Divya Bhaskar

Home » NRG » USA » વિદેશની ઘેલછા, સબંધીના ડોક્યુમેન્ટ પર પાસપોર્ટ કઢાવી મહિલા પહોચી US | The woman has reached a passport using a related document And Reach US

વિદેશની ઘેલછા, સબંધીના ડોક્યુમેન્ટ પર પાસપોર્ટ કઢાવી મહિલા પહોચી US

Divyabhaskar.com | Updated - Jul 02, 2018, 05:54 PM

દઢિયાળની મહિલાઓ બોગસ પાસપોર્ટ પર પોતાનો ફોટો લગાવી દીધો: કૌભાંડ આચરવા સંબંધીના ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો

  • વિદેશની ઘેલછા, સબંધીના ડોક્યુમેન્ટ પર પાસપોર્ટ કઢાવી મહિલા પહોચી US | The woman has reached a passport using a related document And Reach US
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    આ મામલે ભોગ બનનાર મહિલાએ ગાંધીનગર પોલીસ વડાને અરજી કરી હતી

    ગાંધીનગર: અમેરિકા જવા માટે લોકો અનેક પ્રકારના નુસખાઓ અજમાવતા હોય છે, એવામાં કબૂતરબાજીની મદદથી અમેરિકા જવાનું કૌભાંડ બહાર આવ્યું છે. માણસાના ચરાડ ગામની મૂળ રહેવાસી મહિલાના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી ખોટી સહીઓ તેમજ પોતાનો ફોટો લગાવીને એક અન્ય મહિલા પાસપોર્ટ કઢાવી લીધો હતો. વિસનગરના દઢીયાળ ગામની મહિલાના નામે 13 વર્ષ અગાઉ પાસપોર્ટ બની ગયો હતો. આ પાસપોર્ટ તેના જ કાકાની સાળની પુત્રીએ ખોટી સહી અને પાસપોર્ટ કઢાવી લીધો હોવાનું સામે આવ્યું છે. બોગસ સહી અને પાસપોર્ટ બનાવનારી આ મહિલા અમેરિકા પણ પહોંચી ગઇ છે.

    દસ્તાવેજ ભોગ બનનાર મહિલાના


    - આ મામલે ભોગ બનનાર મહિલાએ ગાંધીનગર પોલીસવડાને અરજી કરી હતી.

    - આથી સત્ય હકીકત જાણવા માટે ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને અરજીમાં યોગ્ય તપાસ કરવા માટે માંગ કરી હતી.

    - અરજીના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કરતા તેમાં સામે આવેલી હકીકત મુજબ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા હતા.

    - તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર પાસપોર્ટમાં તમામ દસ્તાવેજ અને સહી અમેરિકા પહોચાનારી મહિલાના સાબિત થયા છે.

    - દસ્તાવેજ ભોગ બનનારી મહિલાના જ હતા તેવું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

    મહિલાએ દસ્તાવેજો તખડાવી પાસપોર્ટ કાંડ આચર્યો


    - બોગસ પાસપોર્ટ બનાવી અમેરિકા ઉડી જનારી મહિલા ભોગ બનનારી મહિલાના કાકાની સાળીની દિકરી થાય છે.

    - ભોગ બનનાર મહિલાના કાકા અશ્વિનભાઇ ઉંમર લાયક હોવાથી તેઓના ધરે કામ કરવા માટે અવાર-નવાર આવતી હતી.

    - અશ્વિનભાઇનું મકાન સંયુક્ત હોવાથી ભોગ બનનાર મહિલાના ડોક્યુમેન્ટ તેમના પિયરમાં પડ્યા હતા અને આ ડોક્યુમેન્ટ ઇરાદા પૂર્વક ઉઠાવી તેમાં ખોટી સહી અને ફોટા લગાવી દઇ સફળતાપૂર્વક પાસપોર્ટ કઢાવી લઇ આરોપી મહિલા અમેરિકા ઉડી ગઇ હતી.

    વધુ તસવીરો અને માહિતી માટે આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો...

  • વિદેશની ઘેલછા, સબંધીના ડોક્યુમેન્ટ પર પાસપોર્ટ કઢાવી મહિલા પહોચી US | The woman has reached a passport using a related document And Reach US
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    કબૂતરબાજીની મદદથી અમેરિકા જવાનું કૌભાંડ બહાર આવ્યું

    આ રીતે અનેક લોકો વિદેશ ઉડી ગયા હોવાના અહેવાલ 


    મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટનું મહત્વ સમજાવતો આ એક કિસ્સો 13 વર્ષ બાદ બહાર આવ્યો છે. તે પણ ભોગ બનનાર મહિલાને પાસપોર્ટની જરૂરીયાત ઉભી થતા સમગ્ર કોભાંડનો પર્દાફાશ થવા પામ્યો છે. પરંતુ આ વિસ્તારમાં ચાલતી ચર્ચાઓ અનુસાર હજુ કંઇ કેટલાય એવા લોકો હશે કે જેમના નામે વર્ષો અગાઉ પાસપોર્ટ કઢાવવાના નથી તેવા લોકો વિદેશોમાં પહોચી ગયા હશે. જે લોકો ક્યારેય પાસપોર્ટ કઢાવવાના નથી તેવા લોકોના નામે બનેલા પાસપોર્ટના નામે કેટલાય લોકો વિદેશ ઉડી ગયા હશે, 


    બોગસ પાસપોર્ટ બનાવનાર જવાબદાર વ્યક્તિ સામે કડક પગલા લેવાશે? 


    પાસપોર્ટ એ મહત્વનો અને કિંમતી દસ્તાવેજ ગણાય છે. અને એટલે જ જેતે સમયે પોલીસ અરજદારની ઓળખ જેવી મહત્વની કામગીરી કરતી હતી. સાથે સાથે પાસપોર્ટ ઓફિસના જવાબદારો દ્વારા પણ દસ્તાવેજમાં રહેલા કોઇક ફોટો આઇડી સાથે અરજદારની સરખામણી કરવામાં કેમ નથી આવી તેવા અનેક સવાલો આ બોગસ પાસપોર્ટનો મામલો સામે આવ્યા બાદ ઉઠી રહ્યા છે. 

  • વિદેશની ઘેલછા, સબંધીના ડોક્યુમેન્ટ પર પાસપોર્ટ કઢાવી મહિલા પહોચી US | The woman has reached a passport using a related document And Reach US
    બોગસ પાસપોર્ટ બનાવનાર જવાબદાર વ્યક્તિ સામે કડક પગલા લેવાશે?
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending