Divya Bhaskar

Home » NRG » USA » Organized 'Bandhan Wedding Expo' for the Gujarati people living in America

અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે 'બંધન વેડિંગ એક્સ્પો'નું આયોજન

Divyabhaskar.com | Updated - Aug 07, 2018, 03:18 PM

આ ઇવેન્ટની અંદર બિઝનેસ મીટ, ક્લચર પ્રોગ્રામ, ગુજ્જુ કલાકારો અને ટ્રેડ શૉ રજુ કરવામા આવશે

  • Organized 'Bandhan Wedding Expo' for the Gujarati people living in America

    એન આર જી ડેસ્ક : "જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત" સપ્ટેમ્બર મહિનામાં વિદેશની ધરતી ઉપર એટલે કે અમેરિકામાં ગુજરાતીઓને પ્રમોટ કરનારી સુંદર ઇવેન્ટ આવી રહી છે જેનુ નામ છે 'બંધન વેડિંગ એક્સ્પો'. બંધન વેડિંગ એક્સ્પો એવો કન્સેપ્ટ છે જે ગુજરાત રાજ્ય અને ભારત બહારના લગ્નને સંલગ્ન તમામ સર્વિસ અને પ્રોડક્ટની દુનિયાભરમાં એક નવી ઓળખ ઉભી કરવા માટેની પહેલ છે.

    આજે ગુજરાત બિઝનેસ હબ તરીકે આખી દુનિયામાં એક આગવી ઓળખ ધરાવે છે. ગુજરાતમા દુનિયાભરના લોકો ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે અને કરવા ઇચ્છે છે. તેમજ મુલાકાત કરીને એક સુખની લાગણી અનુભવે છે.આ ઇવેન્ટ નવી સગાઈ કરેલા કપલ માટે તેમજ લગ્નની ખરીદી કરનારા માટે એક મહત્વનુ સોલ્યુશન હશે જ્યાં લગ્ન માટેની બિંદીથી લઈને મોંઘા દાગીના સુધીની દરેક પ્રોડકટની અવનવી વેરાયટીઓ જોવા મળશે.

    આ સુંદર ઇવેન્ટના આયોજક અમેરિકાથી ગોવિંદભાઇ પટેલ અને ભારતથી હિતેશભાઈ ઠક્કર છે

    ઇવેન્ટની વિશેષતાઓ:

    યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં રહેતા ગુજરાતીઓને વિદેશની ધરતી પર પણ ગુજરાતની લાગણી અનુભવાય અને ગર્વ થાય એ માટે આ એક પ્રત્યનશીલ કાર્ય થઇ રહ્યું છે. આ ઇવેન્ટની અંદર બિઝનેસ મીટ, ક્લચર પ્રોગ્રામ, ગુજ્જુ કલાકારો અને ટ્રેડ શૉ રજુ કરવામા આવશે તેમજ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો જેવા મોભીઓ પણ હાજરી આપશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending