• Home
  • NRG
  • USA
  • Republic Day Celebration by SVM Students in BAYVP, Haveli at Milpitas

સેલિબ્રેશન / સીલીકોન વેલીની મિલપિટાસ હવેલીમાં ગણતંત્ર દિવસની ઉજવણી

Republic Day Celebration by SVM Students in BAYVP, Haveli at Milpitas
Republic Day Celebration by SVM Students in BAYVP, Haveli at Milpitas
Republic Day Celebration by SVM Students in BAYVP, Haveli at Milpitas

  • કાર્યક્રમમાં અમેરીકન અને ભારતીય રાષ્ટ્રગીત, ધ્વજવંદન ને પુષ્ટિપતાકા વંદનનો સમાવેશ કરવામાં આવ્યો હતો

divyabhaskar.com

Feb 08, 2019, 10:10 AM IST

એનઆરજી ડેસ્કઃ (કલ્પના રઘુ) સીલીકોન વેલીની મીલપિટાસની હવેલીમાં હાલમાં 27 જાન્યુઆરી 2019નાં રવિવારે ભારતનાં 70માં ગણતંત્ર દિવસની કરવામાં આવેલી ઉજવણી નોંધનીય હતી. છેલ્લે 10 વર્ષથી ભારતનાં ગણતંત્ર દિવસની ઉજવણી અહીં કરવામાં આવે છે. આ વખતે શ્રીમય વિદ્યામંદિરનાં 250થી વધુ અને 4 વર્ષથી ઉપરનાં બાળકોએ ગીત, નૃત્ય, સ્કીટ, સ્પિચ, ડીબેટ અને પરેડ દ્વારા ઉજવણીને જીવંત બનાવી દીધી.

આ વર્ષે 'ભારતનાં બંધારણની લાક્ષણિક્તા' થીમ પર શ્રીમય વિદ્યામંદિરનાં મુખ્ય સંચાલક ડૉ દિવ્યાંગ પટેલનાં માર્ગદર્શન હેઠળ તમામ શિક્ષક ભાઇ-બહેનોએ અથાગ પરિશ્રમ દ્વારા બાળકોને ભારતનાં સંવિધાન વિષે માહિતગાર કરીને તૈયાર કર્યા હતાં. કાર્યક્રમની શરુઆત પ્રાર્થનાથી થઇ હતી. “નિકુંજ યુવા સેવા”નાં વિદ્યાર્થીઓએ દેશભક્તિનાં ગીતો પર નૃત્ય કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધાં હતાં. કાર્યક્રમ દરમ્યાન પ્રેક્ષકોને ભારતીય બંધારણની વિશેષતાઓ અને સંવિધાનનાં ચિત્રોની સવિસ્તાર માહિતિ આપવામાં આવી હતી. શ્રોતાઓને આ બાળકો પાસેથી ઘણું જાણવા મળ્યું તે પરદેશમાં વસતા ભારતીયો માટે ગૌરવની વાત કહેવાય. અંતમાં બાળકો અને શિક્ષકો દ્વારા ભારતનો રાષ્ટ્રધ્વજ અને તેનાં વિવિધ રાજ્યોનાં બોર્ડ લઇને હવેલીમાં કરવામાં આવેલી પરેડ દિલ્હીનાં રાજપથની પરેડની યાદ અપાવી ગઇ.

‘વંદેમાતરમ' અને ‘ભારતમાતાની જય’ એવાં નારાથી હોલ ગૂંજી રહ્યો. અંતે સૌએ રાષ્ટ્રગીત ગાયું. ત્યારબાદ આરતી અને મહાપ્રસાદ લઇને સૌ છૂટા પડ્યાં.

કાર્યક્રમમાં અમેરીકન અને ભારતીય રાષ્ટ્રગીત, ધ્વજવંદન ને પુષ્ટિપતાકા વંદનનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિદેશની ધરતી પર વસતાં ભારતીય બાળકોનાં હ્રદયમાં ભારતીય સંસ્કૃતિ અને દેશ ભક્તિને જીવંત રાખવા માટે પ્રયત્ન કરનાર તમામ શિક્ષકો અને બાળકો માટે ગર્વની લાગણી સાથે મન બોલી ઉઠે “ભારત માતાની જય”.

X
Republic Day Celebration by SVM Students in BAYVP, Haveli at Milpitas
Republic Day Celebration by SVM Students in BAYVP, Haveli at Milpitas
Republic Day Celebration by SVM Students in BAYVP, Haveli at Milpitas
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી