• Home
  • NRG
  • USA
  • Sushma Swaraj assures help to Indian stranded in US days before his wedding

લગ્નના બે અઠવાડિયા પહેલાં ભારતીયનો પાસપોર્ટ ગુમ, સુષ્માએ પહેલાં ધમકાવ્યો પછી કરી મદદ

અમેરિકામાં એક ભારતીય નાગરિકનો પાસપોર્ટ ગુમ થયા બાદ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાસે માંગી મદદ

divyabhaskar.com | Updated - Jul 31, 2018, 07:23 PM
સુષ્માએ અમેરિકામાં ભારતીય એમ્બેસેડર નવતેજ સરનાને માનવીય આધાર પર તેજાની મદદ કરવા અને ઝડપથી પાસપોર્ટ અપાવવાનું કહ્યું છે. (ફાઇલ)
સુષ્માએ અમેરિકામાં ભારતીય એમ્બેસેડર નવતેજ સરનાને માનવીય આધાર પર તેજાની મદદ કરવા અને ઝડપથી પાસપોર્ટ અપાવવાનું કહ્યું છે. (ફાઇલ)

એનઆરજી ડેસ્કઃ લગ્નના બે અઠવાડિયા પહેલાં પાસપોર્ટ ખોવાઇ જવાના કારણે અમેરિકામાં વસતા એક ભારતીયને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટર પર રીતસર ધમકાવ્યો હતો. ડી રવિ તેજા વોશિંગ્ટન ડીસીમાં જોબ કરે છે, બે અઠવાડિયા બાદ તેના લગ્ન છે. જેના માટે 10 ઓગસ્ટના રોજ તે ભારત આવવાનો હતો, પરંતુ આ દરમિયાન તેનો પાસપોર્ટ ખોવાઇ ગયો. પાસપોર્ટ ખોવાઇ ગયા બાદ રવિ તેજા અમેરિકામાં જ ફસાઇ ગયો. એવામાં તેણે વિદેશ મંત્રીને ટ્વીટ કરીને મદદ માંગી છે.

તેજાએ સુષ્મા સ્વરાજને કરી ટ્વીટ


- ડી રવિ તેજાએ સુષ્મા સ્વરાજને ટ્વીટ કરી હતી - 'સુષ્મા સ્વરાજજી મારો પાસપોર્ટ અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં ગુમ થઇ ગયો છે. 13-15 ઓગસ્ટના રોજ મારાં લગ્ન છે. આ માટે 10 ઓગસ્ટના રોજ હું ભારત આવવાનો છું. પ્લીઝ મારી મદદ કરો, જેથી હું લગ્નમાં સમયસર પહોંચી શકું. તમે એકમાત્ર મારી આશાની કિરણ છો, જે પણ જરૂરી હોય તે કરો.'

ટ્વીટ બાદ સુષ્માએ ધમકાવ્યો


- રવિ તેજાની ટ્વીટ બાદ પહેલાં તો સુષ્મા સ્વરાજે તેને ધમકાવ્યો હતો. સુષ્માએ લખ્યું, - 'ડી રવિ તેજા તમે ખોટાં સમયે પાસપોર્ટ ગુમ કરી દીધો છે. તેમ છતાં તમારાં લગ્ન પર તમે સમયસર પહોંચો તે માટે તમારી મદદ કરીશું.'
- સુષ્માએ અમેરિકામાં ભારતીય એમ્બેસેડર નવતેજ સરનાને માનવીય આધાર પર તેજાની મદદ કરવા અને ઝડપથી પાસપોર્ટ અપાવવાનું કહ્યું છે.
- બાદમાં તેજાએ આ મદદ માટે સ્વરાજને ધન્યવાદ પણ પાઠવ્યા હતા. રવિએ ટ્વીટ કરી - કદાચ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી સારાં વિદેશ મંત્રી મળ્યા છે દેશને, અમને તમારાં ઉપર ગર્વ છે.

X
સુષ્માએ અમેરિકામાં ભારતીય એમ્બેસેડર નવતેજ સરનાને માનવીય આધાર પર તેજાની મદદ કરવા અને ઝડપથી પાસપોર્ટ અપાવવાનું કહ્યું છે. (ફાઇલ)સુષ્માએ અમેરિકામાં ભારતીય એમ્બેસેડર નવતેજ સરનાને માનવીય આધાર પર તેજાની મદદ કરવા અને ઝડપથી પાસપોર્ટ અપાવવાનું કહ્યું છે. (ફાઇલ)
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App