Divya Bhaskar

Home » NRG » USA » grand and melodic show on Lord Krishna

US: સથવારો શ્રી રાધેશ્યામનો; મનને મોરપીચ્છ બનાવતો કાર્યક્રમ

Divyabhaskar.com | Updated - Jun 05, 2018, 08:16 PM

એક ગુજરાતી તરીકે આટલો ભવ્ય અને સંગીતમય શો જોઇને પ્રેક્ષકો આફરીન પોકારી ગયા

  • grand and melodic show on Lord Krishna
    +21બીજી સ્લાઈડ્સ જુઓ

    એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં ગત 26 મેની સાંજે શકિત મંદિરના સુમંત હોલમાં લગભગ 400 પ્રેક્ષકોની હાજરીમાં કૃષ્ણને ઉજવતો એક અનોખો સંગીતમય કાર્યક્રમ યોજાઇ ગયો. 'સથવારો શ્રી રાધેશ્યામનો'ની માળાનું આ ત્રીજું મોતી સમગ્ર અમેરિકામાં અભૂતપૂર્વ આવકાર પામી રહ્યું છે. પાટીદાર સ્વજનના શ્રી ભાર્ગવ પટેલ અને શ્રી ભૂપેશ પટેલના આયોજન અને શ્રી રીની પટેલ અને શ્રી નેહા પટેલની આખી પરિકલ્પનાને 35થી પણ વધુ કલાકારોની ટીમે પાંખો આપી. આપણે સૌ અમેરિકામાં હિન્દી ફિલ્મ સ્ટારોના મોટા મોટા શો કે બ્રોડવેના મ્યુઝીકલ શો જોવા ટેવાયેલા છીએ ત્યારે એક ગુજરાતી તરીકે આટલો ભવ્ય અને સંગીતમય શો જોઇને પ્રેક્ષકો આફરીન પોકારી ગયા.

    21મી સદીના કૃષ્ણ ખરાં અર્થમાં ગ્લોબલ ભગવાન


    - સતત ઉત્સવના પર્યાય એવા ભગવાન કૃષ્ણને આનાથી વધુ સારી રીતે ઉજવી જ ન શકાય.

    - કાર્યક્રમની શરૂઆત કરતાં ગુજરાતના જાણીતા RJ વિશ્રુતિએ જણાવ્યું કે, આ 21મી સદીમાં કૃષ્ણ હવે ખરા અર્થમાં ગ્લોબલ ભગવાન બની ગયા છે.

    - આપણા સૌમાં રહેલી અપૂર્ણતાને એ કોઇ જાતના ભાર વગર પૂરી કરી શકે છે અને એટલે જ આપણે સૌ એમની સાથે વધુ કનેક્ટ કરી શકીએ છીએ.
    - આટલી પ્રસ્તાવના સાથે શરુ થયો વિશ્વના એક માત્ર ડાન્સીંગ ગૉડ શ્રી કૃષ્ણ સુધી પહોંચવાનો અને એના આનંદને વહેંચવાનો સંગીત, રાસ અને નૃત્ય. એક અનોખો દોર. - આદિકવિ નરસિંહ મહેતાથી લઇને શ્રી અવિનાશ વ્યાસના પદો અને કવિતાઓને સુમધુર ગાયકો અને સંગીતના સથવારે નર્તકો એક પછી એક રજુ કરતા ગયા.
    - સ્ટેજની મધ્યમાં વિશાળ LED સ્ક્રીન ઉપર ગીતને અનુરૂપ વિઝ્યુઅલ આવતા જાય, જાણે આપણે ગોકુળની ગલીઓમાં જ ફરતા હોઇએ એવો અનુભવ થયો.
    - RJ વિશ્રુતિએ બે ગીતો વચ્ચે નાની નાની કૃષ્ણ કથાઓ અને સહજ વાતોથી એક સુંદર સેતુ બાંધી આપ્યો. કૃષ્ણ હોય અને રાસ ના હોય એ તો કેમ બને?

    રાધા-કૃષ્ણના રાસથી સંગીતમય માહોલ


    - કૃષ્ણ અને રાધા બનતા મુખ્ય કલાકારો શ્રી નીલકંઠ અને શ્રી નેહા પટેલ અને સાથી કલાકારો સાથે એટલાન્ટાના પ્રેક્ષકોએ પણ રાસ રમીને કૃષ્ણ પ્રેમના ઓવારણા લીધા અને નાનકડું વૃંદાવન ઉભું કરી દીધું.
    - છેલ્લે પ્રસ્તુત થઇ કાર્યક્રમના મોરપીચ્છ સમાન રચના, શ્રીનાથજીની સ્તુતિ. અદ્રુત મેકઅપ અને અદ્રુત શૃંગાર સાથે શ્રીનાથજીની મુદ્રામાં કલાકારોએ એવો તો અભિનયનો જાદુ પાથર્યોકે સૌ ભાવવિભોર થઇ ગયા.
    - સૌ પ્રેક્ષકોએ સાથે મળીને સ્ટેન્ડીંગ ઓવેશનથી એક સાથે સૌ કલાકારોને વધાવી લીધા.

    - અંતમાં શ્રી મુસ્તફાભાઇ અજમેરીએ આ સમગ્ર કાર્યક્રમને આખા અમેરિકામાં પહોંચતો કરનાર શ્રી ક્નુભાઇ ચૌહાણ અને શ્રી ભાવનાબેન મોદી કે જેઓ છેલ્લા ત્રીસથી પણ વધુ વરસોથી આવા સુરુચીપૂર્ણકાર્યક્રમો લાવીને, ગુજરાતી ભાષા અને ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે તેમનો આભાર માન્યો.
    - ગુજરાતી લીટરરી સોસાયટીના શ્રી ચિરાગભાઇ ઠક્કરે સમગ્ર આયોજનમાં સાથ આપનાર 10 થી પણ વધારે સંસ્થાઓ અને કાર્યક્રમને સફળ બનાવવા માટે વોલન્ટીયર્સનો આભાર માન્યો.
    - પ્રેક્ષકોનો આભાર માનતાં એમણે જણાવ્યું કે, આવા સુંદર કાર્યક્રમોને આપણે વધુ ને વધુ પ્રચાર કરીને, ભાગ લઇને ભાષાને ટકાવી રાખવામાં મદદગાર થઇએ.
    - છેલ્લે સથવારાની સમગ્ર ટીમ વતી વિશ્રુતિએ મુસ્તફાભાઇ અને ચિરાગભાઇની મહેનત અને મહેમાનગતીને બીરદાવી.
    - કલાકારો અને પ્રેક્ષકો સૌ રસેશ્વર કૃષ્ણપ્રેમમાં તરબોળ એવી એક સાંજની યાદોને સાથે લઇને છૂટાં પડ્યા.

    આગળની સ્લાઇડ્સમાં જુઓ, આ કાર્યક્રમના PHOTOS...

  • grand and melodic show on Lord Krishna
    +20બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +19બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +18બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +17બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +16બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +15બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +14બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +13બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +12બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +11બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +10બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +9બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +8બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • grand and melodic show on Lord Krishna
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending