• Home
  • NRG
  • USA
  • The second WHC will be held in Chicago, Illinois, US

શિકાગોમાં સપ્ટેમ્બર મહિનામાં યોજાશે વર્લ્ડ હિંદુ કોંગ્રેસ-2018 કોન્ફરન્સ

હિંદુઓમાં સ્વામિ વિવેકાનંદના વિચારોને ફરી એકવાર જાગૃત કરવા માટે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે

divyabhaskar.com | Updated - Jun 18, 2018, 08:28 PM
(તસવીરઃ વર્લ્ડ હિંદુ કોંગ્રેસ 2014નું ઉદ્ધાટન સેશન. આ કોન્ફરન્સનું આયોજન 21-23 નવેમ્બર 2014ના રોજ અશોક હોટેલ, નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.)
(તસવીરઃ વર્લ્ડ હિંદુ કોંગ્રેસ 2014નું ઉદ્ધાટન સેશન. આ કોન્ફરન્સનું આયોજન 21-23 નવેમ્બર 2014ના રોજ અશોક હોટેલ, નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.)

એનઆરજી ડેસ્કઃ શિકાગોમાં વર્લ્ડ હિંદુ ફાઉન્ડેશન દ્વારા વધુ એકવાર વર્લ્ડ હિંદુ કોંગ્રેસ (ડબલ્યુએચસી) કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. દ્વિતિય વર્લ્ડ હિંદુ કોંગ્રેસ કોન્ફરન્સ શિકાગોના ઇલિનોઇસ સિટીમાં આગામી 7,9 સપ્ટેમ્બર 2018ના રોજ યોજાશે. વિશ્વના દરેક ખૂણે વસતા હિંદુઓમાં સ્વામિ વિવેકાનંદના વિચારોને ફરી એકવાર જાગૃત કરવા માટે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે.

- વર્લ્ડ હિંદુ કોંગ્રેસનું મિશન 'Think collectively, achieve valiantly' હેઠળ દરેક ખૂણે વસતા હિંદુઓને જોડવા માટે ગ્લોબલ પ્લેટફોર્મ પુરૂં પાડવાનું છે.
- 1983માં સ્વામિ વિવેકાનંદે અહીંની પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન્સમાં ઐતિહાસિક સંબોધન કર્યુ હતું. આ પ્રસંગને ફરી એકવાર યાદ કરવા માટે આ કોન્ફરન્સનું આયોજન કરાવમાં આવ્યું છે.
- ત્રણ દિવસની આ કોન્ફરન્સમાં ઇકોનોમિ, એજ્યુકેશન, મીડિયા, પોલિટિક્સ અને સ્ત્રીઓને લગતા અલગ અલગ વિષયો, ઉપરાંત યૂથ અને મંદિરોના ઓર્ગેનાઇઝેશન પર ચર્ચા કરવામાં આવશે.

80 દેશોમાંથી 200 ડેલિગેટ્સને આમંત્રણ

- સપ્ટેમ્બરમાં યોજાનારી આ કોન્ફરન્સમાં 80 દેશોમાંથી 200 જેટલાં ડેલિગેટ્સને આમંત્રણ આપવામાં આવ્યું છે.
- જેમાં દલાઇ લામા, આરએસએસ ચીફ મોહન રાવ ભાગવત, મોરેશિયસના વડાપ્રધાન, સુરીનેમ અને મોરેશિયસના વાઇસ- પ્રેસિડન્ટસ, શ્રી શ્રી રવિશંકર, ચિન્મય મિશન અને ગાયત્રી પરિવારના ગ્લોબલ હેડ, પ્રિન્સટન યુનિવર્સિટીના ગણિતના પ્રોફેસર મંજૂલ ભાર્ગવ વ્યક્તવ્ય આપશે.

30 જૂન સુધી કરી શકાશે રજિસ્ટ્રેશન


- આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે અર્લી બર્ડ રજિસ્ટ્રેશનની તારીખ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.


- અર્લી બર્ડ રજિસ્ટ્રેશન ફી આ અનુસાર છેઃ

પુરૂષો માટે - 20, 431 રૂપિયા (300 ડોલર)
સ્ત્રીઓ માટે - 13, 621 રૂપિયા (200 ડોલર)
વિદ્યાર્થીઓ માટે - 10, 215 રૂપિયા (150 ડોલર)

- 30 જૂન બાદ રજિસ્ટ્રેશનની ફી આ પ્રકારે છેઃ


પુરૂષો માટે - 23, 840 રૂપિયા (350 ડોલર)
સ્ત્રીઓ માટે - 17, 028 રૂપિયા (250 ડોલર)
વિદ્યાર્થીઓ માટે - 13, 623 રૂપિયા (200 ડોલર)

- ઇવેન્ટમાં ભાગ લેવા અને રજિસ્ટ્રેશન માટે વેબસાઇટઃ


https://whc2018.worldhinducongress.org/register_now.cfm

- રજિસ્ટ્રેશન ફીમાં તમામ રજિસ્ટ્રેશન મટિરિયલ અને ભોજનનો સમાવેશ થાય છે. રજિસ્ટ્રેશન ફીમાં રહેવાના ખર્ચનો સમાવેશ નથી.
- જે સ્થળે કોન્ફરન્સ રાખવામાં આવી છે તે વેસ્ટીન હોટલમાં હાલ કોઇ રૂમ્સ અવેલેબલ નથી.


- કોન્ફરન્સની વધુ માહિતી અને ઓનલાઇન ઇવેન્ટ રજિસ્ટ્રેશન માટે WHC 2018ની વેબસાઇટઃ


whc2018.worldhinducongress.org

કાર્યક્રમમાં હાજરી આપનારા મહાનુભાવોના લિસ્ટ માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

રજિસ્ટ્રેશન ફીમાં તમામ રજિસ્ટ્રેશન મટિરિયલ અને ભોજનનો સમાવેશ થાય છે.
રજિસ્ટ્રેશન ફીમાં તમામ રજિસ્ટ્રેશન મટિરિયલ અને ભોજનનો સમાવેશ થાય છે.

કોન્ફરન્સમાં હાજરી આપનારા મહાનુભાવોનું લિસ્ટ 

 

પ્લેનરી સેશન્સ 


- દલાઇ લામા 
- ડો. મોહન રાવ ભાગવત પીપી સરસંઘચાલક આરએસએસ 
- પ્રેવિંડ જુનોથ - રિપબ્લિક ઓફ મોરેશિયસ પ્રાઇમ મિનિસ્ટર 
- અશ્વિન આધિન - રિપબ્લિક ઓફ સુરીનેમ વાઇસ પ્રેસિડન્ટ 
- પરમાશિવ પિલ્લાઇ વ્યાપુરી - રિપબ્લિક ઓફ મોરેશિયસ વાઇસ પ્રેસિડન્ટ 
- કોંગ્રેસ વિમેન તુલસી ગબ્બાર્ડ - ચેરપર્સન ડબલ્યુએચસી 2018 
- રાજુ રેડ્ડી - વાઇસ ચેરપર્સન ડબલ્યુએચસી 2018, સીઇઓ 
- ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકર - આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશન હેડ
- પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદ - ચિન્મય મિશન વર્લ્ડવાઇડ પ્રેસિડન્ટ 
- ડો. પ્રણવ પંડ્યા - ઓલ વર્લ્ડ ગાયત્રી પરિવાર હેડ 
- સાધુ બ્રહ્મ બિહારી દાસ - ઇન્ટરનેશનલ રિલેશન હેડ બીએપીએસ 
- પ્રોફેસર મંજૂલ ભાર્ગવ - આર. બ્રાન્ડટોન પ્રોફેસર ઓફ મેથેમેટિક્સ, પ્રિન્સટન યુનિવર્સિટી 


ઇકોનોમિક કોન્ફરન્સ 


- અજય પિરામલ - ચેરમેન પિરામલ ગ્રુપ (મુંબઇ) 
- અજય સિંહ - ચેરમેન એન્ડ મેનેજિંગ ડાયરેક્ટર સ્પાઇસ જેટ 
- ડો. રઘુ રાજન - પ્રોફેસર ઓફ ફાઇનાન્સ (યુનિવર્સિટી ઓફ શિકાગો બૂથ સ્કૂલ ઓફ બિઝનેસ) 
- અરુણ કુમાર - ચેરમેન, સીઇઓ - કેપીએમજી, ભારત
- ડો. મુકેશ આઘી - યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ પ્રેસિડન્ટ 
- ટીસી ચેટર્જી - ગ્રેફિટી ફૂડ સીઇઓ

 

આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો... 

આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે અર્લી બર્ડ રજિસ્ટ્રેશનની તારીખ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.
આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે અર્લી બર્ડ રજિસ્ટ્રેશનની તારીખ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.

પોલિટિકલ કોન્ફરન્સ 


- આઇ મેડ મન્ગકુ પેસ્તિકા - ગવર્નર ઓફ બાલી, ઇન્ડોનેશિયા 
- મહંત યોગી આદિત્યનાથ - ચીફ મિનિસ્ટર ઉત્તર પ્રદેશ 
- સી.વી. વિધ્નેશ્વરન - ચીફ મિનિસ્ટર ઓફ નોર્થ પ્રોવિઅન્સ, શ્રીલંકા 
- શ્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત - ચીફ મિનિસ્ટર ઓફ ઉત્તરાખંડ 
- બીમન પ્રસાદ - પ્રેસિડન્ટ નેશનલ ફેડરેશન પાર્ટી, ફિજી 

 

ઓર્ગેનાઇઝેશન કોન્ફરન્સ 


- પ્રોફેસર વેદ નંદા - પ્રોવોસ્ટ, ડેનવર યુનિવર્સિટી, ડેનવર
- સ્વામી મધુ પંડિત દાસ - ચેરમેન, અક્ષયપાત્ર ફાઉન્ડેશન 
- શ્રી શ્રદ્ધાનંદ સિતલ - ચેરમેન, જીએચઆરડી, નેધરલેન્ડ 
- સ્વામી બી.એ. પરમદૈવતી, કોર્ડ વીહિપ સાઉથ અમેરિકા 
- સ્વામી પરમાત્માનંદજી - આચાર્ય સભા, ભારત 
- સ્વામિની હંસનંદા ગિરી - સંઘ હિંદુ ઇટાલિયાના, ઇટલી 

 

વિમેન કોન્ફરન્સ 

 

- શુશ્રી છાયા નંજપ્પા - ફાઉન્ડર નેક્ટર ફ્રેશ 
- ડો. અનુપમા હોસ્કેર - ફાઉન્ડર ધાતુ 
- ડો. ઉમા વૈદ્યા - વાઇસ ચાન્સેલર કવિકુલગુરુ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટી 
- મા. શાંતકાજી - પ્રમુખ સંચાલિકા, રાષ્ટ્ર સેવિકા સમિતિ 
- સાધ્વી સત્વમવિદ્યાનંદા - ફાઉન્ડર, અર્શ વિંજન ગુરૂકૂળ, યુએસએ 
- યોગિની સંભવી ચોપરા - ફાઉન્ડર, ધ ચોપરા સેન્ટર 

 

એજ્યુકેશન કોન્ફરન્સ 


સ્વામી આત્મપવિત્રનંદ - વાઇસ ચાન્સેલર, રામકિશ્ના વિવેકાનંદ યુનિવર્સિટી 
- સ્વામી મિત્રાનંદ - આચાર્ય, ચિન્મસ યુનિવર્સિટી 
-  ગોવિંદસ્વામી વિશ્વનાથ - ફાઉન્ડર ચાન્સેલર, વેલોર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી 
- પ્રો. વિજયનુર એસ રામચંદ્રન - પ્રોફેસર અને ડાયરેક્ટર, સેન્ટરપ ફોર બ્રેઇન એન્ડ કોગ્નિશન, યુસીએસડી, યુએસએ 
- રાહુલ કારડ - વાઇસ પ્રેસિડન્ટ અને ટ્રસ્ટી, એમઆટી ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂશન 
- રાજીવ મલ્હોત્રા - ઇન્ડિયન-અમેરિકન ઓથર ફાઉન્ડર, ધ ઇન્ફિનિટી ફાઉન્ડેશન 

 

મીડિયા કોન્ફરન્સ 


- રિચાર્ડ ગેર - અમેરિકન એક્ટર, હ્યુમનિટેરિયન એક્ટિવિસ્ટ 
- મધુર ભંડારકર - પદ્મશ્રી ફિલ્મ ડાયરેક્ટર, સ્ક્રિપ્ટ રાઇટર અને પ્રોડ્યુસર 
- અક્ષય જાવદેકર - રાઇઝિંગ સ્ટાર, પ્રોડ્યુસ મૂવી ફોર એમેઝોન 
- પરમાચાર્ય સદાસિવનાથ સ્વામી - એડિટર ઇન ચીફ, હિન્દુઇઝમ ટૂડે 
- રાધા ભારદ્વાજ - હોલિવૂડ ડાયરેક્ટર 

 

યૂથ કોન્ફરન્સ 


- હિંમાશુ ગુલાટી - સ્ટેટ સેક્રેટરી, મિનિસ્ટર ઓફ જસ્ટીસ, નોર્વે 
- આદિત્ય પટવર્ધન - ડાયરેક્ટર, પ્રોડ્યુસર, સ્ક્રિપ્ટ રાઇટર, યુએસએસ 
- દ્વષ્ટી મે - પ્રેસિડન્ટ નેશનલ હિન્દુ સ્ટુડન્ટ ફોરમ, યુકે 
- ગોપાલ પટેલ - ડાયરેક્ટર ભૂમિ પ્રોજેક્ટ, યુકે 
- મયુરી પરમાર - ડાયરેક્ટર કન્ઝર્વેટિવ ફ્રેન્ડસ ઓફ ઇન્ડિયા, યુકે 
- કેરોલિના ગોસ્વામી - ફાઉન્ડર, એડિટર ઇન્ડિયા ઇન ડિટેલ્સ

X
(તસવીરઃ વર્લ્ડ હિંદુ કોંગ્રેસ 2014નું ઉદ્ધાટન સેશન. આ કોન્ફરન્સનું આયોજન 21-23 નવેમ્બર 2014ના રોજ અશોક હોટેલ, નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.)(તસવીરઃ વર્લ્ડ હિંદુ કોંગ્રેસ 2014નું ઉદ્ધાટન સેશન. આ કોન્ફરન્સનું આયોજન 21-23 નવેમ્બર 2014ના રોજ અશોક હોટેલ, નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.)
રજિસ્ટ્રેશન ફીમાં તમામ રજિસ્ટ્રેશન મટિરિયલ અને ભોજનનો સમાવેશ થાય છે.રજિસ્ટ્રેશન ફીમાં તમામ રજિસ્ટ્રેશન મટિરિયલ અને ભોજનનો સમાવેશ થાય છે.
આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે અર્લી બર્ડ રજિસ્ટ્રેશનની તારીખ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે અર્લી બર્ડ રજિસ્ટ્રેશનની તારીખ 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App