• Home
  • NRG
  • USA
  • The man was attacked by two white men on Friday night

શીખ પર વંશીય હુમલો: ચાકૂ બતાવીને પૂછ્યું, આ દાઢીને વાળ કેમ નથી કાપતો?

divyabhaskar.com

Mar 29, 2018, 12:31 PM IST
સીબીસી ન્યૂઝના રિપોર્ટ અનુસાર, એક શીખ વ્યક્તિ પર બે શ્વેત લોકોએ હુમલો કર્યો. (ફાઇલ)
સીબીસી ન્યૂઝના રિપોર્ટ અનુસાર, એક શીખ વ્યક્તિ પર બે શ્વેત લોકોએ હુમલો કર્યો. (ફાઇલ)
પોલીસે જણાવ્યું કે, ભોગ બનનાર યુવકને સામાન્ય ઇજાઓ થઇ છે. (ફાઇલ)
પોલીસે જણાવ્યું કે, ભોગ બનનાર યુવકને સામાન્ય ઇજાઓ થઇ છે. (ફાઇલ)

ઇન્ટરનેશનલ ડેસ્કઃ કેનેડામાં ફરી એકવાર શીખ જાતિય હુમલાનો શિકાર બન્યાનો કિસ્સો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેનેડામાં એક શીખ પર જાતિય હુમલો થયો. બે શ્વેત લોકોએ શીખને ધક્કો મારી ઢસડ્યો અને તેની પાઘડી ખેંચીને ફાડી નાખી. આ દરમિયાન બંને શ્વેત લોકો જાતિવાદી ટિપ્પણીઓ પણ કરી રહ્યા હતા.

લૂંટ કરી, ચાકૂ બતાવી ધમકાવ્યો


- સીબીસી ન્યૂઝના રિપોર્ટ અનુસાર, એક શીખ વ્યક્તિ પર બે શ્વેત લોકોએ હુમલો કર્યો. હુમલાખોરોની ઉંમર 20 વર્ષની આસપાસ હતી.
- શીખ વ્યક્તિ પર આ હુમલો શુક્રવારે રાત્રે વેસ્ટગેટ શોપિંગ સેન્ટરની નજીક થયો. બંને શ્વેત લોકોએ શીખ વ્યક્તિને લૂંટવા અને તેની ઉપર જાતિવાદી ટિપ્પણીની સાથે સાથે ચાકૂ બતાવીને ધમકાવ્યો પણ હતો.
- આ બંને આરોપીઓ શીખ વ્યક્તિની પાસે રાત્રે 11.25 મિનિટે આવ્યા. તે દરમિયાન આ શીખ બસસ્ટોપ પર બસની રાહ જોઇ રહ્યા હતો.
- શ્વેત લોકોએ પહેલાં તેઓની જાતિ અને બોલી વિશે પૂછ્યું. ત્યારબાદ તેઓએ શીખને પુછ્યું કે, તારી જાતિ અને બોલી શું છે? આ દાઢી અને વાળ કાપી કેમ નથી નાખતો? ત્યારબાદ શીખ પર વંશીય ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું.

હુમલો કરીને ભાગ્યા આરોપીઓ


- પોલીસે જણાવ્યું કે, શીખ વ્યક્તિ પર વંશીય હુમલો કર્યા બાદ બંને શ્વેત આરોપીઓ ભાગી ગયા. થોડીવાર પછી પરત આવીને શીખ પાસે પૈસા માંગવા લાગ્યા.
- તેમાંથી એક શ્વેત યુવકે ચાકૂ કાઢીને શીખ પર હુમલો કરવાની કોશિશ કરી. આ જોઇને શીખ ત્યાંથી ભાગીને એક બિઝનેસ સેન્ટર સુધી પહોંચી ગયો, પરંતુ તે બંધ હતું.
- પાછળ આ બંને આરોપીઓ પણ આવ્યા અને તેઓએ યુવાન સાથે મારપીટ કરવાનું શરૂ કરી દીધું. તેની પાઘડી ખેંચી નાખી અને ફાડી નાખી. યુવાનનો મોબાઇલ, પર્સ, બસ પાસ પણ છીનવીને તેઓ ભાગી ગયા.

આગળની સ્લાઇડ્સમાં જાણો, અવાર-નવાર થાય છે શીખ પર વંશીય હુમલા...

X
સીબીસી ન્યૂઝના રિપોર્ટ અનુસાર, એક શીખ વ્યક્તિ પર બે શ્વેત લોકોએ હુમલો કર્યો. (ફાઇલ)સીબીસી ન્યૂઝના રિપોર્ટ અનુસાર, એક શીખ વ્યક્તિ પર બે શ્વેત લોકોએ હુમલો કર્યો. (ફાઇલ)
પોલીસે જણાવ્યું કે, ભોગ બનનાર યુવકને સામાન્ય ઇજાઓ થઇ છે. (ફાઇલ)પોલીસે જણાવ્યું કે, ભોગ બનનાર યુવકને સામાન્ય ઇજાઓ થઇ છે. (ફાઇલ)
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી