• Home
  • NRG
  • USA
  • A convenience store clerk was shot while opening the store Tuesday morning

US: વધુ એક ગુજરાતી પર હુમલો, બે બુકાનીધારીઓએ મહેસાણા જિલ્લાના યુવકની કરી હત્યા

બે આરોપીઓએ સ્ટોરમાં ઘૂસીને અલ્પેશ કુમાર પ્રજાપતિ ઉપર ફાયરિંગ શરૂ કરી દીધું હતું

divyabhaskar.com | Updated - Aug 15, 2018, 07:04 PM
શહેર પોલીસ આ અંગે સીસીટીવી ફૂટ
શહેર પોલીસ આ અંગે સીસીટીવી ફૂટ

એનઆરજી ડેસ્કઃ અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના મેકલ શહેરમાં આજે સવારે વધુ એક ગુજરાતીની હત્યા કરવામાં આવી છે. મેકન સિટીમાં મેડિકલ સેન્ટરમાં ક્લર્ક તરીકે ફરજ બજાવતા 36 વર્ષીય અલ્પેશ કુમાર પ્રજાપતિની બે અજાણ્યા વ્યક્તિઓએ હત્યા કરી છે. બિબ કાઉન્ટીમાં આવેલા મેડિકલ સેન્ટરલમાં આવેલા સ્ટોરમાં આજે સવારે 9 વાગ્યે આ ઘટના બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બે આરોપીઓએ સ્ટોરમાં ઘૂસીને અલ્પેશ કુમાર પ્રજાપતિ ઉપર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ઘટનાની જાણ બાદ તેમનો પરિવાર ઘેરા આઘાતમાં સરી પડ્યો છે. અલ્પેશ કુમાર પ્રજાપતિ મહેસાણા જિલ્લાના કૈયલ ગામના વતની છે.

એક આરોપીએ કર્યુ ફાયરિંગ


- પોલીસના જણાવ્યા અનુસાર, સ્ટોરમાં લૂંટ કરવા આવેલા બે આરોપીઓમાંથી એક આરોપીએ અલ્પેશ કુમાર પર ફાયરિંગ કર્યુ હતું.
- અલ્પેશ પ્રજાપતિના ભત્રીજા સન્ની પટેલે મીડિયાને જણાવ્યું કે, આજે સવારે મને મારી મમ્મીએ જણાવ્યું કે, મારાં અંકલને કોઇએ ગોળી મારી દીધી હતી છે તો મને આઘાત લાગ્યો હતો.
- બિબ કાઉન્ટી પોલીસના અધિકારીએ જણાવ્યું કે, બે આરોપીઓ માસ્ક પહેરીને લૂંટના ઇરાદે સ્ટોરમાં ઘૂસ્યા હતા. ઘટના અંગેની પ્રેસ રિલિઝ અનુસાર, સ્ટોરમાં આવેલા એક કસ્ટમરે અલ્પેશ કુમાર પ્રજાપતિને સ્ટોરમાં ઘાયલ હાલત જોયા હતા અને તેણે 911ને કોલ કર્યો હતો.
- પોલીસે જણાવ્યું કે, અલ્પેશ કુમાર આ સ્ટોરમાં ક્લર્ક તરીકે કામ કરતા હતા. પોલીસ હાલ આ ઘટના અંગેના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.
- ડેપ્યુટી કોરોનર લોની મિલેના જણાવ્યા અનુસાર, કસ્ટમરે 911ને કોલ કર્યા બાદ અલ્પેશ કુમારને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા.

સાત વર્ષ પહેલાં આવ્યા હતા અમેરિકા


- અલ્પેશ કુમારના ભત્રીજા સન્ની પટેલે જણાવ્યું કે, તેઓ સાત વર્ષ પહેલાં અમેરિકા આવ્યા હતા. સન્ની પટેલ અને તેમનો પરિવાર આ ઘટના કોઇએ અદાવતમાં રાખીને કરી છે કે, લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે તેની અવઢવમાં છે.
- સન્ની પટેલે કહ્યું કે, અલ્પેશ કુમાર સાત વર્ષ પહેલાં અમેરિકા આવ્યા હતા. તેઓ આગામી દિવસોમાં પરિવારને મળવા માટે મહેસાણા પણ જવાના હતા. કારણ કે, સાત વર્ષથી તેઓએ તેમના પરિવારને જોયો નહતો.
- સન્નીએ જણાવ્યું કે, તેના અંકલ તેમની સાથે જ રહેતા હતા, હવે તેમના મોત બાદ આ સ્ટોર પહેલા જેવો નહીં રહે! કૈયલમાં રહેતા તેમના પરિવારને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.
- પોલીસ આ ઘટના દરમિયાન સ્ટોરમાં કોઇ લૂંટ થઇ હોવાની પણ તપાસ કરી રહી છે.

X
શહેર પોલીસ આ અંગે સીસીટીવી ફૂટશહેર પોલીસ આ અંગે સીસીટીવી ફૂટ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App