Home » NRG » USA » Lottery winners can’t stay anonymous in most states

અમેરિકાની 'મેગા મિલિયન લોટરી': કોણ બનશે 1.6 બિલિયન ડોલરની લોટરીનો વિજેતા

Divyabhaskar.com | Updated - Oct 24, 2018, 07:38 PM

ડેલાવર સ્ટેટમાં 2010માં મેગા મિલિયનની શરૂઆત થઇ હતી

 • Lottery winners can’t stay anonymous in most states
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  એનઆરજી ડેસ્કઃ (રેખા પટેલ, ડેલાવર) અમેરિકામાં જેમ આલ્કોહોલ છૂટથી વેચાય છે અને પિવાય છે તેમ કોમ્પ્યુટરથી રમાતી લોટરીની રમત પણ લિગલ છે. લોટરીમાં અવનવી રમતો હોય છે. જેમાં સૌથી વધારે પાવરબોલ, મેગા મિલિયન, હોટ લોટો, લકી ફોર લાઇફ અને ડેઇલી થ્રી ડિજિટ નંબર્સ જેવી ગેમ્સ મુખ્ય છે. આ વખતે બધા જ રેકોર્ડ બ્રેક કરતા મેગા મિલિયનમાં 39 સ્ટેટ્સે ભાગ લીધો છે. ડેલાવર સ્ટેટમાં 2010માં મેગા મિલિયનની શરૂઆત થઇ હતી. આ વખતે ડેલાવર, મેરીલેન્ડ મેસાચ્યુસેટ, ન્યૂજર્સી, ન્યૂયોર્ક સાઉથ કેરોલિના, નોર્થ કેરોલિના, જ્યોર્જિયા કંટકીથી લઇને છેક કોલારાડો, કેલિફોર્નિયા સુધીના સ્ટેટ આ વખતે જોડાયા છે.

  - આમ તો દરેક હોલિડેના સમયે લોટરીના આંકડા ઉપર જતા હોય છે. જો કે, આ વખતે મેગા મિલિયન લોટરીના આંકડાએ બધી જ લિમિટ પાર કરી દીધી છે.
  - આજ સુધીના ઇતિહાસનો સૌથી ઉંચો આંક ગયો છે. મેગા મિલિયન ગ્રુપના ડાયરેક્ટર ગોર્ડન મેકેનેકાના પ્રસંગને ઐતિહાસિક ગણાવ્યો હતો.
  - છેલ્લાં કેટલાંક દિવલોથી ચર્ચિત લોટરીનું છેવટે રિઝલ્ટ આવ્યું છે. જેમાં 1.6 બિલિયન ડોલર્સના અત્યાર સુધી મળેલા સમાચાર અનુસાર, સાઉથ કેરોલિના સ્ટેટમાંથી એક વિનરની જાણકારી મળી છે.
  - છતાં હજુ બીજાં વિનર્સ હોવાની શક્યતાઓ રહે છે. સેકન્ડ વિનર્સમાં હાલ જાણવા મળેલા ન્યૂઝ અનુસાર, 36 નામ બહાર આવ્યા છે.
  - આ ખરેખર ઐતિહાસિક ગણાય છે, બહારના બીજાં દેશોમાંથી પણ પોતપોતાના સગાઓને ડોલર્સ મોકલાવી લોટરીની ટીકીટ ખરીદવાનું કહેતા હતા. હજારો લોકોએ પોતે જીતશે તો શું કરશેના સપનાનાં મહેલ પણ ચણ્યા હતા.
  - લોટરીની રમતના આંકડા જેમ ઉંચા જાય ત્યારે જે-તે સ્ટોરમાં લોટરીનું મશીન હોય તે સ્ટોરનાં માલિકને પણ ફાયદો થાય છે. જેના કારણે તેનું વેચાણ વધી જાય છે અને તેની ઉપર તેને મળતું કમિશન પણ વધે છે.
  - આ એક જુગાર છે આથી એક વાત અવશ્ય યાદ રાખવી જોઇએ કે, લોટરી રમવાથી લખપતિ બન્યું નથી. અહીં રોજ લાખો લોકો પોતાના અંગત ખર્ચાઓ ઉપર કાપ મુકીને તેમની મહેનતની કમાણીને લોટરી પાછળ વેડફી નાખે છે અને સામે જીતે છે કેટલાં? એકાદ નસીબદાર.
  - લોટરી અહીં ગવર્મેન્ટ માટે સ્ટેટને વધારાની આવક ઉભી કરતી સિસ્ટમ માત્ર છે, આ કોઇ ચેરિટી નથી. લાખોની રકમ વેડફાય ત્યારે કોઇ એકાદ જીતે છે.
  - જુગાર એક નશો છે જેનો અતિરેક થતાં કેટલાંય પરિવારો બરબાદ થઇ જતા હોય છે. શોખ અને ક્યારેય નસીબ અજમાવી જોવા એકાદવાર રમવામાં કશું જ ખોટું નથી. પરંતુ કોઇ પણ કુટેવને આદત બનાવી દેવાય તો છેલ્લે નુકસાન પણ ભોગવવું પડે.

  આગળની સ્લાઇડ્સમાં જુઓ, વધુ તસવીરો...

 • Lottery winners can’t stay anonymous in most states
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
 • Lottery winners can’t stay anonymous in most states
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
 • Lottery winners can’t stay anonymous in most states
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
 • Lottery winners can’t stay anonymous in most states
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ