1

Divya Bhaskar

Home » NRG » USA » A series of yoga-related events are also being organised across the world

રજાઈનામાં ઈન્ડોલોજી ફાઉન્ડેશન, હિન્દુ સ્વયંસેવક સંઘ દ્વારા યોગ દિનની ઉજવણી

Divyabhaskar.com | Last Modified - Jun 26, 2018, 08:23 PM IST

સાસ્કેચ્વાનના નાગરિકોએ સૌ પ્રથમવાર રજાઈનામાં યોગ દિનની ઉજવણી કરી હતી.

  • A series of yoga-related events are also being organised across the world
    +9બીજી સ્લાઈડ્સ જુઓ

    એનઆરજી ડેસ્કઃ યોગ એ પ્રાચીન ભારતીય શારીરિક, માનસિક અને આદ્યાત્મિક ક્રિયા છે. યોગ મૂળ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ એક કરવું અથવા જોડવું તેવો થાય છે જે શરીર અને આત્માના એકાકારનો સૂચક છે. હાલમાં વિશ્વભરમાં અલગ અલગ પ્રકારે યોગ વિદ્યાનું પાલન કરાઈ રહ્યું છે અને તેની લોકપ્રિયતામાં સતત વધી રહી છે. યોગની વૈશ્વિક સ્વીકૃતિને ધ્યાનમાં લેતાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગત 11 ડિસેમ્બર, 2014ના રોજ 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. વિશ્વ યોગ દિનનો હેતુ યોગથી થતાં લાભ અંગે વૈશ્વિક જાગરુકતા ફેલાવવાનો છે. 2018ના યોગ દિનનો વિષય ‘શાંતિ માટે યોગ’ હતો.

    રજાઈનાના નાગરિકોએ ભાગ લીધો


    - આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિતે સાસ્કેચ્વાનના નાગરિકોએ સૌ પ્રથમવાર રજાઈનામાં યોગ દિનની ઉજવણી કરી હતી.
    - હિન્દુ સ્વયં સેવક સંઘ કેનેડાના સહયોગથી સાસ્કેચ્વાન સ્થિત ઈન્ડોલોજી ફાઉન્ડેશને 22 જૂન, 2018ના રોજ રજાઈનાના નાગરિકો માટે યોગ અને મેડિટેશનની કાર્યશિબિરનું આયોજન કરાયું હતું.
    - આ ઉજવણીનો હેતુ લોકોને યોગ અને ધ્યાનથી થતાં શારીરિક અને માનસિક લાભ વિશે જાણ કરવાનો હતો.
    - રજાઈનાના નાગરિકોએ મોટી સંખ્યામાં વૈશ્વિક યોગ દિનની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

    યોગના ફાયદાઓની જાણકારી


    - 22 જૂનના રોજ રજાઈના ખાતે આવેલા સાઉથ લીઝર સેન્ટર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલાં ભારતીય ઉપરાંત કેનેડિયન નાગરિકોએ યોગ ગુરૂ માઈક શર્મા તથા તન્વી પંડ્યાના માર્ગદર્શન હેઠળ સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, ધ્યાન વગેરે જેવા યોગાસનો કરી તેના શારીરિક અને માનસિક ફાયદાઓની જાણકારી મેળવી હતી.
    - આ પ્રસંગે રજાઈના ગુજરાતી સમાજના વિવિધ અગ્રણીઓ ઉપરાંત રજાઈનાના એમએલએએ હાજરી આપી હતી.
    - આ ઈવેન્ટ રજાઈના સિટીના ક્લાસ એ ગ્રૂપ પાર્ટનર ઈન્ડોલોજી ફાઉન્ડેશન ઓફ સાસ્કેચ્વાનના ફેસબૂક પેજ https://www.facebook.com/indologyfoundationofSK પર પણ મુકવામાં આવી છે.
    - ઈન્ડોલોજી ફાઉન્ડેશન ઓફ સાસ્કેચ્વાને યોગ વિશે જાગૃતિ ફેલાવવા તમામ સમુદાયોનો સંપર્ક કર્યો હતો.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ ઇવેન્ટની વધુ તસવીરો...

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • A series of yoga-related events are also being organised across the world
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • A series of yoga-related events are also being organised across the world
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • A series of yoga-related events are also being organised across the world
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • A series of yoga-related events are also being organised across the world
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • A series of yoga-related events are also being organised across the world
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • A series of yoga-related events are also being organised across the world
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • A series of yoga-related events are also being organised across the world
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • A series of yoga-related events are also being organised across the world
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • A series of yoga-related events are also being organised across the world

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending