• Home
  • NRG
  • USA
  • UK-USA, Navratris worth Rs,1 crores of Barodyian groups in Africa

UK-USA અને આફ્રિકામાં થતી નવરાત્રિથી બરોડાના ગૃપોની 1 કરોડની કમાણી, ઇગ્લેન્ડમાં સૌથી વધુ કાર્યક્રમો થાય

અહીં નવરાત્રી નવ રાત્રીની હોય છે પણ વિદેશના ગરબા આયોજકો માસિક પગાર પર જ આર્ટિસ્ટ્સને પોતાના દેશમાં રાખે છે

DivyaBhaskar.com | Updated - Oct 12, 2018, 01:56 AM
UK-USA, Navratris worth Rs,1 crores of Barodyian groups in Africa

વડોદરા: વિદેશમાં વસતા ગુજરાતીઓ નવરાત્રીની ઉજવણી માટે ગુજરાતી ગરબા ગાયકો અને ગ્રૂપોને પોતાના દેશ-શહેરમાં બોલાવતા હોય છે. વડોદરાના ગાયકો અને ગ્રૂપ્સનો પણ તેમાં સમાવેશ થતો હોય છે. વડોદરાથી ઘણા વર્ષોથી સંખ્યાબંધ કલાકારો નવરાત્રી દરમિયાન કે પછી વિદેશમાં ગરબા માટે જતાં હોય છે. આ વર્ષે એક અંદાજ મુજબ 200 ગરબા આર્ટિસ્ટ યુકે(ઇંગ્લેન્ડ). યુએસએ અને આફ્રિકા જવાના છે. આજથી 25-30 વર્ષ અગાઉ જમાનો હતો. જ્યારે ગ્રૂપ વિદેશમાં જઇને બે-પાંચ કાર્યક્રમ કરીને પરત ફરતું હતું.

હવે આયોજકો આર્ટિસ્ટ-ગ્રૂપ લાંબો સમય રોકાઇને વધુને વધુ શહેરો અને સ્થ‌ળોએ નવરાત્રી ગરબામાં પર્ફોર્મન્સ આપે તે માટે પ્રયાસ કરતાં હોય છે. તેથી પોતાના અાયોજન અગાઉ આર્ટિસ્ટ્સનો સંપર્ક કરીને મહિનાના પગાર જ નક્કી કરી નાંખે છે. આ પગાર આર્ટિસ્ટ્સને આખો જ મળે છે. જો આર્ટિસ્ટ પાસે વિઝા હોય તો તે વધુ પગારની અપેક્ષા રાખતો હોય છે. કારણ કે જે તે દેશની ફ્લાઇટ્સની ટિકિટો, રહેવા-જમવાની, પાસપોર્ટ વિઝાની તમામ કાર્યવાહીનો ખર્ચ આયોજકો જ ઉઠાવતા હોય છે. નવરાત્રીના એક જ મહિનામાં બરોડિયન ગ્રૂપ્સ એક કરોડ રૂપિયાની કમાણી કરી લેતાં હોય છે. આ મહિનાઓ દરમિયાન તેઓ વિદેશ જાય તે અગાઉ વિદેશમાં નવરાત્રી ગરબા આયોજકો દ્વારા એડવાન્સ નાણાં પણ અપાય છે. જે કાર્યક્રમો થયા બાદ એટલા નાણા કાપીને અપાતા હોય છે. કેટલાક આર્ટિસ્ટ નવરાત્રી કરવા જાય તો તેની સાથે સ્ટેજ કાર્યક્રમો પણ કરીને આવે છે.

સિંગર્સને મહિને રૂ.60 હજારથી એક લાખ, જ્યારે ઢોલ-ઢોલક આર્ટિસ્ટને રૂ.30 હજાર


વિદેશમાં જો ગ્રૂપ જાય તો દરેક સભ્યને તેના કામ અને અાવડત મુજબ પગાર મળે છે. સિંગર્સને મહિને રૂ.60 હજારથી માંડીને રૂ.1 લાખ સુધીનો પગાર ઓફર થાય છે. જો સારા સિંગર્સને પાંચથી 6 લાખ પણ અપાય છે. ઢોલ-ઢોલક વગાડતા આર્ટિસ્ટને રૂ.20થી 30 હજાર પગાર મળે છે. મુંબઇ કે અન્ય શહેરોના ગ્રૂપમાં પણ વડોદરાના આર્ટિસ્ટ જોડાઇને જતા હોય છે.

UKમાં કાર્યક્રમો અને ફાયદો વધુ

અમેરિકા, યુકે(લંડન) કે આફ્રિકા જ્યાં જાઓ ત્યાં પગાર તો વધતે ઓછે અંશે એક જ હોય છે. પણ ઇંગ્લેન્ડમાં કાર્યક્રમો વધુ હોય છે પણ સામે ત્યાંના ગરબા ચાહકો ‘ટીપ’ પણ આપતાં હોય છે. તેથી વધુ કાર્યક્રમોનો થાક અનુભવાતો નથી. આ ટીપમાંથી 30 ટકા રકમ આયોજકો રાખી લેતા હોય છે જ્યારે બાકીની 70 ટકા રકમ ગ્રૂપમાં વહેંચાઇ જતી હોય છે. એમ એક આર્ટિસ્ટે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું.

X
UK-USA, Navratris worth Rs,1 crores of Barodyian groups in Africa
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App