Divya Bhaskar

Home » NRG » USA » Indian American hotelier Nik Patel arrested trying to flee to Ecuador

કરોડનો ગોટાળો કરી નીક પટેલે બાંધ્યું હતું આવુ ભવ્ય ઘર, હોટલો પણ ખરીદી

Divyabhaskar.com | Updated - Jan 13, 2018, 11:26 AM

નીક પટેલે કરોડોની લોનો આપીને તેમાંથી ભવ્ય ઘર બાંધ્યું હતું અને અનેક હોટલો ખરીદી હતી

  • Indian American hotelier Nik Patel arrested trying to flee to Ecuador
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    એનઆરજી ડેસ્કઃ 179 મીલિયન ડોલર (અંદાજે 1145 કરોડ રૂપિયા)ના ગોટાળાના આરોપી અને ફ્લોરિડાના બિઝનેસમેન અને હોટેલીયર નીક પટેલની ગત સપ્તાહે યુએસ છોડીને ભાગવાના પ્રયાસમાં એરપોર્ટ પરથી ધરકપકડ કરવામાં આવી હતી.નીક પટેલ પર 26 જેટલી ખોટી લોનો મિલવોકી ફાઇનાન્સિયલ ફર્મ પીનન્ટ મેનેજમેન્ટને આપવાનો આરોપ છે. નીક પટેલે કરોડોની લોનો આપીને તેમાંથી ભવ્ય ઘર બાંધ્યું હતું અને અનેક હોટલો ખરીદી હતી.

    નદીકિનારે ભવ્ય ઘર

    નીક પટેલ પર એવો આરોપ છે કે તેણે ગોટાળો કરી કરોડો રૂપિયાના ખર્ચે હોટલો ખરીદી હતી અને ઇલવર્થમાં એક ભવ્ય મકાન ખરીદ્યું હતું જેના હરાજીમાં 3.25 મિલિયન ડોલર ઉપજ્યા હતા. આ ઉપરાંત નીકેશ પટેલે 5 હોટલો પણ ખરીદી હતી. લોરેલ વેલીમાં 4 મિલિયન ડોલરમાં એક ભવ્ય મકાન પણ બાધ્યું હતું જ્યાં અનેક સીઇઓ અને સેલિબ્રિટીઝ રહેતા હતા.

  • Indian American hotelier Nik Patel arrested trying to flee to Ecuador
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    ગોટાળા કરી હોટલો ખરીદી


    ઓનાર્લ્ડો સેન્ટિનેલના રિપોર્ટ અનુસાર પટેલ ફર્સ્ટ ફાર્મર્સ ફાઇનાન્સિયલના હાઇ રોલિંગ માલિક હતા જે ઓર્લાન્ડો તેમજ અન્ય શહેરોમાં હોટલો ખરીદતી હતી. તેમણે ઓર્લાન્ડોમાં મિંગો સહિતની અનેક રેસ્ટોરેન્ટ્સમાં રોકાણ કર્યું હતું. એપ્રિલ 2014માં ગર્વનર રિક સ્કોટ માટે ફંડ રેઇઝરની ભૂમિકા ભજવી હતી. તેમણે વ્યક્તિગત રીતે પણ સ્કોટ તેમજ અન્ય રાજકારણીઓને ફંડ આપ્યું હતું. પરંતુ પટેલના વળતા પાણી ત્યારે શરૂ થયા જ્યારે એફબીઆઇએ તેમની સામે ક્રિમિનલ કેસ ફાઇલ કર્યો

  • Indian American hotelier Nik Patel arrested trying to flee to Ecuador
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    હરાજીથી 100 મિલિયન ડોલર મળ્યા


    ફડચા અધિકારીઓએ નીક પટેલની હોટલો, કાર્સ અને અન્ય પ્રોપર્ટી વેચીને અત્યાર સુધીમાં 100 મીલિયન ડોલર રિકવર કર્યા છે. પરંતુ સમયની સાથે નુકસાનીની રકમ પણ વધી છે. નીક પટેલની મિંગો તો તાત્કાલિક બંધ થઇ ગઇ હતી. જેના કારણે જમીનના માલિકની રકમ સલવાઇ ગઇ છે. પેનન્ટ મેનેજમેન્ટના શટર પડી ગયા છે. જે રિટાયરમેન્ટ ફંડ્સે પેનન્ટ દ્ધારા રોકાણ કર્યું હતું તેઓ પણ ખોટમાં છે. પટેલ પર આરોપ છે કે તેઓએ પેનન્ટના નાણાંનો ઉપયોગ કરીને ઓર્નાલ્ડોમાં પાંચ હોટલો ખરીદી હતી તેમજ અનેક લકઝરી વસ્તુઓની પોતાની સુખસાહ્યબી માટે ખરીદી હતી.

  • Indian American hotelier Nik Patel arrested trying to flee to Ecuador
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • Indian American hotelier Nik Patel arrested trying to flee to Ecuador
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • Indian American hotelier Nik Patel arrested trying to flee to Ecuador
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

Trending