• Home
  • NRG
  • USA
  • Management student Krish Bhanderi made video about his friend and food

ક્રિશે ભંડેરીએ કેનેડામાં ભૂરીયાને કાઠિયાવાડી થાળી જમાડી,પછી લીધા ગરબા!

કાઠિયાવાડી લહેકામાં વિદેશની લાઇફસ્ટાઇલ અંગે જણાવતો ક્રિશ ભંડેરીનો ફની વીડિયો ખૂબ વાઇરલ થયો હતો

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 06:35 PM

એનઆરજી ડેસ્કઃ ગત ઓગસ્ટ મહિનામાં કાઠિયાવાડી લહેકામાં વિદેશની લાઇફસ્ટાઇલ અંગે જણાવતો ક્રિશ ભંડેરીનો ફની વીડિયો ખૂબ વાઇરલ થયો હતો. આ વીડિયોને મળેલા પ્રતિસાદ બાદ ક્રિશે વધુ બે વીડિયો બનાવ્યા હતા. આ ફની વીડિયોના કારણે ક્રિશ ભંડેરી રાતોરાત લાઇમલાઇટમાં આવી ગયો હતો. કેનેડામાં બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરવા ગયેલા ક્રિશ ભંડેરી મૂળ જામનગરના જામજોધપુરના માંડાસણ ગામનો રહેવાસી છે. ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો હવે વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં ક્રિશ તેના ગોરા મિત્રને ઘરે બોલાવી કાઠિયાવાડી જમણ કરાવી રહ્યો છે અને મિત્રો સાથે ગરબા કરી રહ્યો છે. ક્રિશે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. વીડિયોમાં ક્રિશ તેના ફોરેનર ફ્રેન્ડને કાઠિયાવાડી ભોજન ખવડાવી રહ્યો છે. મિક્સ વેજીટેબલ સબ્જી અને બાજરીના રોટલા સાથે ઘીની મોજ માણી રહ્યા છે. વધુ એક વીડિયોમાં તે તેના મિત્ર સાથે ગરબા રમી રહ્યો છે.

કેનેડામાં કેવું છે ગુજરાતીઓનું જીવન? કાઠિયાવાડી યુવાનનો વીડિયો થયો વાઇરલ

વાઇરલ વીડિયો બાદ કાઠિયાવાડી ક્રિશે કહ્યું - કેનેડામાં તો જલસુડીની પાંદડીયું!

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App