• Home
  • NRG
  • USA
  • Of the Indian participants, all that is known about them is their name and age

મેક્સિકોને 50 વર્ષ પહેલા ઓલિમ્પિક બાદ ગુમ થયેલા સાત ભારતીય બાળકોની શોધ

મેક્સિકો વધુ એકવાર પેઇન્ટિંગ પ્રદર્શનનું આયોજન કરવા ઇચ્છે છે

divyabhaskar.com | Updated - Aug 22, 2018, 04:24 PM
જો મેક્સિકો સરકાર આ બાળકોને શો
જો મેક્સિકો સરકાર આ બાળકોને શો

ઇન્ટરનેશનલ ડેસ્કઃ મેક્સિકોની સરકારને આઠ ભારતીય બાળકોની શોધ છે. દિલ્હી સ્થિત મેક્સિકો એમ્બેસીનું કહેવું છે કે, 50 વર્ષ પહેલાં 1968માં મેક્સિકોમાં ઓલિમ્પિક રમત દરમિયાન થયેલાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં પેઇન્ટિંગ એક્ઝિબિશન કરવામાં આવ્યું હતું. તેમાં વિશ્વના અંદાજિત 1800 બાળકોએ ભાગ લીધો હતો, જેમાં આ આઠ ભારતીય બાળકો પણ સામેલ હતા. પરંતુ ત્યારબાદથી તેઓની કોઇ ભાળ નથી. મેક્સિકો સરકારને માત્ર તેમના નામ અને ઉંમરની જ જાણકારી છે, જેની મદદથી તેઓ આ આઠ બાળકોની શોધ કરી રહી છે. જો કે, આ કામ એટલું સરળ નથી કારણ કે સમય ઘણો પસાર થઇ ચૂક્યો છે.


વર્લ્ડ ઓફ ફ્રેન્ડશિપ એક્ઝિબિશનની ફરી શરૂઆત


- આ બાળકોએ જે પેઇન્ટિંગ બનાવ્યુ હતું, તેને મેક્સિકોના પ્રખ્યાત સ્થળો પર લગાવવામાં આવ્યું હતું. પેઇન્ટિંગ એક્ઝિબિશનનું ટાઇટલ હતું - વર્લ્ડ ઓફ ફ્રેન્ડશિપ, એટલે કે મિત્રતાનું વિશ્વ!
- હવે એમાંતી અમુક જ પેઇન્ટિંગ્સ બચી છે અને મેક્સિકો ગવર્મેન્ટ ફરીથી એક્ઝિબિશન લગાવવા ઇચ્છે છે. આ યોજનાને 'મિત્રતાનું વિશ્વ પચાસ વર્ષ બાદ' નામ આપાવમાં આવ્યું છે.
- વળી, આ કલાકારોની શોધ કરવાની જવાબદારી વિશ્વમાં મેક્સિકોની તમામ એમ્બેસીને સોંપવામાં આવી છે.


બાળકોએ મેક્સિકોની દિવાલ પર પણ કર્યુ એક્ઝિબિશન


- મેક્સિકો એમ્બેસીનો અંદાજ છે કે, ભારતીય બાળકોએ શંકર ઇન્ટરનેસનલ ચિલ્ડ્રન આર્ટ કોમ્પિટિશન બેનર હેઠળ ભાગ લીધો હશે.
- આ કોમ્પિટિશન કેશવ શંકર પિલ્લાઇએ શરૂ કરાવ્યું હતું. પિલ્લાઇ એક કાર્ટૂનિસ્ટ હતા તેઓએ દિલ્હીના પ્રખ્યાત શંકર ડોલર મ્યુઝિયમની સ્થાપના કરી હતી.
- ત્રણ બાળકો કદાચ ભારતીય ગ્રુપની સાથે મેક્સિકો પણ ગયા હતા જ્યાં તેઓએ શહેરની પ્રખ્યાત સડકોના કિનારે દિવાલો પર પોતાની કલાનું પ્રદર્શન કર્યુ હતું.
- જિતેન્દ્ર નવનીત લાલ પારેખની પેઇન્ટિંગ 'માર્કેટ'ને પણ 1968માં બનેલી પેઇન્ટિંગ્સમાં સામેલ કરવામાં આવ્યું હતું. તે સમયે જિતેન્દ્ર નવનીત લાલ પારેખની ઉંમર 15 વર્ષ હતી.
- અન્ય બાળકોના નામ સુજાતા શર્મા (14), ઇરા સચદેવ (12), સંત કુંડો (13), વિવેક કછભાટલા (9), ઇલા એઇમ્સ (8) અને લીલા સુધાકરણ છે.
- જો મેક્સિકો સરકાર આ બાળકોને શોધવામાં સફળ થાય છે તો સરકાર તેઓને પેઇન્ટિંગની એક ફ્રેમ્ડ કોપી અને સર્ટિફિકેટ આપશે.

X
જો મેક્સિકો સરકાર આ બાળકોને શોજો મેક્સિકો સરકાર આ બાળકોને શો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App