• Home
 • NRG
 • USA
 • અરોરાની વાર્ષિક સેલેરી 6.7 કરોડ રૂપિયા હશે | Nikesh Arora is hogging the headlines for the fat pay packet worth about 128 million

અમેરિકામાં બર્ગર વેચ્યા, સિક્યોરિટી ગાર્ડની નોકરી કરી; આજે કમાય છે 857 કરોડ

divyabhaskar.com

Jun 06, 2018, 05:52 PM IST
નિકેશ અરોરા દુનિયાના ત્રીજાં સૌથી વધુ સેલેરી મેળવનાર સીઇઓ બની ગયા છે.
નિકેશ અરોરા દુનિયાના ત્રીજાં સૌથી વધુ સેલેરી મેળવનાર સીઇઓ બની ગયા છે.
નિકેશને સાઇબર સિક્યોરિટી કંપની પાલો અલ્ટો નેટવર્કે 860 કરોડ રૂપિયા (12.8 કરોડ ડોલર) વાર્ષિક પેકેજ સાથે જોબ આપી છે.
નિકેશને સાઇબર સિક્યોરિટી કંપની પાલો અલ્ટો નેટવર્કે 860 કરોડ રૂપિયા (12.8 કરોડ ડોલર) વાર્ષિક પેકેજ સાથે જોબ આપી છે.
પીએમ મોદીની સાથે નિકેશ અરોરા
પીએમ મોદીની સાથે નિકેશ અરોરા
વાઇફ આયેશા થાપરની સાથે નિકેશ
વાઇફ આયેશા થાપરની સાથે નિકેશ

એનઆરજી ડેસ્કઃ સોફ્ટબેંકના ભૂતપૂર્વ COO અને ભારતીય મૂળના નિકેશ અરોરા સૌથી વધારે પેકેજ મેળવનાર વિશ્વના ત્રીજાં CEO બની ગયા છે. સાઇબર સિક્યોરિટી કંપની પાલો અલ્ટો નેટવર્કે તેઓને વાર્ષિક 860 કરોડ રૂપિયા (12.8 કરોડ ડોલર)ના પેકેજ પર હાયર કર્યા છે. 50 વર્ષીય નિકેશને 12.6 કરોડ ડોલર (846 કરોડ) બરાબર શૅર્સ પણ મળશે. 10 લાખ ડોલર (6.72 કરોડ) વેતન અને આટલી જ રકમ ટાર્ગેટ બોનસ તરીકે મળશે. ઉલ્લેખનીય છે કે, નિકેશ ભલે હાલ વાર્ષિક 8 અબજ રૂપિયા કમાતા હોય પરંતુ એક જમાનામાં તેઓએ પોતાનો ખર્ચ કાઢવા માટે બર્ગર વેચવાનું પણ કામ કર્યુ છે.


ગાઝિયાબાદના છે અરોરા


- નિકેશ અરોરા યુપીના ગાઝિયાબાદના રહેવાસી છે. તેઓનો જન્મ 9 ફેબ્રુઆરી 1968ના રોજ થયો છે. તેઓના પિતા ઇન્ડિયન એરફોર્સમાં અધિકારી હતા.
- નિકેશનો શરૂઆતનો અભ્યાસ દિલ્હીની એરફોર્સ સ્કૂલમાં જ થયો છે. ત્યારબાદ 1989માં તેઓએ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય IITથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેકની ડિગ્રી લીધી.
- ગ્રેજ્યુએશન બાદ તેઓએ વિપ્રોમાં જોબ શરૂ કરી. ત્યારબાદ 1989માં તેઓએ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય IITથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેકની ડિગ્રી લીધી હતી.
- ગ્રેજ્યુએશન બાદ તેઓએ વિપ્રોમાં જોબ શરૂ કરી. જો કે, થોડાં સમય બાદ જ તેઓએ જોબ છોડી દીધી અને આગળના અભ્યાસ માટે યુએસ જતા રહ્યા.
- અમેરિકા પહોંચીને તેઓએ બોસ્ટનની નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટીથી MBA કર્યુ. 1992માં તેઓએ અહીંની ફિડેલિટી ઇન્વેસ્ટમેન્ટ કંપની સાથે જોડાયા. જો કે, ત્યારબાદ પણ અભ્યાસ ના છોડ્યો.
- દિવસમાં જોબ કરવા ઉપરાંત તેઓ રાત્રે ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટનો અભ્યાસ કરતા હતા. 1995માં તેઓએ તેનો અભ્યાસ પણ પૂર્ણ કરી લીધો હતો.


બર્ગર વેચ્યા, સિક્યોરિટી ગાર્ડની નોકરી પણ કરી


- અમેરિકામાં અભ્યાસ કરવા માટે નિકેશે તેના પિતા પાસેથી 75 હજાર રૂપિયા ઉધાર લીધા હતા. જો કે, આ પૈસા ખૂબ જ ઓછા હતા. ત્યારબાદ તેઓએ પોતાનો ખર્ચો કાઢવા માટે ઘણી નોકરીઓ પણ કરવી પડી.
- નિકેશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, યુએસમાં અભ્યાસનો ખર્ચ કાઢવા માટે તેઓએ બર્ગર શોપ સેલ્સમેનની જોબ પણ કરી. આ સિવાય સિક્યોરિટી ગાર્ડની નોકરી પણ કરી.


આ પ્રકારે મળશે આખું પેકેજ


- અરોરાની વાર્ષિક સેલેરી 6.7 કરોડ રૂપિયા હશે અને એટલું જ તેઓને બોનસ પણ મળશે. સેલેરી અને બોનસ સિવાય તેઓને 268 કરોડ રૂપિયાના શૅર્સ પણ મળશે. જો કે, આ શૅર્સને તેઓ આગામી 7 વર્ષ સુધી વેચી નહીં શકે.
- નિકેશ જો આગામી 7 વર્ષો દરમિયાન પાલો અલ્ટોના શૅર્સની કિંમત 300 ટકા વધારવામાં સફળ થઇ જશે તો તેઓને 442 કરોડ રૂપિયા વધુ મળશે.
- અરોરા ઇચ્છે તો તેઓ પોતે પણ કંપનીમાં 134 કરોડ રૂપિયાના શૅર્સ ખરીદી શકે છે અને એટલી જ કિંમતના શૅર્સ તેઓને આપવામાં આવશએ. તેને પણ તેઓ આગામી 7 વર્ષો સુધી વેચી નહીં શકે.

આગળની સ્લાઇડ્સમાં જાણો, નિકેશ અરોરાના કરિયરની કેટલીક અજાણી વાતો...

X
નિકેશ અરોરા દુનિયાના ત્રીજાં સૌથી વધુ સેલેરી મેળવનાર સીઇઓ બની ગયા છે.નિકેશ અરોરા દુનિયાના ત્રીજાં સૌથી વધુ સેલેરી મેળવનાર સીઇઓ બની ગયા છે.
નિકેશને સાઇબર સિક્યોરિટી કંપની પાલો અલ્ટો નેટવર્કે 860 કરોડ રૂપિયા (12.8 કરોડ ડોલર) વાર્ષિક પેકેજ સાથે જોબ આપી છે.નિકેશને સાઇબર સિક્યોરિટી કંપની પાલો અલ્ટો નેટવર્કે 860 કરોડ રૂપિયા (12.8 કરોડ ડોલર) વાર્ષિક પેકેજ સાથે જોબ આપી છે.
પીએમ મોદીની સાથે નિકેશ અરોરાપીએમ મોદીની સાથે નિકેશ અરોરા
વાઇફ આયેશા થાપરની સાથે નિકેશવાઇફ આયેશા થાપરની સાથે નિકેશ
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી