કેનેડા: વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સમાં વિદ્વાનોએ કર્યા અક્ષરપુરૂષોત્તમ દર્શનના વધામણાં

21મી સદીના નૂતન મૌલિક વેદાંત-આવિષ્કાર તરીકે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરૂષોત્તમ દર્શનને ગૌરવભેર વધાવવામાં આવ્યું

divyabhaskar.com | Updated - Jul 13, 2018, 07:35 PM
World Sanskrit Conference in Canada

એનઆરજી ડેસ્કઃ કેનેડામાં વેનકુવર ખાતે વર્લ્ડ સંસ્કૃત કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત 9 થી 13 જુલાઇ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયા ખાતે પશ્ચિમની જાણીતી યુનિવર્સિટીઝ અને ભારત સહિત પૂર્વના પ્રકાંડ વિદ્વાનોએ સંસ્કૃત ભાષા, સાહિત્ય અને તત્વજ્ઞાનના વિવિધ વિષયો પર વિચાર-વિમર્શન કર્યો હતો.

- આ કાર્યક્રમમાં 9થી 10 જુલાઇ દરમિયાન વિશ્વ સંસ્કૃત સમારંભના મંચ પરથી પ્રાચીન ભારતીય વેદાંત પંરપરામાં શ્રીમદ્ આદિ શંકરાચાર્યા, શ્રીમદ્ રામાનુજાચાર્ય, શ્રીમદ્ વલ્લભાચાર્ય, શ્રીમદ નિમ્બાર્કાચાર્યા જેવા મહાન આચાર્યોએ ભારતીય તત્વજ્ઞાનની વિશાળ અને વિવિધતાનો પરિચય આપ્યો હતો.
- આ ઉપરાંત આ જ મંચ પર 21મી સદીના નૂતન મૌલિક વેદાંત-આવિષ્કાર તરીકે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરૂષોત્તમ દર્શનને ગૌરવભેર વધાવવામાં આવ્યું હતું.

અક્ષર પુરૂષોત્તમ દર્શન પર ખાસ સત્ર


- 9 જુલાઇના રોજ સવારે યુનિવર્સિટીના ચાન સેન્ટરના સભાગૃહમાં કોન્ફરન્સનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો.
- જેમાં ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષરપુરૂષોત્તમ દર્શન પર ખાસ સત્રનું આયોજન થયું હતું.
- આ સત્ર દમરિયાન જ્યોર્જ કાર્ડોના, યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલંબિયાના વિદ્વાન અશોક અકલુજકર, ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ સંસ્કૃત સ્ટડીઝના અધ્યક્ષ કુટુંબ શાસ્ત્રી તથા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આંતરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઇશ્વરચરણ સ્વામી સહિતના મહાનુભાવોએ હાજરી આપી હતી.
- આ ઐતિહાસિક મહાસંમેલનને સંબોધતા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આતંરરાષ્ટ્રીય સંયોજક પૂજ્ય ઇશ્વરચરણદાસ સ્વામીએ સંસ્કૃતમાં આર્શીવચન આપી સંસ્કૃત ભાષામાં પુરસ્કર્તા પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ સાથે તેઓને ભાવાંજલિ આપી હતી.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ કાર્યક્રમની વધુ તસવીરો...

World Sanskrit Conference in Canada
World Sanskrit Conference in Canada
World Sanskrit Conference in Canada
World Sanskrit Conference in Canada
World Sanskrit Conference in Canada
World Sanskrit Conference in Canada
World Sanskrit Conference in Canada
World Sanskrit Conference in Canada
World Sanskrit Conference in Canada
X
World Sanskrit Conference in Canada
World Sanskrit Conference in Canada
World Sanskrit Conference in Canada
World Sanskrit Conference in Canada
World Sanskrit Conference in Canada
World Sanskrit Conference in Canada
World Sanskrit Conference in Canada
World Sanskrit Conference in Canada
World Sanskrit Conference in Canada
World Sanskrit Conference in Canada
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App