• Home
  • NRG
  • USA
  • An 18 year old class 12 student was tracked and questioned by Uttar Pradesh ATS

બિટકોઇનમાં 3000 ડોલર ગુમાવતા ભારતીય વિદ્યાર્થીએ આપી મિયામી એરપોર્ટ ઉડાવવાની ધમકી

એટીએસએ એફબીઆઇને મળેલું આઇપી ટ્રેસ કરીને આરોપીનું લોકેશન શોધ્યું. (ફાઇલ)
એટીએસએ એફબીઆઇને મળેલું આઇપી ટ્રેસ કરીને આરોપીનું લોકેશન શોધ્યું. (ફાઇલ)

divyabhaskar.com

Nov 04, 2018, 12:49 PM IST

ઇન્ટરનેશનલ ડેસ્કઃ ઉત્તર પ્રદેશ પોલીસે જાલૌન જિલ્લાના ઉરઇથી 12મા ધોરણમાં અભ્યાસ કરતાં એક વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આ વિદ્યાર્થી પર અમેરિકા સ્થિત મિયામી ઇન્ટરનેશનલ એરપોર્ટને ઉડાવવાની ધમકી આપવાનો આરોપ છે. પ્રદેશના પોલીસ મહાનિર્દેશક ઓપી સિંહે જણાવ્યું કે, એફબીઆઇએ આ મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને જાણકારી આપી હતી. ત્યારબાદ એટીએસએ સ્થાનિક પોલીસની મદદથી આરોપી સ્ટુડન્ટની ધરપકડ કરી લીધી.

આરોપીએ ફૅક આધાર કાર્ડ પણ બનાવ્યું હતું


- ડીજીપી અનુસાર, સ્ટુડન્ટે નકલી ઇમેલ એકાઉન્ટ બનાવવા માટે નકલી આધાર કાર્ડ પણ બનાવ્યું હતું. પૂછપરછ બાદ આરોપીનું કોમ્પ્યુટર અને ફોન જપ્ત કરી લેવામાં આવ્યો હતો.
- ડીજીપીએ જણાવ્યું કે, આરોપીની ઉંમર માત્ર 18 વર્ષ ત્રણ મહિના છે.
- એટીએસ ડાયરેક્ટર અસીમ અરુણે જણાવ્યું કે, અમને અમારી સહયોગી એજન્સી પાસેથી સુચના મળી હતી કે, કોઇ ભારતીય મિયામી એરપોર્ટના અધિકારીઓને વારંવાર ફોન કરી રહ્યો છે. સાથે તેઓને એકે-47 અને ગ્રેનેડ હુમલાની ધમકી આપી રહ્યો છે.
- આરોપીએ એરપોર્ટ અધિકારીઓને કહ્યું હતું કે, તે બુલેટપ્રૂફ જેકેટની સાથે આવશે અને એરપોર્ટ પર જનસંહાર કરશે. આરોપી આ કોલ આઇપીના માધ્યમથી કરી રહ્યો હતો.
- એટીએસએ આઇપી એડ્રેસ ટ્રેસ કરીને આરોપીની ધરપકડ કરી લીધી. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, તેણે પિતા પાસેથી પૈસા લઇને અંદાજિત 5 મહિના પહેલાં એક હજાર ડોલરના બિટકોઇન ખરીદ્યા હતા.
- કિંમત વધવા પર બિટકોઇનની કિંમત ત્રણ હજાર ડોલર થઇ ગઇ. આ સમય દરમિયાન એક વ્યક્તિએ સ્ટુડન્ટના તમામ બિટકોઇન લઇ ઠગાઇ કરી હતી. ત્યારબાદ સ્ટુડન્ટે 2 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી એફબીઆઇને કોલ કર્યો અને મદદ માટે અપીલ કરી. એફબીઆઇએ સહયોગ નહીં મળ્યા બાદ તેણે મિયામી એરપોર્ટને ઉઢાવી દેવાની ધમકી આપી.

X
એટીએસએ એફબીઆઇને મળેલું આઇપી ટ્રેસ કરીને આરોપીનું લોકેશન શોધ્યું. (ફાઇલ)એટીએસએ એફબીઆઇને મળેલું આઇપી ટ્રેસ કરીને આરોપીનું લોકેશન શોધ્યું. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી