તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગોવર્ધનધામ હવેલીના નિર્માણનું આયોજન | Vallabh Youth Organisation To Hold Vaishnav Convention In USA

અમેરિકાના ન્યૂજર્સીમાં બનશે ગોવર્ધનધામ હવેલી, જુલાઈમાં યોજાશે વૈષ્ણવ સંમેલન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એનઆરજી ડેસ્કઃ અમેરિકાના ન્યૂજર્સી ખાતે 6થી 8 જુલાઈ દરમિયાન આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સમારંભ યોજાશે. આ સમારંભનું આયોજન શહેરના વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશન (VYO)એ કર્યું છે. સમારંભનો હેતુ વિદેશમાં વસતા વિવિધ ભારતીય સંગઠનોને એકત્રિત કરવાનો છે. આ સમારંભમાં દેશ-વિદેશમાં રહેતા 1 લાખ વૈષ્ણવો લાભ લેશે.

 

ન્યૂજર્સીના રેરીટન કન્વેશન સેન્ટર ખાતે યાજાશે આ મહોત્સવ

 

- આ અંગે વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજીએ જણાવ્યું હતું કે, યુએસએના ન્યૂજર્સીમાં આવેલા રેરીટન કન્વેશન સેન્ટર ખાતે આ મહોત્સવ યોજાશે.

- ત્રિ-દિવસીય મહોત્સવમાં યુવાનો અને બાળકો માટે જ્ઞાનલક્ષી શિબિર, યુવાનો માટે સોશીયલ સ્પીરીચ્યુલ નેટવર્કીંગ, બાળકો માટે વેશભૂષા, વલ્લભકુળ સંમેલશ સહિતના કાર્યક્રમો યોજાશે.

 

સંમેલનની સાથે-સાથે યોજાશે કથાકાર રમેશભાઈ ઓઝાની કથા

 

- મહોત્સવ વિશે વધુ વિગતો આપતા વ્રજરાજકુમારજીએ કહ્યું હતું કે સમારંભમાં હરિધામ સોખડાના સંત હરીપ્રસાદ સ્વામી, ચિદાનંદજી મુની, ભૈયુજી મહારાજ, જશભાઇ સાહેબ, લોકેશમુનીજી, ભારત સંત સભા અધ્યક્ષ અવિચલદાસજી મહારાજ અને પરમાત્માનંદજી ઉપસ્થિત રહેશે. 
- આંતરાષ્ટ્રીય સમારંભ પહેલા 29 જૂનથી સાત દિવસ સુધી કથાકાર રમેશભાઈ ઓઝાની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. 
- કથા દરમિયાન વિવિધ મનોરથોની પણ ઉજવણી કરવામાં આવશે.

 

આગળની સ્લાઈડ્સમાં જાણો, વિશાળ જગ્યામાં ગોવર્ધનધામ હવેલીના નિર્માણનું આયોજન... 

અન્ય સમાચારો પણ છે...