Home » NRG » USA » wife caught husband red handed with his girlfriend in America

USમાં ગુજરાતી પતિને પ્રેમિકા સાથે પત્નીએ રંગે હાથ ઝડપ્યો, સર્જાયો હાઈ વોલ્ટેજ ડ્રામા

Divyabhaskar.com | Updated - Jan 08, 2019, 07:37 PM

  • અમેરિકા/સુરતઃ અમેરિકામાં પ્રેમિકા સાથે ફરવા ગયેલા પતિને પત્ની અને સ્વજનોએ રંગેહાથ ઝડપી લીધો હતો. જેના કારણે અમેરિકામાં હાઈવોલ્ટેજ ડ્રામા ઉભો થયો હતો. આ યુવાન સુરતનો હોવાનું જાણવા મળી રહ્યું છે, જોકે આ અંગેની કોઇપણ પ્રકારની ફરિયાદ સુરતમાં નોંધવામાં આવી નથી.

    યુવાન પત્ની સાથે અમેરિકા ગયો હતો
    - પત્નીને પોતાનો પતિ રંગીન મિજાજી હોવાની જાણ થઇ હતી, પરંતુ તેની પાસે કોઇ પુરાવા ન હતા. એવામાં પતિ પ્રેમિકા સાથે અમેરિકા ગયો હોવાની જાણ થતાં પત્ની પણ અમેરિકા પહોંચી ગઇ હતી અને બન્નેને રંગેહાથ ઝડપવા માગતી હતી.

    - આ પહેલા પણ જ્યારે અનૈતિક સંબંધોને લઇને બન્ને વચ્ચે તકરાર થઈ હતી ત્યારે પતિએ પુરાવા શું છે તેમ કહ્યું હતું.

    પુરાવા માટે સ્વજનો પાસે ઉતરાવ્યો વિડીયો


    - પતિ દ્વારા હંમેશા પુરાવાની વાત કરવામાં આવતી હોવાથી આ વખતે પત્ની સ્વજનોને પણ સાથે લઇ ગઇ હતી. અહીં પતિની કાળી કરતૂતોને તેણે સ્વજનો પાસે કેમેરામાં કેદ કરાવી હતી.
    - જે વિડીયો વાઈરલ થયો છે, તેમાં એક મહિલા અચાનક જ રેસ્ટોરાંમાં પહોંચી જાય છે. જેને જોઇને પ્રેમિકા સાથે બેસેલો પતિ હેબતાઈ જાય છે.


    પત્ની પ્રેમિકાનો મોબાઈલ છીનવી લે છે


    - પત્નીને જોતા જ પતિ પ્રેમિકા સાથે હોટલની બહાર નીકળી જાય છે, જ્યાં પત્ની પ્રેમિકાનો મોબાઇલ છીનવી લે છે.
    - વિડીયોમાં જોઇ શકાય છે કે પ્રેમિકા ભાંડો ફૂટી ગયો હોવાનું અનુભવી રહી છે, જ્યારે બીજી તરફ પત્નીની મદદે અનકે લોકો આવ્યા હોવાનું જોવા મળે છે.
    - નોંધનીય છે કે જે વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે, તેમાં યુવાન સુરતનો હોવાનું લોકો કહી રહ્યાં છે, પરંતુ આ અંગે હજુ સુધી કોઇ ફરિયાદ પોલીસમાં કરવામાં આવી નથી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ