ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » NRG » USA» Indian-Origin Man Spends Rs. 38,000 to Meet Trump

  ટ્રમ્પ સાથે સેલ્ફી લેવા ઇચ્છતા ભારતીય મૂળના વ્યક્તિએ ખર્ચ્યા 38 હજાર

  divyabhaskar.com | Last Modified - Jun 13, 2018, 04:28 PM IST

  ટ્રમ્પ અને કિમ જોંગ-ઉનની મુલાકાત માટે સિંગાપોર ગવર્મેન્ટે 100 કરોડથી વધુ રૂપિયા ખર્ચ કર્યા છે.
  • મહારાજ મોહને ટ્રમ્પની શાનદાર લિમોઝિન કાર 'ધ બિસ્ટ' સાથે સેલ્ફી લીધી
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   મહારાજ મોહને ટ્રમ્પની શાનદાર લિમોઝિન કાર 'ધ બિસ્ટ' સાથે સેલ્ફી લીધી

   એનઆરજી ડેસ્કઃ ભારતીય મૂળના એક મલેશિયન વ્યક્તિએ કિમ જોંગ-ઉન અને ટ્રમ્પ સમિટ દરમિયાન માત્ર અમેરિકાના પ્રેસિડન્ટને મળવા માટે 38 હજાર રૂપિયા ખર્ચ કરી દીધા હતા. હકીકતમાં જે શાંગરી લા હોટલમાં ટ્રમ્પ રોકાયા હતા, તેની કિંમતો સામાન્ય રીતે ખૂબ જ વધારે છે. તેમ છતાં 25 વર્ષના મહારાજ મોહન નામના વ્યક્તિએ માત્ર એક રાત માટે ટ્રમ્પની નજીક શાંગરી લા હોટલમાં એક રૂમ બુક કરાવ્યો. જો કે, મોહનની ટ્રમ્પને મળવાની ઇચ્છા અધૂરી રહી ગઇ. એક પ્રેસિડન્ટને મળવા માટે આટલી મોટી રકમ ખર્ચ કરવા છતાં મોહને તેને ઓછો ખર્ચ ગણાવ્યો.

   પ્રેસિડન્ટની કાર સાથે સેલ્ફી લઇ શક્યો

   - સિંગાપોરના ટુડે ન્યૂઝપેપર અનુસાર, એક રાત હોટલમાં વિતાવવાનો આટલો ખર્ચ કર્યા બાદ પણ મોહનને ટ્રમ્પની સાથે ફોટોગ્રાફ ના મળી શક્યો. પરંતુ તેઓએ ટ્રમ્પની શાનદાર લિમોઝિન કાર 'ધ બિસ્ટ' સાથે સેલ્ફી લીધી.
   - ટ્રમ્પ આ કારથી અન્ય દેશોમાં મુસાફરી કરે છે. અમેરિકાના પ્રેસિડન્ટની આ 8 ટન કાર ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવે છે અને તેને એરફોર્સ વનના પ્લેનમાં દરેક જગ્યાએ રાષ્ટ્રપતિની સાથે લઇ જવામાં આવે છે.
   - મોહને કહ્યું, મને ખ્યાલ હતો કે, ટ્રમ્પને મળવાનો મારી પાસે માત્ર એક ટકા જ મોકો છે, પરંતુ અમેરિકાના પ્રેસિડન્ટને મળવાનો આ ખર્ચ કોઇ મોટો નથી.

   લોબીમાં વિતાવ્યા 5 કલાક

   - હોટલની જે વિંગમાં ટ્રમ્પ રોકાયા હતા, તેની નજીકવાળા વિંગમાં જ મોહનને પણ રૂમ મળ્યો હતો. જો કે, કડક સિક્યોરિટીના કારણે લોકો ટ્રમ્પને માત્ર લોબીમાંથી જ જોઇ શકતા હતા.
   - પ્રાપ્ત માહિતી અનુસાર, 9 વાગ્યે થનારી આ મુલાકાત પહેલાં ટ્રમ્પને હોટલમાંથી નિકળતા જોવા માટે ઘણાં લોકો લોબીમાં જ એકઠાં થયા હતા.
   - મોહન પણ સવારે અંદાજિત 6.30 વાગ્યાથી જ અહીં મોજૂદ હતા. જો કે, તેઓને ટ્રમ્પની માત્ર એક ઝલક સવારે અંદાજિત 8 વાગ્યાની આસપાસ મળી, જ્યારે તેઓ કપેલા હોટલ માટે નિકળી રહ્યા હતા.
   - આનાથી એક દિવસ પહેલાં મોહન ટ્રમ્પના પુસ્તક પર ઓટોગ્રાફ લેવા માટે 5 કલાક લોબીમાં ઉભા રહી ચૂક્યા હતા. પરંતુ તે સમયે પણ તેઓને આ મોકો ના મળી શક્યો.

   ટ્રમ્પને પસંદ કરવાના કારણે લોકો કરે છે નફરત

   - મલેશિયાની એક ટ્રેનિંગ ફર્મમાં કામ કરનારા મોહનના જણાવ્યા અનુસાર, ટ્રમ્પને પસંદ કરવાના કારણે તેઓને ઘણાં લોકોની નફરતનો પણ સામનો કરવો પડે છે.
   - જેના કારણે કેટલાંક લોકોએ તેને સલાહ આપી હતી કે, તેઓ ટ્રમ્પને નહી મળી શકે. ત્યાં સુધી કે તેમની નજીક પણ નહીં જઇ શકે.
   - મોહને જણાવ્યું કે, તેઓએ પહેલીવાર ટ્રમ્પને 2007માં જોયા હતા, જ્યારે તેઓ ડબલ્યૂડબલ્યૂઇ (રેસલિંગ)ની એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઇવેન્ટમાં ટ્રમ્પે પોતાના પ્રતિદ્વંદ્વિ પર હુમલો પણ કર્યો હતો.

  • 9 વાગ્યે થનારી આ મુલાકાત પહેલાં ટ્રમ્પને હોટલમાંથી નિકળતા જોવા માટે ઘણાં લોકો લોબીમાં જ એકઠાં થયા હતા.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   9 વાગ્યે થનારી આ મુલાકાત પહેલાં ટ્રમ્પને હોટલમાંથી નિકળતા જોવા માટે ઘણાં લોકો લોબીમાં જ એકઠાં થયા હતા.

  • કેટલાંક લોકોએ તેને સલાહ આપી હતી કે, તેઓ ટ્રમ્પને નહી મળી શકે. ત્યાં સુધી કે તેમની નજીક પણ નહીં જઇ શકે.
   +2 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેટલાંક લોકોએ તેને સલાહ આપી હતી કે, તેઓ ટ્રમ્પને નહી મળી શકે. ત્યાં સુધી કે તેમની નજીક પણ નહીં જઇ શકે.

   એનઆરજી ડેસ્કઃ ભારતીય મૂળના એક મલેશિયન વ્યક્તિએ કિમ જોંગ-ઉન અને ટ્રમ્પ સમિટ દરમિયાન માત્ર અમેરિકાના પ્રેસિડન્ટને મળવા માટે 38 હજાર રૂપિયા ખર્ચ કરી દીધા હતા. હકીકતમાં જે શાંગરી લા હોટલમાં ટ્રમ્પ રોકાયા હતા, તેની કિંમતો સામાન્ય રીતે ખૂબ જ વધારે છે. તેમ છતાં 25 વર્ષના મહારાજ મોહન નામના વ્યક્તિએ માત્ર એક રાત માટે ટ્રમ્પની નજીક શાંગરી લા હોટલમાં એક રૂમ બુક કરાવ્યો. જો કે, મોહનની ટ્રમ્પને મળવાની ઇચ્છા અધૂરી રહી ગઇ. એક પ્રેસિડન્ટને મળવા માટે આટલી મોટી રકમ ખર્ચ કરવા છતાં મોહને તેને ઓછો ખર્ચ ગણાવ્યો.

   પ્રેસિડન્ટની કાર સાથે સેલ્ફી લઇ શક્યો

   - સિંગાપોરના ટુડે ન્યૂઝપેપર અનુસાર, એક રાત હોટલમાં વિતાવવાનો આટલો ખર્ચ કર્યા બાદ પણ મોહનને ટ્રમ્પની સાથે ફોટોગ્રાફ ના મળી શક્યો. પરંતુ તેઓએ ટ્રમ્પની શાનદાર લિમોઝિન કાર 'ધ બિસ્ટ' સાથે સેલ્ફી લીધી.
   - ટ્રમ્પ આ કારથી અન્ય દેશોમાં મુસાફરી કરે છે. અમેરિકાના પ્રેસિડન્ટની આ 8 ટન કાર ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવે છે અને તેને એરફોર્સ વનના પ્લેનમાં દરેક જગ્યાએ રાષ્ટ્રપતિની સાથે લઇ જવામાં આવે છે.
   - મોહને કહ્યું, મને ખ્યાલ હતો કે, ટ્રમ્પને મળવાનો મારી પાસે માત્ર એક ટકા જ મોકો છે, પરંતુ અમેરિકાના પ્રેસિડન્ટને મળવાનો આ ખર્ચ કોઇ મોટો નથી.

   લોબીમાં વિતાવ્યા 5 કલાક

   - હોટલની જે વિંગમાં ટ્રમ્પ રોકાયા હતા, તેની નજીકવાળા વિંગમાં જ મોહનને પણ રૂમ મળ્યો હતો. જો કે, કડક સિક્યોરિટીના કારણે લોકો ટ્રમ્પને માત્ર લોબીમાંથી જ જોઇ શકતા હતા.
   - પ્રાપ્ત માહિતી અનુસાર, 9 વાગ્યે થનારી આ મુલાકાત પહેલાં ટ્રમ્પને હોટલમાંથી નિકળતા જોવા માટે ઘણાં લોકો લોબીમાં જ એકઠાં થયા હતા.
   - મોહન પણ સવારે અંદાજિત 6.30 વાગ્યાથી જ અહીં મોજૂદ હતા. જો કે, તેઓને ટ્રમ્પની માત્ર એક ઝલક સવારે અંદાજિત 8 વાગ્યાની આસપાસ મળી, જ્યારે તેઓ કપેલા હોટલ માટે નિકળી રહ્યા હતા.
   - આનાથી એક દિવસ પહેલાં મોહન ટ્રમ્પના પુસ્તક પર ઓટોગ્રાફ લેવા માટે 5 કલાક લોબીમાં ઉભા રહી ચૂક્યા હતા. પરંતુ તે સમયે પણ તેઓને આ મોકો ના મળી શક્યો.

   ટ્રમ્પને પસંદ કરવાના કારણે લોકો કરે છે નફરત

   - મલેશિયાની એક ટ્રેનિંગ ફર્મમાં કામ કરનારા મોહનના જણાવ્યા અનુસાર, ટ્રમ્પને પસંદ કરવાના કારણે તેઓને ઘણાં લોકોની નફરતનો પણ સામનો કરવો પડે છે.
   - જેના કારણે કેટલાંક લોકોએ તેને સલાહ આપી હતી કે, તેઓ ટ્રમ્પને નહી મળી શકે. ત્યાં સુધી કે તેમની નજીક પણ નહીં જઇ શકે.
   - મોહને જણાવ્યું કે, તેઓએ પહેલીવાર ટ્રમ્પને 2007માં જોયા હતા, જ્યારે તેઓ ડબલ્યૂડબલ્યૂઇ (રેસલિંગ)ની એક ઇવેન્ટમાં પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઇવેન્ટમાં ટ્રમ્પે પોતાના પ્રતિદ્વંદ્વિ પર હુમલો પણ કર્યો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Indian-Origin Man Spends Rs. 38,000 to Meet Trump
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From Nrg

  Trending

  Top
  `