Home » NRG » USA » Mansi Gupta and her husband Ankit launched Tjori designer handmade accessories brand

યુવતીએ USમાં ભારતીય શિલ્પકલાને પ્લેટફોર્મ આપવા ખોલી ‘Tjori’

Divyabhaskar.com | Updated - Mar 27, 2018, 04:00 PM

શરૂઆતમાં આ વેબસાઇટ માત્ર નોર્થ અમેરિકામાં જ સર્વિસ આપતી હતી જે હવે આખા ભારતમાં પણ પ્રોડક્ટ્સ પુરાં પાડે છે.

 • Mansi Gupta and her husband Ankit launched Tjori designer handmade accessories brand
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  તિજોરી (Tjori)ની સીઇઓ માનસી ગુપ્તા

  એનઆરજી ડેસ્કઃ 'તમારાં કામને પ્રેમ કરો અને એ જ કામ કરો, જેને ખરેખર કરવાની તમને ઇચ્છા હોય.' આ શબ્દો છે તિજોરી (Tjori)ની સીઇઓ માનસી ગુપ્તાના. નોર્થ અમેરિકામાં 'તિજોરી' એ ભારતીય હસ્તશિલ્પો ઉપલબ્ધ કરાવતી એક ઓનલાઇન શોપ છે, જેની શરૂઆત 2013માં કરવામાં આવી હતી. આ ઓનલાઇન બિઝનેસની સ્થાપક માનસી ગુપ્તાએ અત્યાર સુધી અનેક પડકારોનો સામનો કર્યો છે. અહીં જાણીએ, માનસી ગુપ્તાની સંઘર્ષથી લઇ બિઝનેસમાં અપાર સફળતાની કહાની વિશે.

  પ્રવાસના શોખે હસ્તશિલ્પ પ્રત્યે જગાવ્યું ખાસ આકર્ષણ


  - મૂળ જમ્મુમાં જન્મેલી માનસીને બાળપણથી જ હરવા-ફરવાનો શોખ હતો. એ એવા પરિવારનો હિસ્સો હતી જેઓને હંમેશા પ્રવાસ-પર્યટન પ્રત્યે આકર્ષણ રહેતું.
  - માનસીનો પરિવાર ભારતમાં કોઇ પણ સ્થળે પ્રવાસે જાય ત્યારે જે-તે સ્થળનો વારસો ગણાતી ચીજવસ્તુઓ ઘરે લઇ આવતા. માનસીની આ જ શોખે તેને બિઝનેસ આઇડિયા આપ્યો.
  - 2004માં ગ્રેજ્યુએશન બાદ માનસીએ પૂણેમાં બીસીએ કર્યુ અને યુકેથી માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કર્યો. ત્યારબાદ ભારતમાં આઇબીએમમાં થોડાં સમય માટે નોકરી પણ કરી.
  - આ જોબ દરમિયાન જ તેણે વોર્ટન દ્વારા શરૂ કરાયેલા એક કાર્યક્રમમાં ભાગ લીધો. આ સમયગાળામાં જ તેના મનમાં પહેલીવાર ‘Tjori’ શરૂ કરવાનો વિચાર આવ્યો.
  - મોરક્કોના એક પ્રવાસને માનસી જણાવે છે કે, તેઓ ત્યાંથી હસ્તશિલ્પો અને હસ્તકલાના નમૂનાઓ પોતાની સાથે લાવ્યા હતા, પરંતુ પ્લેનમાં મુસાફરી દરમિયાન નડતી સમસ્યાઓના કારણે પોતાની પસંદગીની વસ્તુઓ ઘરે લાવી શક્યા નહીં.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, માનસીને કેવી રીતે આવ્યો નોર્થ અમેરિકામાં ભારતીય હસ્તકલા વિકસાવવાનો વિચાર...

 • Mansi Gupta and her husband Ankit launched Tjori designer handmade accessories brand
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  નોર્થ અમેરિકામાં ભારતીય હસ્તશિલ્પોની મોટાંપાયે માંગ છે.

  અમેરિકામાં ભારતીય હસ્તશિલ્પોની મોટાંપાયે માંગ 


  - વોર્ટનમાં રહેતી હતી તે સમય દરમિયાન માનસીને જાણકારી મળી કે, નોર્થ અમેરિકામાં ભારતીય હસ્તશિલ્પોની મોટાંપાયે માંગ છે. એક અંદાજ મુજબ અહીં ભારતીય હસ્તશિલ્પનું માર્કેટ 32 બિલિયન ડોલર (અંદાજિત 3200 કરોડ)નું છે. 
  - આ જાણકારી બાદ માનસીએ હસ્તશિલ્પ બિઝનેસમાં જ નસીબ અજમાવવાનો વિચાર કર્યો. 
  - નોર્થ અમેરિકામાં વિશાળ માર્કેટ હોવા છતાં અહીં ચીજવસ્તુઓ ગ્રાહકો સુધી પહોંચતા અત્યંત મોંઘી થઇ જતી હોય છે. આ વિચાર બાદ જ શરૂ થયું ‘Tjori’ નામનું સ્ટાર્ટઅપ. 
  - માનસી જણાવે છે કે, અમારો વિચાર એવો હતો કે, ભારતના શિલ્પકારો, કલાકારોની કલાકૃતિઓને યોગ્ય કિંમતે અને સુવિધાજનક રીતે ગ્રાહકો સુધી પહોંચાડવી. તિજોરી ચોક્કસ સમયમાં સામાન વેચવાના મોડલ પર કામ કરે છે. 

   

  આગળની સ્લાઇડ્સમાં જાણો, કેવી રીતે પડ્યું ‘Tjori’ નામ અને સ્ટાર્ટઅપમાં કેવી મુશ્કેલીઓ નડી... 

 • Mansi Gupta and her husband Ankit launched Tjori designer handmade accessories brand
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  મોરક્કોના એક પ્રવાસને માનસી જણાવે છે કે, તેઓ ત્યાંથી હસ્તશિલ્પો અને હસ્તકલાના નમૂનાઓ પોતાની સાથે લાવ્યા હતા

  કેવી રીતે પડ્યું ‘Tjori’ નામ


  - આ ઓનલાઇન સ્ટાર્ટઅપના નામ વિશે માનસી જણાવે છે કે, આ એક પ્રકારે ખજાનાની શોધ જ છે, તેથી તેનું નામ ‘Tjori’ (તિજોરી) રાખવામાં આવ્યું. 
  - ફિલાડેલ્ફિયામાં રહેવા દરમિયાન આ બિઝનેસ શરૂ કરવાનો વિચાર આવ્યો હતો, તેથી તેને લગતી યોજનાઓ પણ અહીં જ બની. 2012માં ભારત પરત આવીને તેના પર કામ કરવાનું શરૂ થયું અને 2013માં કંપનીની શરૂઆત થઇ. 
  - માનસી જણાવે છે કે, મેં જ્યારે વેબસાઇટની શરૂઆત તો તે પહેલાં જ દિવસે ક્રેશ થઇ ગઇ. અમારે કેટલાંક દિવસો સુધી કામ બંધ રાખવું પડ્યું. આ દરમિયાન 250 ઓર્ડર આવી ગયા હતા. 
  - અંતે શરૂઆતની સફળતા બાદ ઓક્ટોબર-નવેમ્બર 2012 સુધી અમારી ટીમના સભ્યોની સંખ્યા 5 થઇ ગઇ. 
  - તિજોરી વેબસાઇટ શરૂઆતમાં નોર્થ અમેરિકામાં જ સર્વિસ પ્રોવાઇડ કરતી હતી, જેનો વિસ્તારો હવે ભારત સુધી થયો છે. 

 • Mansi Gupta and her husband Ankit launched Tjori designer handmade accessories brand
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  શરૂઆતની સફળતા બાદ ઓક્ટોબર-નવેમ્બર 2012 સુધી અમારી ટીમના સભ્યોની સંખ્યા 5 થઇ ગઇ.
 • Mansi Gupta and her husband Ankit launched Tjori designer handmade accessories brand
  માનસી ગુપ્તા તેના પતિ, સલાહકાર અને પ્રોફેશનલ ભાગીદાર અંકિત ગુપ્તા સાથે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ