• Home
  • NRG
  • USA
  • OFBJP-USA is actively working with the the embassy of India in helping the affected students

મદદ / USમાં ધરપકડ કરાયેલા 129 વિદ્યાર્થીઓને મદદ પુરી પાડવા OFBJP-USA સક્રિય

divyabhaskar.com | Updated - Feb 06, 2019, 06:49 PM
વિદ્યાર્થીઓ પર આરોપ છે કે, તેમણે અમેરિકામાં રહેવા માટે એક ફેક યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. (ફાઇલ)
વિદ્યાર્થીઓ પર આરોપ છે કે, તેમણે અમેરિકામાં રહેવા માટે એક ફેક યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. (ફાઇલ)
X
વિદ્યાર્થીઓ પર આરોપ છે કે, તેમણે અમેરિકામાં રહેવા માટે એક ફેક યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. (ફાઇલ)વિદ્યાર્થીઓ પર આરોપ છે કે, તેમણે અમેરિકામાં રહેવા માટે એક ફેક યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. (ફાઇલ)

  • છેતરપિંડીની જાણકારી મેળવવા માટે અમેરિકાના હોમ ડિપાર્ટમેન્ટે એક ફૅક યુનિવર્સિટી બનાવી હતી 
  • અમેરિકાની સરકારનો તર્ક- છાત્ર જાણે છે કે યુનિવર્સિટીમાં કોઇ અભ્યાસ કરનાર કે કોઇ ક્લાસ સુદ્ધાં નથી
  •  1 ફેબ્રુઆરીના રોજ 200થી વધુ ભારતીય સ્ટુડન્ટ્સની ધરપકડ કરવામાં આવી હતી. 
     

એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં એડમિશન કૌભાંડમાં 130 વિદેશી સ્ટુડન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 129 ભારતીય છે. અમેરિકામાં માન્ય દસ્તાવેજો વગર રહેતા લોકોને પકડવા માટે હોમ ડિપાર્ટમેન્ટે એક ફૅક યુનિવર્સિટી બનાવી હતી. આ મામલે 200થી વધુ સ્ટુડન્ટ્સની ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકાના ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી (ઓફબીજેપી) કોમ્યુનિટીએ 129 ભારતીય સ્ટુડન્ટ્સની ધરપકડના સમાચાર બાદ આ મામલે હસ્તક્ષેપ કર્યો છે. ઓફબીજેપી-યુએસએએ તત્કાલિન ધોરણે કોમ્યુનિટીઝ, ઇન્ડિયન કોન્સ્યુલેટ્સ અને ઇન્ડિયન એમ્બેસી સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી જેથી ભારતીય વિદ્યાર્થીઓને પુરતી મદદ પહોંચાડી શકાય. ઓફબીજેપી (યુએસએ)ની નેશનલ એક્ઝિક્યૂટિવ કમિટી ક્રિશ્ના રેડ્ડી અનુગુલા (પ્રેસિડન્ટ), અદાપા પ્રસાદ (વાઇસ પ્રેસિડન્ટ), વાસુદેવ પટેલ (ઓર્ગે. સેક્રેટરી), સતિશ શર્મા (ખજાનચી), ચંદ્રકાંત પટેલ (ઇમિડિએટ પાસ્ટ પ્રેસિડન્ટ) એમ તમામ સભ્યોએ વિદ્યાર્થીઓને પુરતી મદદ મળી રહે તેવા પ્રયત્નો શરૂ કર્યા છે. 

અમેરિકાની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એનફોર્સમેન્ટ (ICE)એ વિદ્યાર્થીઓની છેતરપિંડીની માહિતી અમેરિકામાં ભારતીય એમ્બેસીને આપી છે. 129 ભારતીય સ્ટુડન્ટ્સની ધરપકડના સમાચાર બાદ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, MEA ઓફિશિયલ્સ, ભારતીય એમ્બેસી હાલ યુએસ એડમિનિસ્ટ્રેશન સાથે સતત સંપર્કમાં છે. 

 


આ મામલે: 
1) હાલ ICEએ ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓને ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓને મળવાની મંજૂરી આપી છે 
2) ઇન્ડિયન એમ્બેસીએ આ મામલે પુરતાં સુચનો માટે વિનંતી કરી છે 
3) ભારતીય અધિકારીઓ હાલ આ વિદ્યાર્થીઓને અમેરિકાની જાણીતી યુનિવર્સિટીમાં ટ્રાન્સફર કરવામાં આવે જેથી તેઓ અભ્યાસ આગળ વધારી શકે તે માટેની વાટાઘાટો કરી રહ્યા છે. 

 

ઓફબીજેપી આ મામલે ઇન્ડિયન એસોસિએશનના લીડર્સ સાથે સતત સંપર્કમાં છે જેથી દરેક વિદ્યાર્થીઓને એકસમાન મદદ મળી રહે. 

સ્ટુડન્ટ્સને નકલી યુનિવર્સિટી અંગે જાણ હતી?

શું છે ઘટના?
1.છેતરપિંડીની જાણકારી મેળવવા માટે અમેરિકાના હોમ ડિપાર્ટમેન્ટે એક ફૅક યુનિવર્સિટી બનાવી હતી. નવી દિલ્હીમાં આવેલા અમેરિકન દૂતાવાસે કહ્યું કે, નકલી યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ધરપકડ કરાયેલા 129 ભારતીયો સહિત 130 વિદ્યાર્થીઓને ખબર હતી કે તેઓ ગુનો કરી રહ્યાં છે. આ 130 વિદ્યાર્થીઓની ગયા અઠવાડિયે જ ધરપકડ કરી છે. વિદ્યાર્થીઓ પર આરોપ છે કે, તેમણે અમેરિકામાં રહેવા માટે એક ફેક યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. આ કૌભાંડને પકડવા માટે જ અમેરિકન ગૃહ વિભાગે ફારમિંગટન યુનિવર્સિટી નામની એક ફેક યુનિવર્સિટી બનાવી હતી.
2.વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, દરેક વિદ્યાર્થીને એ સારી રીતે ખબર હતી ફારમિંગટન યુનિવર્સિટીમાં કોઈ ભણાવવાનું પણ નથી અને કોઈ ક્લાસ પણ થવાના નથી. એટલું જ નહીં વિદ્યાર્થીઓને એ પણ ખબર હતી કે અહીં ઓનલાઈન ભણાવવાની પણ કોઈ વ્યવસ્થા નથી. વિદ્યાર્થીઓએ જાણી જોઈને અમેરિકામાં રહેવા માટે આ ગુનો કર્યો છે. 
3.ગત શનિવારે ભારત સરકારે અમેરિકન દૂતાવાસને વિદ્યાર્થીઓની ધરપકડ મામલે એક વાંધાજનક પત્ર લખ્યો હતો. તેમાં વિદ્યાર્થીઓને તુરંત કાઉન્સેલર એક્સેસ આપવાની વાત કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, તેમની સમગ્ર ઘટના ઉપર નજર છે.
4.આ કૌભાંડ સાથે જોડાયેલા અન્ય 8 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ આઠ લોકો ભારતીય અથવા ભારતીય અમેરિકન નાગરિક હોઈ શકે છે. ફેક યુનિવર્સિટીના નિયમોમાં કહેવામાં આવ્યું છે કે, અહીં ટ્યૂશન ફી ઓછી છે અને પહેલાં એડમિશન લેનાર અંદાજે 600 વિદ્યાર્થીઓને વર્ક પરમિટ આપવામાં આવશે. આ યુનિવર્સિટીમાં મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું.
5.બીજી બાજુ અમેરિકામાં ભારતીય દૂતાવાસ સમાજના આગેવાનોએ વિદ્યાર્થીઓની મદદ કરવાના દરકે પ્રકારના પ્રયત્ન કરી રહ્યાં છે. તે માટે કાયદાની મદદ પણ લેવામાં આવી છે. ભારતીય અમેરિકન અને મીડિયા સંસ્થાઓ પણ સરકારે આ રીતે વિદ્યાર્થીઓની ધરપકડ કરી હોવાથી તેમની સામે સવાલ ઉભા કરી રહ્યાં છે. લોકો આને વિદ્યાર્થીઓને ફસાવનાર અને ગેરકાયદેસર કામ ગણાવી રહ્યાં છે.
6.ઈમિગ્રેશન કૌભાંડની જાણ મેળવવા માટે અમેરિકન ગૃહ વિભાગે ડેટ્રોઈટના ફારમિંગટન હિલ્સમાં એક ફેક યુનિવર્સિટી બનાવી છે. ઓફિસર્સે તેમાં ટૂ સ્ટે સ્કીમ કરાર કર્યો હતો. વિદેશી વિદ્યાર્થીઓએ ફેક યુનિવર્સિટીમાં તે માટે એડ્મિશન કરાવ્યું હતું જેથી તેઓ ખોટી રીતે સ્ટુડન્ટ વિઝા મેળવી શકે. 
7.વકીલોએ જણાવ્યું કે, 130 વિદ્યાર્થીઓની ન્યૂજર્સી, એટલાંટા, હ્યુસ્ટન, મિશિગન, કેલિફોર્નિયા, લુઈસિયાના, નોર્થ કૈરોલિના અને સેન્ટ લુઈથી ધરપકડ કરાઈ છે. દરેક વિદ્યાર્થી સ્ટૂડન્ટ વિઝા પર અમેરિકા આવ્યા હતા અને તેમને ફારમિંગટન યુનિવર્સિટીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App