• Home
  • NRG
  • USA
  • Kutchi Film Maker Baheroopi Got The Best Documentary Award

USAમાં આંતર રાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલમાં કચ્છી ફિલ્મ મેકરની ‘બહેરૂપી’ને બેસ્ટ એવોર્ડ

Kutchi Film Maker Baheroopi Got The Best Documentary Award
Bhaskar News

Bhaskar News

Aug 07, 2018, 01:28 AM IST

ભુજ: અમેરિકાના ન્યુજર્સી ખાતે આયોજિત આંતર રાષ્ટ્રીય ગુજરાતી ફિલ્મ ફેસ્ટીવલમાં કચ્છનું હીર પણ ઝળક્યું છે. કચછી સર્જકની ફિલ્મ બહેરૂપીને બેસ્ટ ડોકયુમેન્ટરી ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. માધાપરમાં રહેતા અને ફિલ્મ મેકીંગનો અભ્યાસ કરી પ્રથમ ડોકયુમેન્ટરી ફિલ્મ બનાવનાર વિશાલ તન્નાને તેમની પ્રથમ ડોકયુમેન્ટરીમાં એવોર્ડ રુપી સફળતા મળી છે.


વિશાલ તન્નાએ કહ્યું કે બહેરૂપી કલા કે જે હવે આધુનિક યુગમાં વિલુપ્ત થવાના આરે છે. તેનો ભુતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યની સ્થિતીને આ ડોકયુમેન્ટરી ફિલ્મમાં આવરી લેવાઇ છે. ડોકયુમેન્ટરીના નિર્માતાઅ ને દિગદર્શક એવા તન્નાએ કહ્યું કે બહેરૂપી ફિલ્મમાં આ કળાના અસ્તિત્વને દેખાડવામાં આવ્યું છે. ન્યુજર્સીના આ ફેસ્ટીવલમાં પ્રથમવાર સ્કીનીંગ થયેલ છે. તેની વિષયવસ્તુ, સિનેમોગ્રાફી અને વાસ્તવીકતા પર અસરના મુદાને બિરદાવ્યા હતા. વિશાલ હાલમાં મુંબઇ ખાતે ફિલ્મ મેકીંગના ક્ષેત્રમાં કાર્યરત છે. તેમણે અનેક ડોકયુમેન્ટરી, શોર્ટ ફીલ્મ અને એડવરટાઇઝ બનાવી છે. આ ફેસ્ટીવલમાં અનુરાગ મહેતા, અરુણા ઇરાની, મધુરાય સહિતના હાજર રહ્યા હતા.

60 ટકા શુટીંગ કચ્છમાં થયું

આ ડોકયુમેન્ટરી ફિલ્મનું 60 ટકા શુટીંગ કચ્છના જ અલગ અલગ લોકેશન ઉપરાંત ગુજરાત રાજસ્થાન બોર્ડર પરના ગામો કે જયાં બહુરૂપી કલાના કલાકારો રહે છે. ફિલ્મમા઼ તેમના ઇન્ટરવયુ લઇ તેમના મુખેથી તેમણે કરેલી વાતને દર્શાવવામાં આવી છે.

X
Kutchi Film Maker Baheroopi Got The Best Documentary Award
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી