અમેરિકન કલ્ચરમાં રહી લાગણીઓને જીવંત રાખવી એ જ સાચી ભારતીયતા

પ્રેસિડેન્ટ ગૌરાંગભાઈ પટેલ જેઓ મૂળ ભાદરણના છે. તેમની આગેવાની હેઠળ સુઆયોજિત રીતે હેલ્થ કેમ્પનું આયોજન થયું

રેખા પટેલ (ડેલાવર) | Updated - Jul 06, 2018, 06:26 PM
gujarati people enjoyed picnic at new jersey

એનઆરજી ડેસ્કઃ ન્યૂજર્સીના પીસ્કાટવે પાર્કમાં ભાદરણ ગામ અને છ ગામ સમાજની પિકનિકનું આયોજન થયું હતું. અહી સવારથી સાંજ સુધી પાર્કમાં ખાવા પીવા સાથે સાથે એકબીજાને મળવાની મઝા દરેક માણી હતી. આ મોજમસ્તીની વચ્ચે પિકનિકનું સૌથી મોટું આકર્ષણ હેલ્થ કેમ્પ રહ્યું.

હેલ્થ કેમ્પમાં 6 ડોક્ટર્સે આપી મફત સેવા


- છ ગામ સમાજના પ્રેસિડેન્ટ ગૌરાંગભાઈ પટેલ જેઓ મૂળ ભાદરણના છે. તેમની આગેવાની હેઠળ સુઆયોજિત રીતે હેલ્થ કેમ્પનું આયોજન થયું હતું. જેમાં 6 ગુજરાતી ડોક્ટર્સ મફત સેવા આપી હતી.
- જેમાં ડો. અક્ષય પટેલ, ડો. સુનીલ પટેલ, ડો. સંજીવન પટેલ, ડો.શમા પટેલ, ડો.મનીષા પટેલ, ડો.સિદ્ધાર્થ રાથી હતા.
- તેઓએ બ્લડ પ્રેસર, ડાયાબીટીસ જનરલ હેલ્થ ચેકઅપ માટેની ચકાસણી સાથે સારવારનું આયોજન કર્યું હતું. ખાસ આઈ કેમ્પ યોજીને આંખોની તપાસ અને સારવારની વ્યવસ્થા કરી હતી. જેમાં ટોટલ 300 જેટલા માણસોએ આ સેવાનો લાભ લીધો હતો.
- ગૌરાંગભાઈ પોતે પણ ખાસ માને છે કે સમર પિકનિક હોય, દિવાળી ફંક્શન હોય કે બીજા કોઈ પ્રસંગો હોય એ માત્ર ભેગા થઇ ખાઈ પીને મસ્તી કરી છૂટાં પડી જવા કરતા તેમાં આવા કઈ સામાજિક કાર્યો પણ ઉમેરવામાં આવે તો તેનો લાભ દરેકને થઇ શકે છે.


કિડ્સ કેમ્પના આયોજનની ઇચ્છા


- પોતાના વિચારોને આગળ વધારતા ગૌરાંગભાએ જણાવ્યું કે, કે આવા કાર્યો એકાદ વર્ષે થયા બાદ અટકી ના જતા દર વર્ષે તેમાં ઉમેરો થવો જોઈએ. જેમાં ખાસ કરીને કિડ્સ કેમ્પનું આયોજન કરવાની તેમની ખાસ ઈચ્છા છે.
- જેના દ્વારા આપણી આવતીકાલની જનરેશને આપણી સંકૃતીનો વારસો આપી શકાય. આવા કેમ્પમાં બાળકોને રમતગમત સાથે આપણા કલ્ચર આપણી સંસ્કૃતિનું જ્ઞાન પીરસી શકાય છે.
- બ્લડ ડ્રાઈવ, કીડની કેમ્પ હેલ્થ કેમ્પ સાથે-સાથે તેઓ સીનિયર્સ માટે નાની મોટી ટ્રીપનું આયોજન કરવા માગે છે. આ બધા માટે સમય સાથે ડોલર્સ પણ જોઈએ. આવા સમાજના ઉચ્ચ કાર્યોમાં આશા રાખીએ તેમને દરેકનો સપોર્ટ મળતો રહે.
- પરદેશમાં દરેકના મનમાં દેશ અને પોતાના લોકો માટે સારી ભાવના હશે ત્યાં સુધી આવા કાર્યો થતા રહેવાના.

400 માણસો રહ્યા હાજર


- આ પિકનિકમાં આશરે 400 માણસોએ હાજરી આપી હતી. લોકો દુરદુરથી ડ્રાઈવ કરીને આવ્યા હતા.
- બાળકોથી લઈને વડીલો સુધી દરેકે અહી મઝા માણી હતી. સવારથી લઈને સાંજ સુધીમાં ચા કોફીથી શરૂઆત કરી ફાફડા જલેબી, ભજીયા ચટણી, ડોનટ, પાપડીનો લોટ, રગડા પેટીસ, સેન્ડવીચ, મકાઈ, કેરીનો બાફલો જેવા પીણાં, ખીચડી કઢી વગેરે સમયસર પીરસાતું રહ્યું.
- આ સાથે બાળકો માટે અવનવી રમતોનું પણ આયોજન કરાયું હતું. આ માટે દરેક વોલેન્ટિયર્સે પુરતી મદદ કરી હતી.

આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ પિકનિક અને હેલ્થ કેમ્પની વધુ તસવીરો...

gujarati people enjoyed picnic at new jersey
gujarati people enjoyed picnic at new jersey
gujarati people enjoyed picnic at new jersey
X
gujarati people enjoyed picnic at new jersey
gujarati people enjoyed picnic at new jersey
gujarati people enjoyed picnic at new jersey
gujarati people enjoyed picnic at new jersey
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App