1

Divya Bhaskar

Home » NRG » USA » હવેથી બિન નિવાસી ગુજરાતીઓ ઓનલાઈન કઢાવી શકશે ગુજરાત કાર્ડ | now nrg can apply online for gujarat card: minister pradipsingh jadeja

હવેથી બિન નિવાસી ગુજરાતીઓ ઓનલાઈન કઢાવી શકશે ગુજરાત કાર્ડ

Divyabhaskar.com | Last Modified - Jun 21, 2018, 05:14 PM IST

બિન નિવાસી ગુજરાતીઓ 612 જેટલી સંસ્થાઓમાં ગુજરાત કાર્ડ દ્વારા નક્કી થયેલું વળતર મેળવી શકશે

  • હવેથી બિન નિવાસી ગુજરાતીઓ ઓનલાઈન કઢાવી શકશે ગુજરાત કાર્ડ | now nrg can apply online for gujarat card: minister pradipsingh jadeja
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    વિદેશમાં કે અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ રાજ્યના વિકાસમાં સહભાગી બને અને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કાર્ડ યોજના દ્વારા 'ગુજરાત કાર્ડ' આપવામાં આવે છે

    અમદાવાદઃ હવેથી બિન નિવાસી ગુજરાતીઓ ઓનલાઈન અરજી કરી ગુજરાત કાર્ડ મેળવી શકશે. આ કાર્ડ દ્વારા બિન નિવાસી ગુજરાતીઓ 612 જેટલી સંસ્થાઓમાં ગુજરાત કાર્ડ દ્વારા નક્કી થયેલું વળતર મેળવી શકશે. માત્ર એટલું જ નહીં, કાર્ડ ધારકોને ગુજરાતની સ્થાનિક કચેરીઓમાં વહીવટી કાર્યોમાં પણ પ્રાધાન્ય આપવામાં આવશે.

    (આ અમદાવાદી માત્ર સાઉન્ડથી દૂર કરે છે BPથી લઈ બેકપેઈન સહિતની બીમારીઓ)

    વિદેશમાં કે અન્ય રાજ્યમાં વસતા ગુજરાતીઓ કઢાવી શકશે કાર્ડ

    આ અંગે બિન નિવાસી પ્રભાગ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વિદેશમાં કે અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓ રાજ્યના વિકાસમાં સહભાગી બને અને તેમની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત કાર્ડ યોજના દ્વારા 'ગુજરાત કાર્ડ' આપવામાં આવે છે. બિન નિવાસી ગુજરાતીઓ વિદેશમાં ઘેર બેઠા આ કાર્ડ મેળવી શકે તે માટે રાજ્ય સરકારે ઓન લાઈન સુવિધા ઉપલબ્ધ કરાવી છે. જેમાં એન.આર.આઈ. પોતે કે પોતાના વતી કોઈ વ્યક્તિ ફોર્મ ભરીને ઓનલાઈન અરજીની સુવિધાથી કાર્ડ મેળવી શકશે. આ માટેનું અરજી ફોર્મ www.nri.gujarat.gov.in પર ભરી શકાશે.

    આગળ જાણો કાર્ડ કઢાવવા માટેની ફી અંગેની વિગતો

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • હવેથી બિન નિવાસી ગુજરાતીઓ ઓનલાઈન કઢાવી શકશે ગુજરાત કાર્ડ | now nrg can apply online for gujarat card: minister pradipsingh jadeja
    ગુજરાતી તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવા અને પોતાના જ્ઞાન કૌશલ્ય અને નાણાકીય સ્ત્રોત માટે ગુજરાત કાર્ડ આપવામાં આવે છે

    20975 કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા 


    મંત્રી પ્રદિપસિંહે વધુમાં ઉમેર્યું કે, બિન નિવાસી ગુજરાતીઓને પોતાની ગુજરાતી તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવા અને પોતાના જ્ઞાન કૌશલ્ય અને નાણાકીય સ્ત્રોત માટે ગુજરાત કાર્ડ આપવામાં આવે છે. બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા 20975 કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. જેમાં 2033 એનઆરઆઈ ગુજરાત કાર્ડ તથા 18972 એનઆરજી કાર્ડનો સમાવેશ થાય છે.

     

    આટલી છે ફી

     

    ઉલ્લેખનીય છે કે, ગુજરાત કાર્ડ મેળવવા માટે બિન નિવાસી ગુજરાતીઓ પોતાની ઓળખ અને રહેઠાણના પુરાવા તરીકે જરૂરી દસ્તાવેજોની નકલ તેમજ કાર્ડ મેળવવા માટેની જરૂરી ફી 225 રૂપિયા અથવા પાંચ અમેરિકી ડોલ એનઆરજીએફના બેંક ખાતામાં ડીમાન્ડ ડ્રાફ્ટ, રોકડા કે નેટ બેંકિગ દ્વારા જમા કરાવવાના રહેશે. આ કાર્ડ તૈયાર થયા બાદ પોસ્ટ દ્વારા મોકલી આપવામાં આવશે.

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending