Home » NRG » USA » Uzra Zeya worked there for 27 years but walked away from her job in the spring

ભારતીય મૂળના ડિપ્લોમેટ ઉજરાનું રાજીનામું, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સામે વંશીય-અભદ્ર વ્યવહારનો આરોપ

Divyabhaskar.com | Updated - Sep 25, 2018, 07:51 PM

25 વર્ષથી અમેરિકન રાજ્ય વિભાગમાં કામ કરી રહી હતી ઉજરા જેયા

  • Uzra Zeya worked there for 27 years but walked away from her job in the spring
    ઉજરાના પિતા ભારતીય છે, જ્યારે ઉજરાનો જન્મ અમેરિકામાં જ થયો હતો. (ફાઇલ)


    - ઉજરા જેયાએ જણાવ્યું, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનમાં શ્વેત અધિકારીઓને વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે

    ઇન્ટરનેશનલ ડેસ્કઃ ભારતીય-અમેરિકન મૂળની ટોપ ડિપ્લોમેટ ઉજરા જેયાએ અમેરિકન રાજ્ય વિભાગમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ ટ્રમ્પ પ્રશાસનમાં વંશીય ભેદભાવ અને અભદ્ર વ્યવહાર થવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ કહ્યું કે, રાજ્ય વિભાગ અને દૂતાવાસના ઉચ્ચ અધિકારી લઘુમતિઓનો બહિષ્કાર કરી રહ્યા છે.

    લઘુમતિઓ સાથે ભેદભાવનો આરોપ


    - ઉજરાના પિતા ભારતીય છે, જ્યારે ઉજરાનો જન્મ અમેરિકામાં જ થયો હતો. તેઓ 25 વર્ષથી રાજ્ય વિભાગમાં કામ કરી રહ્યા હતા. જો કે, હવે તેઓએ વિભાગમાં લઘુમતિઓની સાથે ભેદભાવ થતો હોવાની વાત કહી છે.
    - ઉજરાએ જણાવ્યું કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન શરૂ થયાના પાંચ મહિના બાદથી જ વિભાગના ત્રણ વરિષ્ઠ આફ્રિકન-અમેરિકન અધિકારીઓને કાઢી મુકવામાં આવ્યા છે અથવા તો તેઓએ રાજીનામા આપ્યા છે. તેઓની તમામ જવાબદારી શ્વેત લોકોને સોંપી દેવામાં આવી છે.
    - ઉજરાએ જણાવ્યું કે, છેલ્લાં એક મહિનામાં મેં ધ્યાન આપ્યું છે કે, સારું કામ કરનારા લઘુમતિ ડિપ્લોમેટ્સને સચિવાલયની બેઠકમાં બોલાવવામાં આવતા નથી. વળી, તેઓને જવાબદારીવાળા કામ પણ સોંપવામાં નથી આવતા.


    ઉચ્ચ અધિકારીઓને હટાવવાના કેસ નથી


    - ઉજરાના વિશ્લેષણ અનુસાર, અમેરિકન વિદેશ સેવા સંઘમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને 64 ટકા શ્વેત પુરૂષોને ગોઠવ્યા છે.
    - આ આંકડો ઓબામા એડમિનિસ્ટ્રેશનના આઠ વર્ષના કાર્યકાળથી 7 ટકા વધારે છે. વળી, પ્રેસિડન્ટ ટ્રમ્પ પોતાના કાર્યકાળમાં કોઇ પણ આફ્રિકન-અમરિકન મહિલા ડિપ્લોમેટને નોમિનેટ કરવામાં નિષ્ફળ રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ