Home » NRG » USA » Pan Nalins films get picked up for distribution with a snap by people from different countries

એકસમયે ગામડામાં ચા વેચતો આ પાક્કો ગુજરાતી, આજે છે હોલિવૂડનો ફેમસ ડાયરેક્ટર

Divyabhaskar.com | Updated - Apr 04, 2018, 08:33 PM

ળ અમરેલીના અડતાલા ગામમાં જન્મેલા પેન નલિન આજે હોલિવૂડમાં ફેમસ છે

 • Pan Nalins films get picked up for distribution with a snap by people from different countries
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  પેન નલિન (ફાઇલ)

  એનઆરજી ડેસ્કઃ તમને 'એન્ગ્રી ઇન્ડિયન ગોડેસિસ' નામની ફિલ્મ યાદ છે? તેના ડિરેક્ટરનું નામ યાદ છે? એન્ગ્રી ઇન્ડિયન અને તેના જેવી જ અન્ય ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ બનાવનાર પેન નલિન પાક્કા ગુજરાતી છે. પેનનું મૂળ નામ નલિન પંડ્યા છે. નાનપણમાં ચા વેચતા નલિન પંડ્યાને હોલિવૂડ અને ફિલ્મની વિશે સમજ બરોડા અને અમદાવાદથી મળી. મૂળ અમરેલીના અડતાલા ગામમાં જન્મેલા પેન નલિન આજે હોલિવૂડમાં ફેમસ છે. તેમની ફિલ્મ 'એન્ગ્રી ઇન્ડિયન ગોડેસિસ'ને રોમ, કેનેડા સિંગાપોર અને બીજાં અનેક દેશોમાં એવોર્ડ્સ મળી ચૂક્યા છે. પેન નલિન સૌથી વધુ ચર્ચામાં અને ફેમસ બન્યા 'સંસારા' ફિલ્મથી. આ ફિલ્મની સ્ટોરીમાં એક હઠયોગી, કુંભમેળો, એક ઘરેથી ભાગી ગયેલો દસ વર્ષનો છોકરો કેવી રીતે ઘરેથી ભાગીને પોતાને અનાથ ગણાવે છે. શ્રદ્ધા નામની તાકાત કેવી રીતે બધાને જોડે છે તેવી વાત કરવામાં આવી છે. આ તો થઇ પેન નલિનની સફળતાની વાતો. પરંતુ તેના જીવનનની શરૂઆત અને સ્ટ્રગલ વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે.


  ટીચરે કહ્યું, ફિલ્મ ડાયરેક્ટર બનવા અંગ્રેજી જાણવું છે જરૂરી
  - એક ઇન્ટરવ્યુમાં પેન નલિને જણાવ્યું કે, અમરેલીના નાનકડાં ગામ અડતાલામાં હું મારાં પરિવાર સાથે રહેતો હતો. અભ્યાસ અર્થે અમે અમરેલી શિફ્ટ થયા.
  - મને બાળપણથી જ ફિલ્મો બનાવવાનો શોખ હતો. મારાં ડ્રોઇંગ ટીચરે મને કહ્યું કે, જો મારે ફિલ્મો બનાવતા શીખવું હશે તો હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મારે અંગ્રેજી પણ શીખવું પડશે. મારે આ ગામડાંમાંથી પણ બહાર નિકળવું પડશે.
  - એક ફિલ્મ સ્કૂલમાં એડમિશન માટે વ્યક્તિ પાસે ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જરૂરી છે અને એપ્લિકેશન માટે રાહ જોવી જરૂરી છે. મેં વિચાર્યું કે, આ માટે મારે આગામી 14 વર્ષ સુધી રાહ જોવી પડશે.
  - એટલે જ મેં ફાઇન આર્ટમાં અપ્લાય કર્યુ. પેઇન્ટિંગ અને ડિઝાઇનિંગ કરતાં કરતાં હું એક જાતશિખાઉ ફિલ્મમેકર બની ગયો. હું નાનો વીડિયો કેમેરા લીધો અને મૂવી બનાવવાનું શરૂ કરી દીધું.
  - શરૂઆતમાં હું અભ્યાસના ખર્ચાને પહોંચી વળવા વેડિંગ વીડિયો શૂટ પણ કરતો હતો. પણ હું ભૂલી ગયો કે હું ભારતમાં છું અને ફિલ્મમાં કરિયર બનાવવા માટે તમારું મુંબઇ પહોંચવું જરૂરી છે.

  મુંબઇ જતાં કેવી મુશ્કેલીઓ નડી? શું અહીંથી શરૂ થયું પેન નલિનનું કરિયર? જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

 • Pan Nalins films get picked up for distribution with a snap by people from different countries
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  આજે પેન નલિન સફળ ઇન્ડિયન ફિલ્મ ડાયરેક્ટર, સ્ક્રિનપ્લે અને ડોક્યુમેન્ટરી ક્રિએટર છે.

  મુંબઇ પહોંચતા જ સપનાઓ થયાં ચકનાચૂર 


  - મુંબઇ પહોંચતા જ ફિલ્મ બનાવવાના મારાં સપનાં રીતસર ભાંગી પડ્યા. મારાં દિમાગમાં ફિલ્મની જે ઇમેજ હતી તે ગ્રેટ હતી. મેં વર્લ્ડ સિનેમા જોયું છે, મેં બધું જ જોઇ નાખ્યું હતું. 
  - પરંતુ મુંબઇ મૂળભૂત રીતે ડાયનેસ્ટી, ફેમિલી, બોલિવૂડ સ્ટાર્સ અને તેઓના સમય ઉપર આધારિત હતું. હવે જો કે, આ ઇમેજમાં સુધારો થયો છે. ત્યારબાદ મેં ટીવી કોમર્શિયલમાં કામ શરૂ કર્યું. મેં 'વાગલે કી દુનિયા' સીરિયલ લખી. પણ આ એ કામ નહોંતુ જે મારે કરવું હતું. 
  - મારે મારી ફિલ્મો દુનિયામાં દર્શાવવી હતી. તેથી મેં ડોક્યુમેન્ટરી બનાવવાનું શરૂ કર્યું. મેં બીબીસી, ડિસ્કવરી સાથે કામ કર્યું. મારી ડોક્યુમેન્ટરીએ જ મને મારી સપનાની મંજીલ સુધી પહોંચાડ્યો. 
  - હવે સમય હતો મારી ઓરીજીનલ ફિલ્મ બનાવવાનો! મેં 'સંસારા' ફિલ્મ બનાવી, જેનાથી મારું કરિયર શરૂ થયું. ટોરન્ટોમાં મારી ફિલ્મનું વર્લ્ડ પ્રીમિયર યોજાયું. જે ઇન્ડિયન ફિલ્મની ટોચની ફિલ્મ બની. લગાન અને દેવદાસ બાદ ત્રીજાં નંબરે સંસારા હતી. 
  - ત્યારબાદ મેં વધુ એક એપિક ફિલ્મ બનાવી 'વેલી ઓફ ફ્લાવર્સ' જેમાં મિલિંદ સોમણ અને નસીરુદ્દીન શાહ હતા. 

 • Pan Nalins films get picked up for distribution with a snap by people from different countries
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  પેન નલિનનું નામ શ્રેષ્ઠ સંસાર, વેલી ઓફ ફ્લાવર્સ, અને આયુર્વેદ જેવા એવોર્ડ વિજેતા ફિલ્મો દિગ્દર્શન માટે જાણીતું છે.
 • Pan Nalins films get picked up for distribution with a snap by people from different countries
  તેઓની ફર્સ્ટ ફિલ્મ સંસાર - ગ્રાન્ડ જ્યુરી એવોર્ડ- સ્પેશિયલ મેન્શન એવોર્ડ જીતી. 2002માં તેઓની ફિલ્મ AFIમાં સૌથી લોકપ્રિય લક્ષણ ફિલ્મ તરીકે પસંદગી પામી. (સંસારા ફિલ્મનું એક દ્રશ્ય)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ