Home » NRG » USA » Vicky had moved to Canada in 2010 after clearing his class 12 board examination

કેનેડામાં ભારતીય ટ્રક ડ્રાઇવરની ગોળી મારીને હત્યા, બે આરોપીઓની ધરપકડ

Divyabhaskar.com | Updated - Jul 20, 2018, 08:14 PM

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પલવિંદરનું મોત આ વર્ષે બ્રામ્પટન વિસ્તારમાં હત્યાની 11મી ઘટના છે

  • Vicky had moved to Canada in 2010 after clearing his class 12 board examination
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    મૃતક પલવિંદર સિંહ (ફાઇલ)

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ કેનેડામાં ચાર લોકોએ એક ભારતીય મૂળના યુવકની ઘરમાં ઘૂસીને હત્યા કરી દીધી છે. આ યુવકનું નામ પલવિંદર સિંહ છે અને તે 2009થી કેનેડામાં ટ્રક ડાઇવરનું કામ કરી રહ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ એરપોર્ટ રોડ સ્થિત તેના ડોનવુડ્સ કોર્ટના ઘરમાં ઘૂસીને ખુલ્લેઆમ ફાયરિંગ કર્યુ. ઘટનાને અંદાજ આપનારા બે લોકોએ પોલીસની સામે સરેન્ડર કરી દીધું, જ્યારે અન્ય બે લોકો ફરાર છે. પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા બંને યુવક 18 અને 19 વર્ષના છે. આ બંને સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો કેસ ચલાવવામાં આવશે.

    - આ ઘટનાને નજરે જોનારાઓએ કહ્યું કે, ઘટના બાદ ત્રણ લોકોને કારમાં ભાગતા જોયા હતા. એક વ્યક્તિને કહ્યું કે, હુમલાખોરોએ પલવિંદર પર ફાયરિંગ કર્યુ અને મોકો જોઇને ફરાર થઇ ગયા.
    - ફેસબુક પર એક વ્યક્તિએ લખ્યું કે, બે દિવસ પહેલાં જ લોકો પલવિંદને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા હતા અને હવે તે આપણી વચ્ચે છે. આ દુઃખદ છે.

    આ વિસ્તારમાં અત્યાર સુધી 11 હત્યા થઇ


    - મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પલવિંદરનું મોત આ વર્ષે બ્રામ્પટન વિસ્તારમાં હત્યાની 11મી ઘટના છે.
    - બ્રામ્પટન ચૂંટણીના ઉમેદવાર ચારમેન વિલિયમ્સે કહ્યું કે, તેમના વિસ્તારમાં ગન વાયોલન્સ સંક્રમણથી શરૂઆત છે. તેમના પાડોશી આ ઘટનાઓથી ઘણાં પરેશાન છે, કારણ કે તેઓને લાગે છે બ્રામ્પટન ભયના ઓથારમાં ફસાતું જઇ રહ્યું છે.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઘટનાની વધુ તસવીરો...

  • Vicky had moved to Canada in 2010 after clearing his class 12 board examination
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પલવિંદર સિંહ 2009થી કેનેડામાં ટ્રક ડાઇવરનું કામ કરી રહ્યો હતો (ફાઇલ)
  • Vicky had moved to Canada in 2010 after clearing his class 12 board examination
    પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા બંને યુવક 18 અને 19 વર્ષના છે. (ફાઇલ)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ