ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » NRG » USA» Chicago gujarati community will celebrate Jalaram jayanti

    શિકાગોમાં જલારામ મંદિરની દશાબ્દિ વર્ષની ઉજવણી થશે

    divyabhaskar.com | Last Modified - Mar 02, 2018, 05:54 PM IST

    માર્ચ માસના પહેલા અઠવાડિયામાં ચાર દિવસના સમયગાળા દરમિયાન શ્રી જલારામ જીવન ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે
    • શિકાગોમાં  જલારામ મંદિરની દશાબ્દિ વર્ષની ઉજવણી થશે
      શિકાગોમાં જલારામ મંદિરની દશાબ્દિ વર્ષની ઉજવણી થશે

      એનઆરજી ડેસ્કઃ શિકાગો નજીક પશ્ચિમના પરા વિસ્તાર હોફમેન એસ્ટેટ ટાઉનમાં શ્રી જલારામ બાપાનું એક ભવ્ય કલાત્મક મંદિર આવેલ છે અને તેને દસ વર્ષ પૂર્ણ થતા હોવાથી આ મંદિરના સંચાલકો તેમજ હરિભક્તોના સહયોગથી દશાબ્દી વર્ષની રંગેચંગે ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માર્ચ માસના પહેલા અઠવાડિયામાં ચાર દિવસના સમયગાળા દરમિયાન શ્રી જલારામ જીવન ચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને શાસ્ત્રીજી રમણીકભાઇ દવે વ્યાસપીઠ પર બીરાજમાન થશે અને પોતાની મધુરવાણીમાં કથાનું રસપાન કરાવશે.

      ચાર દિવસ માટે શ્રી જલારામ જીવનચરિત્ર કરવાની માહિતી આપતાં આ સંસ્થાના બોર્ડ ઓફ ટ્રસ્ટી ચેરમેન ચિરાયુ પરીખ તથા ટ્રસ્ટી બોર્ડના અગ્રણી સભ્ય યોગેશભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે શિકાગો અને તેના પરા વિસ્તારમાં વસવાટ કરતા જલારામ બાપાના હરિભક્તો ઘણા લાંબા સમયથી શિકાગોમાં જલારામ બાપાનું એક ભવ્ય મંદિર થાય એવું ઇચ્છી રહ્યા હતા.

      મોટાભાગના બાપાના હરિભક્તો પોતાના ઘરોમાં જલારામ બાપાના ચિત્રો રાખતા હતા અને તેમના દર્શન કરીને ધન્યતા અનુભવતા હતા અને 2006ના વર્ષમાં જલારામ મંદિર ઓર્ગેનિઝેશન નામની એક સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને બે વર્ષના સમયગાળા દરમિયાન હોફમેન એસ્ટેટ ટાઉનમાં હાલમાં જ્યાં મંદિર તૈયર કરવામાં આવેલ છે તે સ્થળે એક ચર્ચ હતું તે પ્રોપર્ટી સવા મીલીયન ડોલરમાં ખરીદ કરી અને હરિભક્તો તેમજ સંચાલક મંડળ તેમજ ભારતીય સમાજના રહીશોના સહયોગથી નવા મંદિરનું નિર્માણ થયું.

      આ અંગે તેમણે વધારામાં જણાવ્યું હતું કે 2008ના માર્ચ માસની 8મી તારીખે મંદિરની ઉદઘાટન વિધિ કરવામાં આવી અને ત્યારબાદ આજ દિન સુધી આ મંદિરમાં પ્રતિ વર્ષે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો યોજાતા આવ્યા છે.

      કથાની માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે માર્ચ માસની 8મી તારીખથી 11મી માર્ચ દરમિયાન જલારામ મંદિરમાં કથાનું આયોજન કરવામાં આવશે અને તેમાં પહેલાં દિવસે ભજન અને પોથીપૂજન તેમજ બીજા, ત્રીજા તેમજ ચોથા દિવસે કથાનું આયોજન કરવામાં આવશે અને તમામ દિવસો દરમિયાન આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (USA Gujarati News) સાથે જોડાયેલા અન્ય (NRG Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Chicago gujarati community will celebrate Jalaram jayanti
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Nrg

    Trending

    X
    Top