• Home
  • NRG
  • USA
  • Vijaybhai chheda is the chairman of Sarvodaya Hospital

ગૌરવ / ગુજરાતના છેવાડે બેસીને આ અદનો એનઆરઆઈ અદભૂત કામ કરી રહ્યો છે

divyabhaskar.com | Updated - Jan 23, 2019, 01:06 PM
Vijaybhai chheda is the chairman of Sarvodaya Hospital
X
Vijaybhai chheda is the chairman of Sarvodaya Hospital

  • વિજયભાઈ બી.ફાર્મની ડિગ્રી લીધા પછી અમેરિકા ગયા
  • પોતાના બાળકો હોવા છતાં તેમની દીકરીઓએ અનાથ બાળકોને દત્તક લીધાં છે

એનઆરજી ડેસ્કઃ કચ્છના માંડવી તાલુકાના બિદડા ગામમાં સર્વોદય હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલ સમગ્ર કચ્છ જ નહિ, અનેક પ્રદેશ માટે આશીર્વાદરૂપ છે. આ હોસ્પિટલમાં એક વ્યક્તિ જૈફ વયે દિવસ-રાત જહેમત કરીને કામગીરી કરે છે. આ હોસ્પિટલમાં લાખો દર્દીઓની સારવાર થાય છે તે ઉપરાંત દર વર્ષે 20થી પણ વધુ પ્રકારના સ્પેશિયલ સર્જીકલ કેમ્પ થાય છે જેમાં વિદેશ અને મુંબઈમાંથી અનેક તજજ્ઞ ડોકટરો આવે છે. અમેરિકામાં જે ડોક્ટરોની એપોઈન્ટમેન્ટ માંડમાંડ મળે તેવા ડોક્ટરો વિજયભાઈના પ્રયત્નોને કારણે કચ્છના દર્દીઓ માટે તરત જ સુલભ હોય છે. અમેરિકા તથા વિદેશ સાથેનું તેમનું જોડાણ વિજયભાઈ છેડાએ કર્યું છે. કર્મઠ બચુભાઈ રાંભિયાની વિદાય પછી અત્યારે તો વિજયભાઈ હવે સર્વોદય હોસ્પિટલના ચેરમેન બન્યા છે.

 

35 લાખ લોકો સુધી નિઃશુલ્ક આરોગ્ય સેવા

1.

વિજયભાઈ બી.ફાર્મની ડિગ્રી લીધા પછી અમેરિકા ગયા. અમેરિકાની નોર્થ ડેકોટા યુનિવર્સિટીમાં તેમણે માસ્ટર ડિગ્રી કરી. એ પછી તેમણે પોતાની પ્રોફેશનલ કેરિયર શરૂ કરી. થોડો સમય રિયલ એસ્ટેટ અને હોટલ ઈન્ડસ્ટ્રીમાં પણ કામ કર્યું. 1980માં તેઓ ભારત આવ્યા અને સામાજિક કાર્યોમાં ગુંથાઈ ગયા. 

2.બિદડા સર્વોદય ટ્રસ્ટ સહિત તેઓ અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. કચ્છી જૈન ફાઉન્ડેશન, કચ્છી વિસા ઓશવાલ સ્થાનકવાસી જૈન મહાજન કે જનરલ સિવિલ હોસ્પિટલ, જૈના અને આવી તો અનેક સંસ્થાઓ સાથે સક્રિય છે. 
3.ઋણાનુબંધ ટ્રસ્ટ દ્વારા તેઓ કચ્છી પરિવારોને આરોગ્ય સેવાઓ આપે છે. તેમનાં ધર્મપત્નીનું નામ મધુબહેન છે. તેમની ત્રણ દીકરીઓ છે. તેમને નવ દોહિત્રો-દોહિત્રીઓ (ગ્રાન્ડ ચિલ્ડ્રન) છે. આ નવમાંથી તો ચાર તો દત્તક લેવાયેલાં બાળકો છે. પોતાના બાળકો હોવા છતાં તેમની દીકરીઓએ અનાથ બાળકોને દત્તક લીધાં છે. આવી ઘટના વિરલ કહેવાય તેવી છે. 
4.વિજયભાઈએ અત્યાર સુધી 35 લાખ લોકો સુધી નિઃશુલ્ક આરોગ્ય સેવા પહોંચાડી છે. વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માટે તેમણે અત્યાર સુધી લાખો અમેરિકન ડોલર એકત્રિત કર્યા છે. તેમણે 2006માં જૈન સોશિયલ ગ્રુપ ઈન્ડરનેશનલ ફેડરેશન દ્વારા ‘જૈન વિભૂષણ એવોર્ડ’ એનાયત થયો હતો. 
5.


2004માં નરગીસ દત્ત મેમોરિયલ ફાઉન્ડેશન (અમેરિકા) દ્વારા ‘કમ્યુનિટી એવોર્ડ’ એનાયત થયો હતો. આપી સંસ્થા દ્વારા તેમને ‘હ્યુમિનિટી સર્વિસ એવોર્ડ’ અપાયો હતો. તેઓ ભૂજસ્થિત સિવિલ હોસ્પિટલના ગવર્નિંગ બોર્ડના સભ્ય છે. વિજયભાઈ માનવતાનું ગૌરવ છે.

(સૌજન્યઃ રમેશ તન્ના) 

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App