Home » NRG » USA » સંદિપનો આખો પરિવાર પોર્ટલેન્ડથી સાનમેરા રોડ ટ્રીપ પર નીકળ્યો હતો | Sandeep and his family were on a road trip

સુરતનો પરિવાર કેલિફોર્નિયામાં રહસ્યમય રીતે ગુમ, સુષ્મા પાસે માંગી મદદ

Divyabhaskar.com | Updated - Apr 12, 2018, 11:42 AM

5 એપ્રિલથી સંદિપ અને પરિવારનો સંપર્ક બિલકુલ બંધ થઇ ગયો છે

 • સંદિપનો આખો પરિવાર પોર્ટલેન્ડથી સાનમેરા રોડ ટ્રીપ પર નીકળ્યો હતો |  Sandeep and his family were on a road trip
  +4બીજી સ્લાઈડ્સ જુઓ
  સંદીપ થોટ્ટાપિલ્લાઈ, તેમની પત્ની સૌમ્યા, પુત્ર સિદ્ધાંત અને પુત્રી સાચી સાથે

  એનઆરજી ડેસ્કઃ મૂળ સુરતના અને અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતો એક સાઉથ ઇન્ડિયન પરિવાર 5 એપ્રિલથી ગૂમ થયો છે. સુરતમાં રહેતા તેઓના પરિવારે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને પણ ટ્વીટર દ્વારા આ અંગે જાણ કરી છે. પરિવારે ટ્વીટર પર લખ્યું છે કે, અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા તેમના પુત્ર, પુત્રવધુ અને તેમના બે બાળકોનો 5 એપ્રિલથી કોઇ સંપર્ક નથી અને તેમના વિશે કોઇ માહિતી નથી, તો પ્લીઝ હેલ્પ કરો.

  સુષ્મા સ્વરાજ પાસે માંગી મદદ
  - સુરતમાં રહેતા બાબુ સુબ્રમ્ણયમ થોતાપિલ્લાઇએ વિદેશમંત્રીને મદદ માંગી છે. તેમનો પુત્ર સંદિપ થોટ્ટાપિલ્લાઇ ( ઉ.વ. 42) તેની પત્ની સૌમ્ય( 38 વર્ષ), પુત્ર સિદ્ધાંત (12 વર્ષ) અને પુત્રી સાચી( 8 વર્ષ) કેલિર્ફોનિયામાં રહે છે.
  - સંદિપનો આખો પરિવાર પોર્ટલેન્ડથી સાનમેરા રોડ ટ્રીપ પર નીકળ્યો હતો. 5 એપ્રિલથી સંદિપ અને પરિવારનો સંપર્ક બિલકુલ બંધ થઇ ગયો છે.
  - જેને લઈ સુરતમાં રહેતા સંદિપના પિતાએ દિલ્હી ખાતે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને ટ્વીટર પર જાણ કરીને પોતાના પુત્રના પરિવારની શોધખોળ માટે મદદ માગી હતી.

  - સુષ્મા સ્વરાજે તમામ પ્રયાસો કરવાનો અને સાન ફ્રાન્સિસ્કોના ઇન્ડિયન એમ્બેસેડર સાથે સતત સંપર્કમાં હોવાનો જવાબ આપ્યો છે.

  - ઉલ્લેખીય છે કે, મૂળ સુરતના સાઉથ ઈન્ડિયન પરિવારના પુત્ર સંદિપ થોટ્ટાપિલ્લાઇ અમેરિકાના કેલિફોર્નિયામાં યુનિયન બેંકના વાઇસ પ્રેસિન્ટની પોસ્ટ પર ફરજ બજાવી રહ્યાં હતા.

  કાર થઈ ગઈ લાપતા

  - સુરતથી અમેરિકાના કેલિફોર્નિયા ગયેલા સંદીપ થોટ્ટાપિલ્લાઈ, તેમની પત્ની સૌમ્યા, પુત્ર સિદ્ધાંત અને પુત્રી સાચી સાથે પરિવારની અંતિમ વાત પણ થઈ હતી.
  - તેઓ પોર્ટલેન્ડમા હોન્ડા પાયલોટ કંપનીની મરૂન કલરની કારમાં સાન જોસ જઈ રહ્યા હતા તે સમય બાદ તેમની કાર લાપતા છે.
  - વેલેન્સિયા ખાતેના તેમના કુટુંબીજનોએ આ વાતને સમર્થન આપ્યું હતું.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, પરિવારે લીધી સોશિયલ મીડિયાની મદદ...

 • સંદિપનો આખો પરિવાર પોર્ટલેન્ડથી સાનમેરા રોડ ટ્રીપ પર નીકળ્યો હતો |  Sandeep and his family were on a road trip
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  સંદીપના પરિવારના સભ્યો દ્વારા સોશિયલ મીડિયામાં પરિવારના ગૂમ થયા અંગે મદદ લેવામાં આવી રહી છે

  પરિવારે લીધી સોશિયલ મીડિયાની મદદ


  - સંદીપના પરિવારના સભ્યો દ્વારા સોશિયલ મીડિયામાં પરિવારના ગૂમ થયા અંગે મદદ લેવામાં આવી રહી છે. 
  - ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયામાં સંદીપના પિતા બાબુ સુબ્રમણ્યમ થોટ્ટાપિલ્લઈ અને ભાઈ સચિન દ્વારા પણ સોશિયલ મીડિયામાં પરિવાર ગુમ થયા અંગે ફોટા સહિતની વિગતો શેર કરવામાં આવી રહી છે. જો કે હજુ સુધી કોઈ માહિતી મળી શકી નથી.

   

  આગળની સ્લાઇડમાં જાણો, કાર તણાઇ ગઇ હોવાની સત્તાવાર માહિતી નહીં... 

   

 • સંદિપનો આખો પરિવાર પોર્ટલેન્ડથી સાનમેરા રોડ ટ્રીપ પર નીકળ્યો હતો |  Sandeep and his family were on a road trip
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  વિદેશ મંત્રીએ ટ્વીટમાં તમામ પ્રયાસ કરવાની ખાતરી આપી છે.

  તણાયા અંગે સત્તાવાર માહિતી નહીં


  - મૂળ સુરતના આનંદ મહેલ રોડ પર રહેતા સંદીપ થોત્તાપિલ્લે પત્ની અને બાળકો સાથે કેલિફોર્નિયામાં રહે છે.

  - શુક્રવારે તેઓ પોર્ટલેન્ડના ઓરેજોનથી એસયુવી કારમાં સાન જોસ જઈ રહ્યા હતા, ત્યારબાદથી આ પરિવાર ગૂમ છે. 

  - પોલીસના જણાવ્યા અનુસાર, થોટ્ટાપિલ્લઈ પરિવારનું લાસ્ટ લોકેશન નોર્થ યુરેકાના 80 કિમી રેન્જમાં છે. 
  - એક અંદાજ મુજબ આ પરિવારની કાર ધસમસતા પુરમાં તણાઈ ગઈ હતી પરંતુ આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી મળી શકી નથી. 

   

 • સંદિપનો આખો પરિવાર પોર્ટલેન્ડથી સાનમેરા રોડ ટ્રીપ પર નીકળ્યો હતો |  Sandeep and his family were on a road trip
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  સંદીપ થોત્તાપિલ્લે પત્ની અને બાળકો સાથે કેલિફોર્નિયાના પોર્ટલેન્ડના ઓરેજોનથી સાન જોસ જઈ રહ્યા હતા

  પોલીસને તણાયેલી કાર નથી મળી


  - કેલિફોર્નિયા હાઈવે પેટ્રોલ ઓફિસર વિલિમ વુન્ડરલીચે કહ્યું હતું કે 6 એપ્રિલે એલ નદીમાં કાર ખાબકી હોવાના રિપોર્ટ મળ્યા છે. 
  - પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. કાર સંપૂર્ણપણે પાણીમાં ઘસડાઈ ગઈ છે. 
  - ભારે વરસાદ હોવાના કારણે નદીમાં પુરની સ્થિતિ હોવાના કારણે  હજુ સુધી કારને લોકેટ કરી શકાઈ નથી.

   

 • સંદિપનો આખો પરિવાર પોર્ટલેન્ડથી સાનમેરા રોડ ટ્રીપ પર નીકળ્યો હતો |  Sandeep and his family were on a road trip
  કેલિફોર્નિયામાં ખરાબ હવામાન અને નદીમાં પૂરના કારણે કાર લોકેટ કરી શકાઇ નથી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ