• Home
  • NRG
  • USA
  • Some scammers may call with threats of jail or lawsuits if you dont pay them

USમાં નવું કૌભાંડ: પતિ કે ઓળખીતાના ફોન પરથી આવો ફોન આવે તો ચેતી જાવ!

divyabhaskar.com

Aug 28, 2018, 07:01 PM IST
ઇન કમિંગ ફોનમાં spoof (બનાવટ) કરીને કોઈ નવી ટેકનીક દ્વારા તમારા પતિ કે ઓળખીતાનો નંબર બતાવાવામાં આવે છે. (ફાઇલ)
ઇન કમિંગ ફોનમાં spoof (બનાવટ) કરીને કોઈ નવી ટેકનીક દ્વારા તમારા પતિ કે ઓળખીતાનો નંબર બતાવાવામાં આવે છે. (ફાઇલ)

એનઆરજી ડેસ્કઃ ન્યૂજર્સી કેલિફોર્નિયામાં થોડાં દિવસો પહેલાં સોશિયલ સિક્યોરિટી અને અન્ય ડિપાર્ટમેન્ટમાંથી વાત કરું છું એવું કહી લોકોને ધમકાવી પૈસા પડાવવાનું સ્કેમ ચાલતું હતું. આ સ્કેમમાં ઘણાં લોકોની ધરપકડ થઇ, આ કોલ ભારતમાંથી આવતા હતા. જેમાં કેટલાંક કોલ સેન્ટર્સ સંડોવાયેલા હતા. હવે આ લોકોએ બીજી નવી પદ્ધતિ અપનાવી છે જેમાં અમેરિકાની પોલીસને પણ કોઇ ટ્રેસ મળતા નથી. ન્યૂજર્સીમાં રહેતા વિપુલ દેસાઇએ આ પ્રકારના સ્કેમને ઉઘાડો પાડતો કિસ્સો શૅર કર્યો છે. જાણો, તેમના જ શબ્દોમાં...


US: લૂંટારૂઓના સોફ્ટ ટાર્ગેટ ગુજરાતીઓ; સ્ટોર માલિક લૂંટાયો, મહિલા પર હુમલો

ડ્રગ્સ મામલે પતિની ધરપકડ થઇ હોવાનો આવ્યો ફોન


- કેલીફોર્નીયામાં મારો સુરતનો મિત્ર પોતાની ફેકટરી પર હતો. તેને ઘરે એક ફોન આવ્યો. ઇનકમિંગ ફોન પર મારા મિત્રનો નંબર હતો.
- મારા મિત્રની પત્ની પોતાના પતિનો ફોન છે સમજીને ફોન ઉપાડે છે. તો સામેથી અંગ્રેજીમાં એક ભાઈ કહે છે કે હું પોલીસ સ્ટેશનમાંથી બોલું છું અને તારા પતિને ડ્રગ્સના મામલે ગિરફતાર કરવામાં આવ્યો છે.
- હાલમાં એને રિમાન્ડ પર લેવામાં આવશે તે જો ના કરવું હોય અને તારા વકીલને બોલાવવો હોય તો તેની રજીસ્ટ્રેશન ફી પેટે તારે 1700 ડોલર મની ટ્રાન્સફર કરીને મોકલવા પડશે.
- તને ખાતરી નહીં થતી હોય તો તું ઇનકમિંગ કોલ પર નંબર જોઈ શકે છે. અમે એટલે જ તારા પતિના ફોન ઉપરથી ફોન કરીએ છીએ. ડ્રગ્સનો મામલો હોવાથી કોઈને અત્યારે જણાવતી નહીં. નહી તો તારા પતિની ગેંગવાળા હત્યા પણ કરી શકે.
- પેલાએ કહ્યું તને અંગ્રેજીમાં સમજ નહીં પડે એટલે તું અમારા દુભાષિયા જોડે ગુજરાતીમાં વાત કર. સામેથી ગુજરાતીમાં એક ભાઈ વાત કરવા માંડ્યો અને મિત્રની પત્નીને ગભરાવવા માંડ્યો.
- પાછળ પોલીસ ચોકી/જેલમાં હોય એવો ઘોંઘાટ થતો હતો (રેકોર્ડીંગ વગાડવામાં આવતું હતું). એટલે મારા મિત્રની પત્ની ગભરાઈ ગઈ અને તરત જ સ્ટોરમાંથી મની ટ્રાન્સફર કરવા ગઈ.
- સ્ટોરવાળાએ કહ્યું કે ટાઈમ પૂરો થઇ ગયો છે એટલે કદાચ જ અત્યારે આ પૈસા ટ્રાંસફર થાય, નહીં તો કાલે થશે. મિત્રની પત્નીએ ક્રેડીટ કાર્ડ આપી પૈસા ટ્રાન્સફર કરવા કહ્યું.


UK: દીકરી ગુમાવનાર ગુજરાતી પરિવારની વ્યથા; 'પતિએ ગે હોવાનું છૂપાવ્યું ન હોત તો આજે અમારી દીકરી જીવતી હોત'

ગૂગલ કાર્ડનો ઉપયોગ કરવાની આપી સલાહ


- મિત્રની પત્નીએ આ વાત પેલાને ફોન પર કરી. સામેવાળાને લાગ્યું કે આ પૈસા નહી મળે એટલે એણે કહ્યું કે, આ પૈસા અત્યારે નહીં મળે એટલે 1700 ડોલરનું ગૂગલનું કાર્ડ લઇ તેનો પાછળનો નંબર અમને જણાવ!
- ગૂગલ કાર્ડમાં જો તમે પાછળનો નંબર સ્ક્રેચ કરીને પૈસા લો એટલે એની કોઈ જાતની જવાબદારી ગૂગલ લેતું નથી. મિત્રની પત્નીએ 1700 ડોલરનું કાર્ડ ખરીધ્યું અને પોતાની કારમાં બેસવા ગઈ.
- આ બાજુ મારા મિત્રને ક્રેડીટ કાર્ડ કંપની તરફથી મેસેજ મળ્યો જેમાં પૂછવામાં આવ્યું કે તમે 1700 ડોલર હાલમાં ટ્રાન્સફર કર્યા? મારા મિત્રે તરત જ ના પાડીએ અને ઘરે ફોન જોડ્યો.
- એનો ફોન રિંગ વાગીને તરત કટ થઇ ગયો. આવું બે ત્રણ વાર ફોન કટ થવાથી એ સીધો ઘરે ગયો, ત્યાં પત્ની હાજર ન હતી. એટલે એણે ફરી પત્નીને ફોન લગાવ્યો.


45 લાખમાં એક બાળકને USમાં વેચતા ગુજરાતીની ધરપકડ, અત્યાર સુધી 300નો કર્યો સોદો


ફોન સતત કટ થઇ જાય તેવી હોય છે ગોઠવણ


- આમ ઘણીવાર ફોન લગાવ્યા પણ તરત જ કટ થઇ જતો હતો. સદનસીબે એકવાર ફોન લાગ્યો અને પત્નીને પૂછ્યું તું ક્યા છે? પત્નીએ જવાબ આપ્યો યુનિયન સ્ટોરમાં અને તરત જ ફોન કટ થઇ ગયો.
- એટલે મારો મિત્ર એના ઘરની પાસે આવેલા સ્ટોર પર દોડી ગયો. ત્યાં એણે પત્નીને કારમાં બેસીને કઈ કરતા જોઈ. એટલે તે દોડીને એની પાસે ગયો, તો તેના હાથમાં ગૂગલનું કાર્ડ અને ફોન હતો.
- તરત જ મારા મિત્રે તેની પાસેથી ફોન આંચકીને પૂછ્યું, “હું આર યુ?” એટલે ફોન કપાઈ ગયો.
મારો મિત્ર અને તેની પત્ની પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવા ગયા. - પોલીસે કહ્યું કે હાલમાં આવા થોડા બનાવો બન્યા છે. ફોન પર તમને તમારા ઘરવાળાનો/ફેમીલી કે ઓળખીતાનો નંબર સ્પૂફ (બનાવટ કરીને) કરીને બતાવવામાં આવે છે.
- તમે આ વખતે કોઈને ફોન નથી કરી શકતા અને ઇનકમિંગ ફોન આવે તો તરત જ કટ થઇ જાય એવી ગોઠવણ હોય છે.
- તમે એમ જ સમજો કે તમારા ઘરવાળાનો ફોન છે પણ હકીકતમાં તો એ ખરો નંબર નથી હોતો.
- પોલીસે કહ્યું કે, હાલમાં અમે પણ આ ગેંગને પકડવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ પણ કોઈ ટ્રેસ મળ્યા નથી. એટલામાં જ ત્રીજા ટેબલ પર બેઠેલા એક પોલીસ ઓફીસરે મારા મિત્રને કહ્યું કે થોડા દિવસ પર તમારાં જ દેશવાળા કોઇ મારી પત્નીને આજ રીતે બનાવીને પૈસા કઢાવી ગયા, તે સમયે હું રાઉન્ડમાં હતો.

શું છે મોડસ ઓપરેન્ડી

- આ એક નવી પધ્ધતિ એક ગેંગ દ્વારા અજમાવવામાં આવી રહી છે. અમેરિકામાં અજમાવાય છે પણ તે જ વસ્તુ ઇન્ડિયા કે ગમે તે દેશમાં ભારતીયો સાથે અજમાવી શકાય.
- તમારી પત્ની કે તમને ફોન આવે તો તમને સામે ફોન કરવાવાળાના નંબરની જગ્યાએ તમારા ઓળખીતાનો જ નંબર જોવા મળે. એટલે તમે ફોન ઉપાડો.
- પેલો પાછો કહે કે, તમારા પતિના ફોન પરથી જ ફોન કરીએ છીએ એટલે તમને ઇન કમિંગ નંબર જોઇને ખાતરી થઇ જાય.
- આ રીતે ઇન કમિંગ ફોનમાં spoof (બનાવટ) કરીને કોઈ નવી ટેકનીક દ્વારા તમારા પતિ કે ઓળખીતાનો નંબર બતાવાવામાં આવે છે. ત્યારબાદ મની ટ્રાન્સફર કે ગૂગલ કાર્ડ દ્વારા પૈસા મોકલવાનું કહેવામાં આવે છે.

શું છે ઉપાય?

હાલમાં તો આનો કોઈ ઉપાય નથી. તેમ છતાં તકેદારીના ભાગરૂપે


1. કોઈને મની ટ્રાન્સફર કે ગૂગલ કાર્ડ દ્વારા પૈસા આપવા નહીં
2. તરત જ ફોન ચાલુ રાખી સ્ટોરપર મની ટ્રાન્સફર કે કાર્ડ લેવા જવાની વાત કરી કોઈ ઓળખીતા પાસે જઈ કાગળમાં તમારા પતિ કે ઓળખીતાનો નંબર કે નામ લખી એના ફોન પર ફોન કરવા કહેવું.
3. ફોન પર હાથ મુકીને આ વાત ઓળખીતાને કરી શકાય છે.
4. સીધા પોલીસ સ્ટેશને જવું જો ભોગ બની ગયા હોય તો તરત જ ફરિયાદ કરવી.
5. આ મેસેજ બને એટલો તમારા ઓળખીતા સગા સબંધીમાં મોકલી એમને ચેતવી દેવા ખાસ જરૂરી છે.

ઇન્ડિયન રેસ્ટોરાંમાં ડિનર બાદ અમેરિકને FB પર લખ્યું, કદાચ અલ-કાયદાને પૈસા આપી રહ્યો છું!

X
ઇન કમિંગ ફોનમાં spoof (બનાવટ) કરીને કોઈ નવી ટેકનીક દ્વારા તમારા પતિ કે ઓળખીતાનો નંબર બતાવાવામાં આવે છે. (ફાઇલ)ઇન કમિંગ ફોનમાં spoof (બનાવટ) કરીને કોઈ નવી ટેકનીક દ્વારા તમારા પતિ કે ઓળખીતાનો નંબર બતાવાવામાં આવે છે. (ફાઇલ)
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી