• Home
  • NRG
  • USA
  • 30 year old US church to be converted into swaminarayan hindu temple

US / / અમદાવાદના સ્વામિનારાયણ ગાદી સંસ્થાને 11.19 કરોડમાં ખરીદ્યું 30 વર્ષ જૂનું ચર્ચ, હવે મંદિર બનશે

વર્જિનિયા સ્થિત ચર્ચ, જેને સ્વામિનારાયણ મંદિરમાં બદલવામાં આવશે
વર્જિનિયા સ્થિત ચર્ચ, જેને સ્વામિનારાયણ મંદિરમાં બદલવામાં આવશે

divyabhaskar.com

Dec 27, 2018, 12:31 PM IST

- આ યુએસમાં છઠ્ઠુ અને વિશ્વનું 9મુ ચર્ચ છે, જેને સ્વામિનારાયણ મંદિરમાં બદલવામાં આવી રહ્યું છે.
- વર્જિનિયામાં ભગવાન સ્વામિનારાયણનું આ પહેલું મંદિર હશે


એનઆરજી ડેસ્કઃ અમેરિકાના એક 30 વર્ષ જૂના ચર્ચને સ્વામિનારાયણ મંદિરમાં પરિવર્તિત કરવામાં આવશે. આ ચર્ચ વર્જિનિયા રાજ્યના પોર્ટ્સમાઉથ શહેરમાં આવેલું છે. વર્જિનિયામાં આ પહેલું સ્વામિનારાયણ મંદિર હશે. અમદાવાદના સ્વામિનારાયણ ગાદી સંસ્થાને આ ચર્ચ ખરીદ્યું છે. સંસ્થાનના મહંત ભગવત પ્રિયદાસ સ્વામીએ જણાવ્યું કે, ચર્ચને અંદાજિત 1.6 મિલિયર ડોલર (11.19 કરોડ રૂપિયા)માં ખરીદવામાં આવ્યું છે.

વર્જિનિયામાં 10,000થી વધુ ગુજરાતી


- મહંત ભગવત પ્રિયદાસ સ્વામીએ જણાવ્યું કે, વર્જિનિયામાં અંદાજિત 10 હજારથી વધુ ગુજરાતીઓ રહે છે. જે મૂળ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના નિવાસી છે.
- આ અમેરિકાનું છઠ્ઠું અને વિશ્વનું નવમુ ચર્ચ હશે, જેને સ્વામિનારાયણ મંદિરમાં પરિવર્તિત કરવામાં આવશે.
- અમેરિકામાં કેલિફોર્નિયા, લુઇસવિલે, પેન્સિલવેનિયા, લોસ એન્જલસ અને ઓહાયોના ચર્ચને મંદિરોમાં બદલવામાં આવ્યા છે. બ્રિટનમાં લંડન અને માનચેસ્ટરમાં બે ચર્ચને મંદિરોમાં બદલવામાં આવ્યા છે.
- કેનેડાના ટોરન્ટોમાં સ્વામિનારાયણ સંસ્થાને 125 વર્ષ જૂની સંપત્તિ ખરીદી છે. તેને પણ મંદિરમાં બદલવામાં આવશે.

X
વર્જિનિયા સ્થિત ચર્ચ, જેને સ્વામિનારાયણ મંદિરમાં બદલવામાં આવશેવર્જિનિયા સ્થિત ચર્ચ, જેને સ્વામિનારાયણ મંદિરમાં બદલવામાં આવશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી