• Home
  • NRG
  • USA
  • unknown person vandalise swaminarayan temple and spray a ink on god in louise ville of america

તોડફોડ / અમેરિકામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભગવાનનું મુખ શાહીથી કાળું કર્યું

unknown person vandalise swaminarayan temple and spray a ink on god in  louise ville of america
X
unknown person vandalise swaminarayan temple and spray a ink on god in  louise ville of america

  • કેન્ટકીના લુઈવિલે ટાઉનના સ્વામિ. મંદિરની દીવાલ પર સ્પ્રેથી લખ્યું,' જીસસ જ ભગવાન છે' 
  • સમગ્ર મામલો હિંદુ વિરુદ્ધ ખ્રિસ્તી કરવાનો પ્રયાસ

divyabhaskar.com

Jan 31, 2019, 10:05 PM IST
એનઆરજી ડેસ્કઃ અમેરિકાના કેન્ટકી વિસ્તારમાં આવેલા લુઈવિલે ટાઉનમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરાઈ છે. ધાર્મિક નફરત ફેલાવાની ભાવનાથી થયેલી આ તોડફોડમાં ભગવાન સ્વામિનારાયણના ચહેરા પર કાળો સ્પ્રે છાંટી મુખ કાળુ કરી દેવાયું છે. પ્રાપ્ત વિગતો મુજબ, અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં તોડફોડ કરવાની સાથે દીવાલ પર સ્પ્રેથી લખ્યું,' જીસસ જ ભગવાન છે' અજાણ્યા શખ્સોએ છરી વડે ખુરશીમાં તોડફોડ કરી હતી. 

મંદિર પરિસરમાં ખુરશીમાં છરી ઘુસાડી ડરનો માહોલ ઊભો કરવા પ્રયાસ

1. ખ્રિસ્તી ધર્મના પ્રતીક ક્રોસનું નિશાન બનાવ્યું
આ ઘટનાને પગલે લુઈવિલેના મેયરે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આપણે સમાજ તરીકે હજુ જવાબદાર નથી. માત્ર એટલું જ નહીં, હુમલાખોરોએ છરીને મંદિરના પરિસરમાં મૂકેલી એક ખુરશીમાં ઘુસાડીને ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ કાળા સ્પ્રે દ્વારા મંદિરના એક દરવાજા પર ખ્રિસ્તી ધર્મના પ્રતીક ક્રોસનું નિશાન બનાવી સમગ્ર મામલો હિંદુ વિરુદ્ધ ખ્રિસ્તી કરવાનો પ્રયાસ કરાયો હતો.
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી