• Home
  • NRG
  • USA
  • attacks on gujarati living in america has been increasing

US: લૂંટારૂઓના સોફ્ટ ટાર્ગેટ બન્યા ગુજરાતીઓ; સ્ટોર માલિક લૂંટાયો, મહિલા પર હુમલો

ગત અઠવાડિયે મહેસાણા જિલ્લાના એક યુવાનની સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી

divyabhaskar.com | Updated - Aug 22, 2018, 05:24 PM
અમેરિકાના સાઉથ કોરાલિનાના ગ્રિનવિલ શહેરમાં એક ગુજરાતી સ્ટોર માલિકને લૂંટવામાં આવ્યો છે.
અમેરિકાના સાઉથ કોરાલિનાના ગ્રિનવિલ શહેરમાં એક ગુજરાતી સ્ટોર માલિકને લૂંટવામાં આવ્યો છે.

એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં વસતા ગુજરાતીઓ પર હુમલાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. ગત અઠવાડિયે મહેસાણા જિલ્લાના એક યુવાનની સ્ટોરમાં ગોળી મારીને હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો. આજે વધુ બે ગુજરાતીઓને ટાર્ગેટ કર્યા હોવાના સમાચાર છે. બંને ઘટનાઓના સીસીટીવી પણ સામે આવ્યા છે. છેલ્લાં વર્ષમાં બનતી ઘટનાઓ પરથી લાગી રહ્યું છે કે, અમેરિકામાં હવે ગુજરાતીઓ અને ભારતીયો લૂંટારૂઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની ગયા છે.

કેનેડામાં કેવું છે ગુજરાતીઓનું જીવન? કાઠિયાવાડી યુવાનનો વીડિયો થયો વાઇરલ

સ્ટોર માલિકને ગન બતાવી કરી લૂંટ


- પહેલી ઘટનામાં અમેરિકાના સાઉથ કોરાલિનાના ગ્રિનવિલ શહેરમાં એક ગુજરાતી સ્ટોર માલિકને લૂંટવામાં આવ્યો છે. માલિકે લૂંટારૂને તમામ રોકડ આપી દેતા તેનો જીવ બચી ગયો છે.
- સીસીટીવી ફૂટેજ આધારે એક વ્યક્તિ ગન સાથે સ્ટોરમાં પ્રવેશ કરે છે. સ્ટોરમાં બે ગ્રાહકોની હાજરી હોવાથી તે થોડાં સમય માટે ચૂપચાપ ઉભો રહે છે.
- બંને ગ્રાહકો સ્ટોરની બહાર નિકળતાની સાથે જ તે સ્ટોર માલિક પાસે જઇ તેની સામે ગન મુકી દે છે. સ્ટોર માલિકે કોઇ પ્રતિકાર કર્યા વગર તેને તમામ કૅશ આપી દેતા તેનો જીવ બચી ગયો હતો.


UK: દીકરી ગુમાવનાર ગુજરાતી પરિવારની વ્યથા; 'પતિએ ગે હોવાનું છૂપાવ્યું ન હોત તો આજે અમારી દીકરી જીવતી હોત'


મહિલાનું પર્સ ઝૂંટવી નાસવાનો પ્રયાસ


- બીજી ઘટનામાં એક ગુજરાતી મહિલા પોતાની કારમાંથી બહાર નિકળી કોઇ સ્ટોરમાં જઇ રહી હતી તે દરમિયાન એક લૂંટારૂએ તેના ઉપર હુમલો કરી દીધો હતો.
- જો કે, સ્ટોર પર હાજર સિક્યોરિટીએ હિંમત કરીને લૂંટારુને નીચે પછાડી દીધો હતો. મહિલાએ પણ હિંમત બતાવતા તેણે અંત સુધી પર્સ છોડ્યું નહતું.
- આ દરમિયાન લૂંટારૂનો અન્ય સાથી કાર લઇને આવી પહોંચ્યો હતો અને તેણે મહિલા તેમજ સિક્યોરિટી પર હુમલો કર્યો હતો. જો કે, સિક્યોરિટી અને મહિલાએ પ્રતિકાર કરતા તે ત્યાંથી ગાડી લઇને ભાગી ગયો હતો. અન્ય એક લૂંટારૂને લોકોએ પકડી પાડ્યો હતો.

ઇન્ડિયન રેસ્ટોરાંમાં ડિનર બાદ અમેરિકને FB પર લખ્યું, કદાચ અલ-કાયદાને પૈસા આપી રહ્યો છું!

આગળની સ્લાઇડ્સમાં જુઓ, સીસીટીવી ફૂટેજની વધુ તસવીરો...

મહિલા પોતાની કારમાંથી બહાર નિકળી કોઇ સ્ટોરમાં જઇ રહી હતી તે દરમિયાન એક લૂંટારૂએ તેના ઉપર હુમલો કરી દીધો હતો.
મહિલા પોતાની કારમાંથી બહાર નિકળી કોઇ સ્ટોરમાં જઇ રહી હતી તે દરમિયાન એક લૂંટારૂએ તેના ઉપર હુમલો કરી દીધો હતો.
મહિલાએ પણ હિંમત બતાવતા તેણે અંત સુધી પર્સ છોડ્યું નહતું.
મહિલાએ પણ હિંમત બતાવતા તેણે અંત સુધી પર્સ છોડ્યું નહતું.
X
અમેરિકાના સાઉથ કોરાલિનાના ગ્રિનવિલ શહેરમાં એક ગુજરાતી સ્ટોર માલિકને લૂંટવામાં આવ્યો છે.અમેરિકાના સાઉથ કોરાલિનાના ગ્રિનવિલ શહેરમાં એક ગુજરાતી સ્ટોર માલિકને લૂંટવામાં આવ્યો છે.
મહિલા પોતાની કારમાંથી બહાર નિકળી કોઇ સ્ટોરમાં જઇ રહી હતી તે દરમિયાન એક લૂંટારૂએ તેના ઉપર હુમલો કરી દીધો હતો.મહિલા પોતાની કારમાંથી બહાર નિકળી કોઇ સ્ટોરમાં જઇ રહી હતી તે દરમિયાન એક લૂંટારૂએ તેના ઉપર હુમલો કરી દીધો હતો.
મહિલાએ પણ હિંમત બતાવતા તેણે અંત સુધી પર્સ છોડ્યું નહતું.મહિલાએ પણ હિંમત બતાવતા તેણે અંત સુધી પર્સ છોડ્યું નહતું.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App