Home » NRG » USA » પત્ની-પતિમાંથી કોઇને વર્ક પરમિટ નહીં મળે | US governments proposed plan to repeal an Obama-era rule

યુએસમાં જોબ કરતાં કુંવારા મૂરતિયાઓની ચમક પડી ઝાંખી, લગ્ન માટે પ્રપોઝલમાં ઘટાડો

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 06:26 PM

અત્યાર સુધી લગ્ન કર્યા બાદ ગુજરાતી હોય કે ભારતીય મૂળની યુવતીઓને સરળતાથી અમેરિકામાં વર્ક પરમિટ (H4 વિઝા) મળી જતા હતા

 • પત્ની-પતિમાંથી કોઇને વર્ક પરમિટ નહીં મળે | US governments proposed plan to repeal an Obama-era rule
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ટ્રમ્પ સરકાર એચ1-બી વિઝાધારકોને પતિ અથવા પત્ની માટે વર્ક પરમિટને ખતમ કરવાની યોજના બનાવી રહી છે.

  એનઆરજી ડેસ્કઃ થોડાં સમય પહેલાં અમેરિકામાં કામ કરતા એનઆરઆઇ એન્જીનિયર્સ લગ્ન માટે ભારતીય યુવતીઓની પહેલી પસંદ હતા. પરંતુ હવે સ્થિતિ ઝડપથી બદલાઇ રહી છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઇમિગ્રેશનથી જોડાયેલા નિયમોને વધુ કડક બનાવવા અને નોકરીઓમાં અમેરિકન્સ પહેલી પ્રાથમિકતા આપવાની વાતને લઇને ખરાબ અસર થઇ છે. જેના કારણે મોટી સંખ્યામાં અહીં છટણી થઇ, બચેલા ભારતીયોની નોકરીઓ પણ જોખમમાં છે.

  મોટી સંખ્યામાં ઘટી ભારતીયોની સેલેરી


  - અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય એન્જીનિયરોની સેલેરીમાં પણ ઘટાડો થયો છે. અત્યાર સુધી લગ્ન કરવા માટે ભારતીય યુવતીઓને સરળતાથી વર્ક પરમિટ (H4 વિઝા) મળી જતા હતા, પરંતુ હવે સરકાર તેના ઉપર પ્રતિબંધ લાદવાની યોજના બનાવી રહી છે.
  - જેના કારણે લગ્ન યોગ્ય ભારતીય એન્જીનિયરોની ડિમાન્ડ અને ચમક ઓછી થઇ રહી છે.

  - અમેરિકામાં કામ કરી રહેલા યુવાઓના પ્રત્યે ભારતીય યુવતીઓનો ક્રેઝને એક સ્ટડી રિપોર્ટની મદદથી સરળતાથી સમજી શકાય છે.
  -માઇગ્રેશન પોલીસી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલા લેટેસ્ટ સ્ટડી અનુસાર, અમેરિકામાં કામ કરી રહેલા એચ1-બી વિઝા હોલ્ડર્સના 71,000 સ્પાઉસ (મોટાંભાગના મામલાઓમાં પત્ની)ને ત્યાંની સરકારે એમ્પ્લોયમેન્ટ ડોક્યુમેન્ટ્સ જાહેર કર્યા છે. તેમાં 90 ટકાથી પણ વધુ ભારતીય છે.


  પત્ની-પતિમાંથી કોઇને વર્ક પરમિટ નહીં મળે


  - ટ્રમ્પ સરકાર એચ1-બી વિઝાધારકોને પતિ અથવા પત્ની માટે વર્ક પરમિટને ખતમ કરવાની યોજના બનાવી રહી છે.
  - જેની અસર ભારતની મેટ્રોમોનિયલ સાઇટ્સ પર જોવા મળે છે. ગુજરાતની મેટ્રોમોનિયલ સાઇટ્સ જે ખાસ એનઆરઆઇ લગ્ન માટે ઓળખાય છે તેના ફાઉન્ડરે પણ જણાવ્યું કે, હાલ એનઆરઆઇ યુવકોની ડિમાન્ડમાં ઘટાડો થઇ રહ્યો છે.
  - એચ1-બી વિઝા અમેરિકામાં કામ કરી રહેલા પ્રોફેશનલ્સને મળે છે, જ્યારે એચ4 વિઝા તેમના સ્પાઉસને. નવા નિયમોમાં આ વિઝા પર પ્રતિબંધ લાગવા જઇ રહ્યો છે.

 • પત્ની-પતિમાંથી કોઇને વર્ક પરમિટ નહીં મળે | US governments proposed plan to repeal an Obama-era rule
  અમેરિકામાં કામ કરતા એનઆરઆઇ એન્જીનિયર્સ લગ્ન માટે ભારતીય યુવતીઓની પહેલી પસંદ હતા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending

વીડિયો વધુ જુઓ