ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Two Indians Plead Guilty to Smuggling Phony Cigarettes Into US

  અમેરિકામાં બે ગુજરાતીઓએ નકલી સિગારેટ ઘૂસાડવા બદલ થશે 5 વર્ષની જેલ

  divyabhaskar.com | Last Modified - Feb 05, 2018, 06:02 PM IST

  અમેરિકામાં નકલી સિગારેટ ઘુસાડવા ષડયંત્ર રચનાર બે ભારતીયો અને ભારતસ્થિત કંપનીએ તેનો ગુનો કબુલ્યો હતો
  • અમેરિકામાં બે ગુજરાતીઓએ નકલી સિગારેટ ઘૂસાડવા બદલ થશે 5 વર્ષની જેલ
   અમેરિકામાં બે ગુજરાતીઓએ નકલી સિગારેટ ઘૂસાડવા બદલ થશે 5 વર્ષની જેલ

   વોશિંગ્ટનઃ અમેરિકામાં નકલી સિગારેટ ઘુસાડવા ષડયંત્ર રચનાર બે ભારતીયો અને ભારતસ્થિત કંપનીએ તેનો ગુનો કબુલ્યો હતો. ફેડરલ વકીલોએ કહ્યું હતું કે નકલી સિગારેટ પર અમેરિકન કંપની ન્યુપોર્ટનું વેપારનું નામ અને બ્રાન્ડ લખેલું હતું જેને ઓળખવું મુશ્કેલ હતું.


   અભિષેક શુકલ અને હરિશ શાબભાઇ પંચાલને દરેકને પાંચ પાંચ વર્ષની જેલ અને ૨૫૦,૦૦૦ લાખ ડોલરનો દંડ થશે. ઉપરાંત પાંચ વર્ષ નજર કેદ.ભારતસ્થિત કંપની જ્યુબિલી ટોબેકો ઇન્ડસ્ટ્રીઝ કોર્પો.પર પાંચ લાખ ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. એકરારનામામાં કંપનીએ અમેરિકાને ત્રણ લાખ ડોલર જતા કરવા તૈયારી બતાવી હતી. તેમની સજાનો ઓર્ડર ૧૨ ફેબુ્રઆરીએ આપવામાં આવશે.ત્રણેએ નકલી સિગારેટ બનાવી ગ્રાહકોને અને કંપનીને છેતરવા, તેમને ગેરમાર્ગે દોરવા, નકલી માલ વેચવા અને કંપનીને નુકસાન પહોંચાડવા ષડયંત્ર ઘડયો હોવાની કબુલાત કરી હતી.ન્યુપોર્ટ બ્રાન્ડની સિગારેટનું નામ અને તેનો માર્ક યુનાઇટેડ સ્ટેટ્સ પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસમાં નોંધાયેલ છે. યુનાઇટેડ કોડની કલમ ૩૭૧ ટાઇટલ ૧૮નો ભંગ કરીને નકલી સિગારેટ બનાવવામાં આવી હતી.

   નોંધઃ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે થયો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Two Indians Plead Guilty to Smuggling Phony Cigarettes Into US
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  X
  Top