ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» The Department of Homeland Security investigated the case

  US: મોટલ ચલાવતા ગુજરાતી દંપતી પર કબૂતરબાજીનો આરોપ, 2 વર્ષની સજા

  divyabhaskar.com | Last Modified - Mar 21, 2018, 01:40 PM IST

  કોર્ટે આ દંપત્તિને પીડિતને 40 હજાર અમેરિકન ડોલર (અંદાજિત 26 લાખ રૂપિયા) આપવાનો આદેશ આપ્યો છે
  • કોર્ટે આ પીડિતને 40 હજાર અમેરિકન ડોલર (અંદાજિત 26 લાખ રૂપિયા) આપવાનો ચૌધરી દંપત્તિને આદેશ આપ્યો છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કોર્ટે આ પીડિતને 40 હજાર અમેરિકન ડોલર (અંદાજિત 26 લાખ રૂપિયા) આપવાનો ચૌધરી દંપત્તિને આદેશ આપ્યો છે. (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં મોટેલ ચલાવતા ગુજરાતી દંપત્તિને કબૂતરબાજીના દોષિત ગણાવીને કોર્ટે સજા સંભળાવી છે. દંપત્તિને ભારતથી ગેરકાયદેસર ઇમિગ્રેશન અને શ્રમિકાનો શોષણ મામલે દોષી ઠેરવ્યા છે. ગુજરાતના 50 વર્ષીય વિષ્ણુભાઇ ચૌધરી અને તેમની 44 વર્ષીય પત્ની લીલાબહેન ચૌધરીને કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. આ ગુજરાતી દંપત્તિ નેબારસ્કાના કિમબેલમાં રહે છે. તેઓને પીડિતને 40 હજાર અમેરિકન ડોલર (અંદાજિત 26 લાખ રૂપિયા) આપવાનો આદેશ આપ્યો છે. આ દંપત્તિને બે વર્ષની કેદ બાદ ભારત પરત મોકલી દેવામાં આવશે.

   ત્રણ વર્ષ સુધી ગોંધી રાખ્યો ભત્રીજાને

   - કોર્ટના ડોક્યુમેન્ટ્સ અનુસાર, ચૌધરી દંપત્તિએ તેઓના ભત્રીજાને માનસિક અને શારિરીક ત્રાસ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.
   - વિષ્ણુભાઇએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેઓ ભત્રીજાને ગેરકાયદેસર રીતે અમેરિકા લાવ્યા હતા અને ઓક્ટોબર 2011થી ફેબ્રુઆરી 2013 સુધી તેને ગોંધી રાખ્યો હતો.
   - વકીલના જણાવ્યા અનુસાર, તેઓએ ભત્રીજા પાસે અઠવાડિયાના સાતેય દિવસ મોટેલમાં કામ કરાવ્યું, રૂમ સાફ કરવા, લોન્ડ્રી જેવા કામ કરાવ્યા પણ ક્યારેય તેને પગાર આપ્યો નહીં. તેનાથી ઉલટું, આ ગુજરાતી દંપત્તિએ ભત્રીજાને એવું કહીને પોતાની પાસે નોકર બનાવીને રાખ્યો કે, તેને અહીં દેવાની ભરપાઇ માટે રાખ્યો છે.
   - આ ઉપરાંત વિષ્ણુભાઇએ ભત્રીજાને બહાર નિકળવા સામે પ્રતિબંધ લગાવીને રાખ્યો હતો અને લગભગ દરરોજ તેને શારિરીક અને માનસિક ત્રાસ આપતા હતા.

   લીલાબહેન સફાઇ મુદ્દે મારતા હતા
   - વિષ્ણુભાઇએ ભત્રીજાને ધમકી આપી હતી કે, તેણે ક્યારેય ભાગવાની કોશિશ ના કરવી. જ્યારે લીલાબહેન ચૌધરી તેને દરરોજ ગાળો આપતા હતા અને એક દિવસ બાથટબ સરખું સાફ નથી કર્યુ તેવું કહીને માર માર્યો હતો.
   - મોટેલમાં આવેલા ગેસ્ટ અને લોકલ લૉ એન્ફોર્સમેન્ટની મદદથી ભત્રીજો આ ક્રૂર દંપત્તિની કેદમાંથી બહાર નિકળવામાં સફળ રહ્યો હતો.

  • મોટેલમાં આવેલા ગેસ્ટ અને લોકલ લૉ એન્ફોર્સમેન્ટની મદદથી ભત્રીજો આ ક્રૂર દંપત્તિની કેદમાંથી બહાર નિકળવામાં સફળ રહ્યો હતો. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોટેલમાં આવેલા ગેસ્ટ અને લોકલ લૉ એન્ફોર્સમેન્ટની મદદથી ભત્રીજો આ ક્રૂર દંપત્તિની કેદમાંથી બહાર નિકળવામાં સફળ રહ્યો હતો. (ફાઇલ)

   એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં મોટેલ ચલાવતા ગુજરાતી દંપત્તિને કબૂતરબાજીના દોષિત ગણાવીને કોર્ટે સજા સંભળાવી છે. દંપત્તિને ભારતથી ગેરકાયદેસર ઇમિગ્રેશન અને શ્રમિકાનો શોષણ મામલે દોષી ઠેરવ્યા છે. ગુજરાતના 50 વર્ષીય વિષ્ણુભાઇ ચૌધરી અને તેમની 44 વર્ષીય પત્ની લીલાબહેન ચૌધરીને કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે. આ ગુજરાતી દંપત્તિ નેબારસ્કાના કિમબેલમાં રહે છે. તેઓને પીડિતને 40 હજાર અમેરિકન ડોલર (અંદાજિત 26 લાખ રૂપિયા) આપવાનો આદેશ આપ્યો છે. આ દંપત્તિને બે વર્ષની કેદ બાદ ભારત પરત મોકલી દેવામાં આવશે.

   ત્રણ વર્ષ સુધી ગોંધી રાખ્યો ભત્રીજાને

   - કોર્ટના ડોક્યુમેન્ટ્સ અનુસાર, ચૌધરી દંપત્તિએ તેઓના ભત્રીજાને માનસિક અને શારિરીક ત્રાસ આપ્યો હોવાની કબૂલાત કરી હતી.
   - વિષ્ણુભાઇએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, તેઓ ભત્રીજાને ગેરકાયદેસર રીતે અમેરિકા લાવ્યા હતા અને ઓક્ટોબર 2011થી ફેબ્રુઆરી 2013 સુધી તેને ગોંધી રાખ્યો હતો.
   - વકીલના જણાવ્યા અનુસાર, તેઓએ ભત્રીજા પાસે અઠવાડિયાના સાતેય દિવસ મોટેલમાં કામ કરાવ્યું, રૂમ સાફ કરવા, લોન્ડ્રી જેવા કામ કરાવ્યા પણ ક્યારેય તેને પગાર આપ્યો નહીં. તેનાથી ઉલટું, આ ગુજરાતી દંપત્તિએ ભત્રીજાને એવું કહીને પોતાની પાસે નોકર બનાવીને રાખ્યો કે, તેને અહીં દેવાની ભરપાઇ માટે રાખ્યો છે.
   - આ ઉપરાંત વિષ્ણુભાઇએ ભત્રીજાને બહાર નિકળવા સામે પ્રતિબંધ લગાવીને રાખ્યો હતો અને લગભગ દરરોજ તેને શારિરીક અને માનસિક ત્રાસ આપતા હતા.

   લીલાબહેન સફાઇ મુદ્દે મારતા હતા
   - વિષ્ણુભાઇએ ભત્રીજાને ધમકી આપી હતી કે, તેણે ક્યારેય ભાગવાની કોશિશ ના કરવી. જ્યારે લીલાબહેન ચૌધરી તેને દરરોજ ગાળો આપતા હતા અને એક દિવસ બાથટબ સરખું સાફ નથી કર્યુ તેવું કહીને માર માર્યો હતો.
   - મોટેલમાં આવેલા ગેસ્ટ અને લોકલ લૉ એન્ફોર્સમેન્ટની મદદથી ભત્રીજો આ ક્રૂર દંપત્તિની કેદમાંથી બહાર નિકળવામાં સફળ રહ્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: The Department of Homeland Security investigated the case
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `