કેનેડાના સૌપ્રથમ યુવા વકીલ તરીકે અમદાવાદના આ પટેલ છે જાણીતું નામ, સિદ્ધિઓનું છે લાંબુ લિસ્ટ

પ્રણવ પટેલ (ફાઇલ)
પ્રણવ પટેલ (ફાઇલ)

divyabhaskar.com

Oct 01, 2018, 08:47 PM IST

એનઆરજી ડેસ્કઃ કેનેડાની લિગલ કોમ્યુનિટીમાં પ્રણવ પટેલ જાણીતું નામ છે. મૂળ અમદાવાદના વતની અને હાલ કેનેડામાં રહેતા પ્રણવ પટેલ કેનેડાના સૌપ્રથમ અને યંગેસ્ટ વકીલ, સોલિસિટર અને નોટરી પબ્લિક છે. આ ઉપરાંત તેઓ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, ટોરન્ટો દ્વારા સરદાર પટેલ યુનિટી ડેના ઓફિશિયલ રિપ્રેઝન્ટેટિવ પણ છે.

- પ્રણવ પટેલે ઇન્ડો કેનેડા ચેમ્બર ઓફ કોમર્સના ડાયરેક્ટર, ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સિલ ઓફ કેનેડાના પ્રેસિડન્ટ, ટોરન્ટો ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ ખાતે ચેર ઓફ સ્કૂલ કાઉન્સિલ, ટોરન્ટો સિટીના એડવાઇઝરી કમિટી મેમ્બર તરીકે સામાજિક, આર્થિક અને વ્યાવસાયિક વિકાસના વૈશ્વિક યુગમાં ગુજરાતી સમુદાયની વિશિષ્ટ સેવા કરી છે.
- ઉપરાંત, તેઓ લૉ સોસાયટી ઓફ અપર કેનેડાના સભ્ય છે અને તાજેતરમાં જ ભારતીય વડાપ્રધાનની કેનેડાની મુલાકાત માટે એનએઆઇસીના તેઓ આયોજન સભ્ય રહી ચૂક્યા છે.
- પ્રણવ પટેલે રોજર્સ ગ્રુપ અને ઇસ્કોન કેનેડાના વીઆઇપી ડેલિગેટ તેમજ પાટીદાર ગ્રુપ કેનેડાની એડવાઇઝરી કાઉન્સિલ જેવી વૈવિધ્યપૂર્ણ સંસ્થાઓમાં પણ યોગદાન આપ્યું છે.
- આ રીતે તેઓની સિદ્ધિઓની યાદી લંબાતી જાય છે.

X
પ્રણવ પટેલ (ફાઇલ)પ્રણવ પટેલ (ફાઇલ)

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી