Home » NRG » USA » Top Indian Americans in entertainment industry in 2017

2017માં હોલીવુડમાં છવાઇ ગયા આ ભારતીયો, જાણો કોણ છે આ લિસ્ટમાં

Divyabhaskar.com | Updated - Jan 02, 2018, 03:18 PM

અઝીઝ અન્સારીને સપ્ટેમ્બરમાં આયોજિત એમ્મી એવોર્ડઝમાં તેમના નેટફ્લિક્સના શો માસ્ટર ઓફ નોન માટે 4 કેટેગરીમાં નોમિનેશન મળ્યુ

 • Top Indian Americans in entertainment industry in 2017
  +5બીજી સ્લાઈડ્સ જુઓ

  એનઆરજી ડેસ્કઃ 2017નું વર્ષ વિદાય લઇ ચૂક્યું છે. પરંતુ ગત વર્ષમાં અમેરીકાની મનોરંજન ઇન્ડસ્ટ્રીઝમાં કેટલાક ભારતીયોને એવોર્ડ મળ્યા તો કેટલાક પોતાના દમ પર છવાઇ ગયા. અહીં અમે આપને એવા ટોપ ભારતીયોનું લિસ્ટ બતાવીશું જેમની 2017માં અમેરિકામાં નોંધ લેવામાં આવી છે.

  અઝીઝ અન્સારી

  અઝીઝ અન્સારીને સપ્ટેમ્બરમાં આયોજિત એમ્મી એવોર્ડઝમાં તેમના નેટફ્લિક્સના શો માસ્ટર ઓફ નોન માટે 4 કેટેગરીમાં નોમિનેશન મળ્યું. એટલું જ નહીં તેમને આઉટ સ્ટેન્ડિંગ રાઇટિંગ ફોર કોમેડી સીરિઝ માટે એમ્મી એવોર્ડ પણ મળ્યો. આ એવોર્ડ તેમને ફર્સ્ટ સીઝનના થેંક્સ ગીવિંગ એપિસોડ માટે મળ્યો. આ ઉપરાંત, અઝીઝ ગોલ્ડન ગ્લોબ એવોર્ડઝ માટે બેસ્ટ ટીવી મુવી અને લિમિટેડ રિલીઝ અને બેસ્ટ ટીવી સીરિઝ, મ્યુઝિકલ અને કોમેડી એમ 3 કેટેગરી માટે નોમિનેટ થયા.

 • Top Indian Americans in entertainment industry in 2017
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  દેવ પટેલ


  દેવ પટેલને તેમની ડેબૂ ફિલ્મ સ્લમડોગ મીલિયોનર માટે 2017નો એશિયન ગેમ ચેન્જર એવોર્ડ મળ્યો. તો 2017ના પ્રારંભે લાયન ફિલ્મમાં ઉમદા એક્ટિંગ માટે એકેડમી એવોર્ડમાં બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે દેવ પટેલનું નોમિનેશન થયું. લોસ એન્જેલસ અને યૂકે વચ્ચે પોતાનો મોટાભાગનો સમય વિતાવતા દેવ પટેલે હોટલ મુંબઇ નામની ફિલ્મમાં કામ કર્યું. જે 2008ની મુંબઇ હુમલા પર આધારીત ફિલ્મ છે. આ ઉપરાંત, તેઓ માઇકલ વિન્ટરબોટમ્સની ધ વેડિંગ ગેસ્ટમાં પણ કામ કરી રહ્યા છે. 

 • Top Indian Americans in entertainment industry in 2017
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  લીલી સિંઘ 


  યૂટ્યૂબમાં પોતાનો જલવો પાથરી રહેલી લીલી સિંઘ ભારતીય મૂળની કેનેડિયન નાગરીક છે. લીલી સિંઘની ડેબૂ બુક‘How to Be a Bawse: A Guide to Conquering Life’ 28 માર્ચે રીલીઝ થઇ. ઓનલાઇન સુપર વુમન તરીકે ઓળખાતી લીલી સિંઘના 11 મીલિયન સબ્સ્ક્રાઇબર્સ છે અને યુ-ટ્યૂબ પર સૌથી વધુ કમાતી મહિલા છે. ફોર્બ્સ અનુસાર લીલી સિંઘને 2017માં 7.5 મિલિયન ડોલર યુ-ટ્યૂબથી ઈન્કમ થઇ હતી. આ ઉપરાંત, સિંઘની ફોર્બ્સ મેગેઝિનના ટોપ ઇન્ફ્લુઅન્સર્સ લિસ્ટ ઇન એન્ટરટેન્મેન્ટ કેટેગરીમાં નંબર 1 સ્થાન મળ્યું છે.  

 • Top Indian Americans in entertainment industry in 2017
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  ડીજે રેખા


  ન્યૂયોર્કની ડીજે રેખા તેના પંજાબી સોન્ગ મુડિઆ તુ બચ કે માટે જાણીતી બની. રેખાએ 1997માં બેઝમેન્ટ ભાંગડાની શરૂઆત કરી જ્યારે તે ભારતથી ઇમિગ્રાન્ટ્સ તરીકે અમેરિકા આવી હતી. તેના હિપ-હોપ અને ભાંગડા ફ્યૂઝન પર ન્યૂયોર્કવાસીઓ ડોલી રહ્યા છે. 

 • Top Indian Americans in entertainment industry in 2017
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  માનુષી છિલ્લર


  માનુસી છિલ્લરને 2017માં મિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો છે. છિલ્લર મૂળ હરિયાણાની છે અને તે મિસ વર્લ્ડ ટાઇટલ જીતનારી છઠ્ઠી ભારતીય છે. પ્રિયંકા ચોપરાએ આ ટાઇટલ 2000માં મેળવ્યું હતું. કયા વ્યવસાયમાં સૌથી વધુ પગાર આપવાની જરૂર છે તેવા એક સવાલના જવાબમાં માનુષીએ જણાવ્યું હતું કે એક માતા આના માટે પૂર્ણરીતે હકદાર છે. 

 • Top Indian Americans in entertainment industry in 2017

  પ્રિયંકા ચોપરા


  પ્રિયંકા ચોપરાએ 2017માં બેવોચથી હોલીવુડમાં એન્ટ્રી કરી. તેમજ એબીસીના શો ક્વોન્ટિકોમાં પણ કામ કરવાનું ચાલુ રાખ્યું. આ શો માટે પ્રિયંકાને પીપલ્સ ચોઇસ એવોર્ડ પણ મળ્યો છે. આ ઉપરાંત પ્રિયંકાએ યુએનમાં મહિલાઓના સશક્તિકરણ પર પ્રવચન આપ્યું. તેમજ ભારતમાં એસિડ એટેકનો ભોગ બનેલી મહિલાઓ માટે કામ કરવા બદલ ગ્લોબલ ગોલ્સ એવોર્ડ મળ્યો. પ્રિયંકા ચોપરાને સતત પાંચમી વખત એશિયાની સૌથી સેક્સિએસ્ટ મહિલાનું બિરુદ યુકેના એક મેગેઝિને આપ્યું. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ