Home » NRG » USA » Meeting of Literary Parliament of North America

સાહિત્ય સંસદ ઑફ નૉર્થ અમેરિકા દ્વારા માસ સભાનું આયોજન

Divyabhaskar.com | Updated - May 31, 2018, 06:42 PM

બેઠકમાં મધુ રાયનું ખૂબ જાણીતું નાટક "કાન્તા કહે"નો વાચિક અભિનય કરવામાં આવશે

 • Meeting of Literary Parliament of North America
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  વિજય ઠક્કર દ્વારા (નોર્થ અમેરિકા): સાહિત્ય સંસદ ઑફ નૉર્થ અમેરિકાનો આગામી કાર્યક્રમ તારીખ 3 જૂનના રોજ યાર્ડલી પેન્સીલવેનિયા ખાતે યોજાશે. જેમાં ખૂબ જાણીતા લેખક, નાટકકાર, વાર્તાકાર અને અખબાર દિવ્યભાસ્કરના પ્રચલિત કૉલમિસ્ટ મધુ રાય (ગગનવાલા) ઉપસ્થિત રહેશે. સાહિત્ય સંસદની આ બેઠકમાં મધુ રાયનું ખૂબ જાણીતું નાટક "કાન્તા કહે"નો વાચિક અભિનય કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે આ નાટકના વાચિક અભિનયમાં ખુદ મધુ રાય પણ એમના જ નાટકમાં એક જાનદાર પાત્રનો વાચિક અભિનય કરશે. અન્ય એક આકર્ષણ એ છે કે એમની સાથે પ્રસિદ્ધ નાટ્યકાર અને વાર્તાકાર શ્રી દિલીપ ગણાત્રા તેમજ સાહિત્ય સંસદ સાન્તાક્રુઝના પ્રમુખ શ્રી કનુભાઈ સૂચક જેઓ હાલ અમેરિકાની યાત્રાએ છે અને આ સભામાં એમની વિશેષ ઉપસ્થિત રહેવાની છે અને તેઓ પણ નાટકમાં સૂત્રધારના પાત્રમાં હિસ્સેદારી કરશે.

  વર્ષો પહેલાં INT દ્વારા નિર્મિત બેમિસાલ નાટકો કુમારની અગાશી અને સંતુ રંગીલી અને કોઈ એક ફૂલનું નામ બોલો તો અને ખેલંદો અને ચાન્નસ અને બીજા ઘણાં નાટકો જેમણે લખ્યાં અથવા રૂપાંતરિત કર્યા છે એવા મધુ રાય એટલે કે ગગનવાલા ઉર્ફ મધુ ઠાકર સાહિત્ય સંસદ ઑફ નૉર્થ અમેરિકાના આગામી બેઠકના અતિથિ છે.


  મધુ રાય એટલે એક એવું વ્યક્તિત્વ કે જેમનું દેશમાં રચાતા કે દરિયાપાર રચિત ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારોમાં અગ્ર હરોળમાં લેવાતું નામ છે. ગુજરાતી સાહિત્યમાં ખાસ કરીને વાર્તા, નાટક, નવલકથા અને નિબંધમાં એમનું બળૂકું પ્રદાન છે એટલું જ નહિ એમના કેટલાંક સર્જનો ગુજરાતી સાહિત્યમાં સીમાચિહ્નરૂપ લેખાયા છે.


  ગુજરાતી સાહિત્યમાં પોતાની એક આગવી ભાત અને આગવી ભાષા શૈલી ઉપસાવનાર સાહિત્યકાર તરીકે મધુ રાય પંકાયા. મધુ રાયનું ગુજરાતી ભાષામાં વિપુલ સાહિત્યિક પ્રદાન છે, એટલું જ નહિ પરંતુ પ્રસ્થાપિત સર્જકોનાં સર્જનો કરતાં એમની ભાષા શૈલી, અભિવ્યક્તિ, પાત્રનીરુપણ, ઘટનાતત્વ અને પરિવેશ હંમેશા હટકે જ રહ્યા છે. ધારદાર સંવાદો અને પાત્રોની જીવંતતાને કારણે તેમ જ મંચનપ્રયોગની આકર્ષકતાને કારણે એમની નાટ્યકૃતિઓ હરહમેશ નોંધપાત્ર બને છે. નાટ્યકારની પરિસ્થિતિ-નિર્માણકલા અને પાત્રોચિત ભાષાના વિવિધ અર્થસ્તરો સર્જવાની એમની દ્રષ્ટિ અને શક્તિએ જ એમને સફળ નાટકકાર તરીકે ઉપસાવ્યા. ગુજરાતી તખ્તો જેમના નાટ્ય લેખનથી શોભાયમાન છે એવા અનેક નાટકોના રચયિતા શ્રી મધુ રાય નું "કાન્તા કહે" નાટક પણ ઘટનાઓ સંવાદો અને રહસ્યના તાણાવાણા રચતું અને પ્રક્ષકો અને ભાવકોને જકડી રાખતું બેમિસાલ નાટક છે.

  “કાન્તા કહે” નાટકમાં મુખ્ય ભૂમિકા નિભાવશે સર્વશ્રી વિજય ઠક્કર અને નંદિતા ઠાકોર તેમજ સાથે છે સૂચી વ્યાસ અને કૌશિક અમીન. કાર્યક્રમની વિગતો આ પ્રમાણે છે.

  સાહિત્ય સંસદ ઑફ નૉર્થ અમેરિકાની આ માસની સભા રવિવાર, તારીખ 3 જૂન 2018ના રોજ સાંજે 4.૦૦ વાગે યાર્ડલી પેન્સિલવેનિયા ખાતે સંસ્થાના ઉપપ્રમુખ ડૉક્ટર નીલેશ રાણાના નિવાસસ્થાને યોજાશે.

 • Meeting of Literary Parliament of North America
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ