US: જ્યોર્જિયામાં ટેરેસ પર લગ્ન કરવા માટે આ 5 જગ્યાઓ છે ફેમસ

50 કે 100 માળની ઉંચી બિલ્ડિંગ પર આ રીતે મેરેજ કરવાનો લ્હાવો પણ કંઇક અનેરો હોય છે.

divyabhaskar.com | Updated - Jan 30, 2018, 12:24 PM
Top 5 Rooftop Wedding Venues in Georgia, usa

એનઆરજી ડેસ્કઃ ભારતમાં હવે પ્રિ-વેડિંગ ફોટો અને વીડિયો શૂટનો ટ્રેન્ડ શરૂ થયો છે. જો કે મેરેજ કરવા માટે લોકો મોટા ભાગે પાર્ટી પ્લોટ, હોલ કે હોટલની પસંદગી કરતા હોય છે. પરંતુ યુએસમાં બિલ્ડિંગ કે હોટલની છત (ટેરેસ) પર મેરેજ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અમેરિકામાં ક્રિશ્ચિઅન કોમ્યુનિટી વધુ હોવાથી ત્યાં લિમિટેડ સંખ્યામાં માણસોને બોલાવીને છત પર વેડિંગનું આયોજન થતું હોય છે. 50 કે 100 માળની ઉંચી બિલ્ડિંગ પર આ રીતે મેરેજ કરવાનો લ્હાવો પણ કંઇક અનેરો હોય છે. પ્રેમ વ્યક્ત કરવા માટે પણ આવી જગ્યા પ્રેમીઓને વધુ અનુકૂળ આવતી હોય છે. જો કે ભારતમાં નાની-મોટી પાર્ટીઓ ટેરેસ પર અવશ્ય થાય છે તો કોઇકવાર લગ્નનો જમણવાર ટેરેસ પર ગોઠવાતો હોય છે. પરંતુ અમેરિકામાં તો લગ્ન પણ આકાશ જેટલી ઉંચાઇએ થાય છે તો આવો જાણીએ જ્યોર્જિયાના આવા જ કેટલાક વેડિંગ

ડેસ્ટિનેશન વેન્યૂ વિશે...

Top 5 Rooftop Wedding Venues in Georgia, usa

અંદાઝ સાવન્નાહઃ આ લગ્ન સેલિબ્રેટ કરવા માટેની એક પારંપારિક જગ્યા છે. અહીં ડિનર, પુલ સાઇડ કોકટેલ પાર્ટી કે રિસેપ્શનનું આયોજન થતું હોય છે. સાવ ન્નાહ હિપ એક હિસ્ટોરિક ડિસ્ટ્રીક્ટ છે જે તમારી રોમાન્સની પળોને એક નવી ઉંચાઇએ લઇ જશે. 

Top 5 Rooftop Wedding Venues in Georgia, usa

જ્યોર્જિયા થિએટર, એથેન્સ:  જ્યોર્જિયા થિએટર એ એથેન્સનું સૌથી જુનું અને ફેમસ મ્યુઝિક સ્થળ છે. 1889માં બંધાયેલા આ બિલ્ડિંગમાં મૂળતો ગ્રાઉન્ડ ફ્લોર પરથી છત સુધી રેકોર્ડ રૂમ હતો. પરંતુ 1918માં તે મેજેસ્ટિક હોટલ સાથેનું એલિટ થિએટર બન્યું. ઉપરના બે બાળ હોટલ છે. અહીં હોમથી ટેમ્પલ, ફર્નિચર સ્ટોર, મેથોડિસ્ટ ચર્ચ પણ છે. 

Top 5 Rooftop Wedding Venues in Georgia, usa

પીચટ્રી ક્લબ, એટલાન્ટા: રફટોપ વેડિંગ માટે આ બેસ્ટ ડેસ્ટિનેશન છે. અહીં જાણે છતને વાદળ અડતા હોય તેવું લાગે છે. અનેક યૂનિક ઇવેન્ટ્સ અહીં થાય છે. આ ક્લબની છત પરથી તમને સનસેટ, સ્ટોન માઉન્ટેનનો પેનોરેમિક વ્યૂ મળે છે. સાથે જ્યોર્જિયાનું ઠંડુ વાતાવરણ તમને એક રોમેન્ટિક વસ્તુનો અનુભવ કરાવે છે. ફેમિલી, ફ્રેન્ડ માટે આ એક પર્ફેક્ટ લોકેશન છે. 

Top 5 Rooftop Wedding Venues in Georgia, usa

રેનેસા એટલાન્ટા મિડટાઉન હોટલ, એટલાન્ટા: કોમ્યુનિટી સ્મિથના ગાર્ડનમાં તમારૂ સ્વાગત છે. અહીંની સુપરડુપર પાર્ટી ટોક ઓફ ધ ટાઉન હોય છે. કોમ્યુનિટ સ્મિથનો ગાર્ડન એટલાન્ટાની સ્કાઇલાયનનું એક આકર્ષક દ્શ્ય પૂરુ પાડે છે. સેમી પ્રાઇવેટ ડાઇનિંગ સ્પેસ તમને ગાર્ડન સેટિંગમાં મળી જાય છે. જે તમારી પળોને યાદગાર બનાવે છે. 

Top 5 Rooftop Wedding Venues in Georgia, usa

વેન્ટાનસ, એટલાન્ટા:  એટલાન્ટાના લુકી મેરીટ્ટા ડિસ્ટ્રીક્ટમાં પાર્ક એવન્યૂ પેવિલિયન બિલ્ડિંગમાં 14માં અને 15માં માળે આવેલું વેન્ટાનસ 9000 ચોરસ ફૂટની જગ્યામાં ફેલાયેલું ટેરેસ છે. જેમાં ઇનડોર અને આઉટડોર સ્પેસ છે.  વિશાળ જગ્યા, લાઇટિંગ અને ફ્લેક્સિબલ ડિઝાઇન તમને અહીં મળે છે. પછી 50 હોય કે 500 માણસો, તમને અહીં સિગ્નેચર ઇવેન્ટની મજા જરૂર આવશે. 

X
Top 5 Rooftop Wedding Venues in Georgia, usa
Top 5 Rooftop Wedding Venues in Georgia, usa
Top 5 Rooftop Wedding Venues in Georgia, usa
Top 5 Rooftop Wedding Venues in Georgia, usa
Top 5 Rooftop Wedding Venues in Georgia, usa
Top 5 Rooftop Wedding Venues in Georgia, usa
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App