કેનેડામાં કેવું છે ગુજરાતીઓનું જીવન? કાઠિયાવાડી યુવાનનો વીડિયો થયો વાઇરલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એનઆરજી ડેસ્કઃ અમેરિકા, કેનેડા જવાની ઇચ્છા ધરાવતા યુવક-યુવતીઓને અદ્દલ કાઠિયાવાડી લહેકામાં અહીંની લાઇફસ્ટાઇલ અંગે જણાવતા એક યુવકનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે. આ વીડિયો કેનેડામાં એક મહિનાથી બિઝનેસ મેનેજમેન્ટનો કોર્સ કરવા ગયેલા ક્રિશ ભંડેરીનો છે. મૂળ જામનગરના જામજોધપુરના માંડાસણ ગામના ક્રિશે રમત-રમતમાં બનાવેલો આ વીડિયો લોકો પસંદ કરવા લાગ્યા છે. 

 

કેવી રીતે આવ્યો વીડિયો બનાવવાનો વિચાર? 


- એક ન્યૂઝચેનલ સાથે વાત કરતા ક્રિશે જણાવ્યું કે, અમારી ગ્રોસરી પતી જતાં મિત્રો સાથે લેવા ગયા હતા. કેનેડામાં અડધા કલાકે એક બસ આવે છે. અચાનક જ વિચાર આવ્યો કે બસની રાહ નથી જોવી ચાલતા જ ઘરે જઇએ. 
- આ દરમિયાન મિત્રને કહ્યું કે, મોબાઇલ બહાર કાઢ અને વીડિયો બનાવ. બસ આ વીડિયો મિત્રો પાસેથી વોટ્સએપમાં ફરતો થયો અને વાઇરલ થઇ ગયો. 


હળવી શૈલીમાં રજૂ કરી મુશ્કેલીઓને 


- એક મહિનાથી કેનેડામાં રહેતા ક્રિશે કેનેડામાં પડતી મુશ્કેલીઓને હળવા મૂડમાં રજૂ કરી છે. 
- ક્રિશનો પરિવાર છેલ્લાં પાંચ-છ વર્ષથી સુરતમાં જ રહે છે અને તે કેનેડા અભ્યાસ માટે ગયો છે. 
- કેનેડા ગયેલા ક્રિશ ભંડેરીએ કેનેડામાં બનાવેલો વીડિયો વાઇરલ થઈ ગયા બાદ તે ફેમસ થઇ ગયો છે. 

 

અહીં જુઓ, ક્રિશ ભંડેરીનો વાઇરલ થયેલો વીડિયો... 

અન્ય સમાચારો પણ છે...