોર માલિકોને સ્ટોર મોડાં ખોલવાની સૂચના આપી હતી. જોકે, આમ છતાં પણ મોટાભાગના લોકો સ્ટોર વહેલાં ખોલી દેતા હોય છે અને આવા સમયે જ કેટલાંક તત્વો લૂંટના ઈરાદે ફાયરીંગ પણ કરતા હોય છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App